Poster Release : જુઓ દિલ ધડકને દોની ધડકનો વધારતી તસવીરો...
મુંબઈ, 22 જુલાઈ : ઝિંદગી ના મિલેગી દોબારા બાદ દર્શકોને ઝોયા અખ્તર અને ફરહાન અખ્તરની જોડી ધરાવતી વધુ ફિલ્મોનો ઇંતેજાર હતો અને ઝોયાએ આ ઇંતેજાર ખતમ કરતા પોતાની આગામી ફિલ્મ દિલ ધડકને દોનું પોસ્ટર રિલીઝ કર્યું છે. દિલ ધડકને દોની સ્ટાર કાસ્ટ મજાની છે. ફિલ્મનું નિર્માણ રીતેશ સિધવાણી અને ફરહાનની કમ્પની એક્સલ એંટરટેનમેંટ કરી રહ્યાં છે.
ઝોયા અખ્તરની કાસ્ટિં હંમેશા લીક સે હટકે હોય છે અને તેનો દાખલો આપણે ઝિંદગી ના મિલેગી દોબારામાં જોઈ ચુક્યા છે. હવે દિલ ધડકને દો ફિલ્મમાં પણ ઝોયા વધુ એક વખત બહેતરીન સ્ટાર કાસ્ટ લઈ આવ્યાં છે. ફિલ્મમાં રણવીર સિંહ, અનુષ્કા શર્મા, ફરહાન અખ્તર, પ્રિયંકા ચોપરા અને અનિલ કપૂર મુખ્ય ભૂમિકા ભજવી રહ્યાં છે. ખાસ વાત એ છે કે આ સ્ટાર કાસ્ટે લગભગ ત્રણ માસ સુધી ક્રૂઝમાં રહી ફિલ્મનું શૂટિંગ કર્યું છે.
દિલ ધડકને દો ફિલ્મનું શૂટિંગ યૂરોપ, સ્પેન, ટર્કી સહિત અનેક સુંર અને દિલની ધડકનો સાચે જ વધારનાર લોકેશન્સ પર થયું છે. ફિલ્મમાં એક પંજાબી પરિવાર દર્શાવાયો છે કે જે એક સાથે રજાઓ ઉજવવા ક્રૂઝ પર જાય છે. શૈફાલી શાહે રણવીર સિંહ અને પ્રિયંકા ચોપરાની માતાનો રોલ કર્યો છે, તો અનિલ કપૂરે પિતાનો.
ચાલો જોઇએ દિલ ધડકને દો ફિલ્મનું પોસ્ટર અને બીજી Unseen તસવીરો પણ :

ધડકનો વધારતું પોસ્ટર
ઝોયા અખ્તરની ફિલ્મ દિલ ધડકને દોનું પોસ્ટર સુંદર અને લીક સે હટકે છે. તે જોઈને લોકોની ઉત્સુકતા અને આતુરતા વધી ગઈ છે. આ ફિલ્મ 5મી જૂન, 2015ના રોજ રિલીઝ થવાની છે.

પ્રિયંકા-રણવીર
શૂટિંગ દરમિયાન બીચ પર ચિલિંગ કરતાં પ્રિયંકા ચોપરા અને રણવીર સિંહ.

રણવીરનો ફની મૂડ
રણવીર સિંહ મસ્તીના મૂડમાં છે કે જે ત્રણ-ત્રણ સ્ટ્રૉ વડે કોઈ પીણુ પી રહ્યાં છે.

ફૅનનું ચુમ્બન
એક ફૅને રણવીર સિંહને ચુમ્બન ચોળી દીધું.

અનુષ્કા શર્મા
સેટ પર પોતાની સેલ્ફી તસવીર ખેંચતા અનુષ્કા શર્મા.

હૉટ પ્રિયંકા
બીચ ઉપર પ્રિયંકા ચોપરા વધુ હૉટ લાગી રહ્યા છે.

કૉલેજ ઑફ સેલ્ફીસ
દિલ ધડકને દોની કાસ્ટ-ક્ર્યૂની સેલ્ફીસ.

અનુષ્કા શર્મા
હળવા મૂડમાં અનુષ્કા શર્મા પોઝ આપી રહ્યાં છે.

રણવીર સિંહ
રણવીર સિંહની વધુ એક મસ્તી ભરી તસવીર.

બ્લૅક એન્ડ વ્હાઇટ
દિલ ધડકને દોની કાસ્ટ-ક્ર્યૂની બ્લૅક એન્ડ વ્હાઇટ તસવીર.

બસમાં મુસાફરી
ફિલ્મ કાસ્ટ-ક્રૂની મેટ્રો બસમાં મુશ્કેલી ભરી અને ભીડ સાથે મુસાફરી.

શૂટિંગમાં અનુષ્કા
શૂટિંગ કરતાં અનુષ્કા શર્મા.

રણવીરની દીવાની
રણવીર સિંહની દીવાની એટલે કે દીપિકા પાદુકોણેએ પણ દિલ ધડકને દોના સેટની ઓચિંતી મુલાકાત લીધી હતી.

શૂટિંગ
વધુ એક શૂટિંગ સીનમાં રણવીર અને અનુષ્કા.

રણવીર સિંહ
બીચ પર રણવીર સિંહ.

સમૂહ તસવીર
દિલ ધડકને દો ટીમની વધુ એક સમૂહ તસવીર.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
