Pics : અંતે દીયાએ પહેરી જ લીધી સાહિલના પ્રેમની વીંટી
મુંબઈ, 30 એપ્રિલ : બૉલીવુડ અભિનેત્રી તથા મિસ એશિયા પૅસેફિક રહી ચુકેલા દીયા મિર્ઝાનું ફિલ્મી કૅરિયર ભલે કંઈ ખાસ ન રહ્યો હોય, પણ મૉડેલિંગ ક્ષેત્રે તેમની ખાસ ડિમાંડ છે કે જે આજે પણ જળવાયેલી છે. તેમના અંગે અંગે સમાચાર આવી રહ્યાં છે કે તેમણે પોતાના લૉંગ ટાઇમ પ્રેમી દિગ્દર્શક સાહિલ સંઘા સાથે સગપણ કરી લીધાં છે.
દીયા મિર્ઝાએ પોતે આ બાબતનો ખુલાસો કર્યો છે. જોકે હજી દીયા મિર્ઝા અને સાહિલ સંઘાના લગ્નની તારીખ નક્કી નથી થઈ. કહે છે કે દીયાના અંકલની તબીયત હજી સારી નથી. તેથી લગ્નની ડેટ ફાઇનલ કરવામાં આવી નથી. દીયા-સાહિલ છેલ્લા કેટલાંક સમયથી રિલેશનશિપમાં હતાં અને મોટાભાગના ઈવેંટ્સમાં પણ સાથે જ દેખાતા હતાં. દીયા મિર્ઝા અને સાહિલ સંઘા હાલ બૉબી જાસૂસ ફિલ્મના નિર્માણમાં પણ વ્યસ્ત છે કે જેમાં લીડ રોલ વિદ્યા બાલન કરી રહ્યાં છે.
ચાલો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

ગત વર્ષે કહ્યુ હતું
ગત વર્ષે દીયા મિર્ઝાએ જણાવ્યું હતું કે તેઓ આ વર્ષે સાહિલ સાથે સગપણ કરી લેશે.

સાહિલના વખાણ
દીયાએ સાહિલના વખાણ કરતા જણાવ્યુ હતું - સાહિલ એક સારો માણસ છે અને હવે અમે બંને લગ્ન માટે સમ્પૂર્ણ રીતે તૈયાર છીએ. હવે અમે આવતા વર્ષે લગ્ન કરી લેશે.

સાહિલ કો-પાર્ટનર
દીયા મિર્ઝા હાલ અભિનેતા ઝાયદ ખાન સાથે પ્રોડક્શનની કમ્પની ચલાવી રહ્યાં છે કે જેમાં સાહિલ સંઘા કો-પાર્ટનર છે.

લવ બ્રેકઅપ્સ દરમિયાન પ્રેમ
દીયા-ઝાયદના દિગ્દર્શનમાં નિર્મિત લવ બ્રેકઅપ્સ ઝિંદગી ફિલ્મનું દિગ્દર્શન સાહિલે જ કર્યુ હતું અને તે દરમિયાન જ દીયા-સાહિલની નિકટતાઓ વધી અને બંને પ્રેમી-પ્રેમિકા બની બેસ્યાં.

ટુંકમાં જ લગ્ન
દીયા-સાહિલનો આ સંબંધ હવે ટુંક સમયમાં જ લગ્નમાં પરિણમવાનો છે.

મિસ પૅસેફિક
દીયાએ 2000માં મિસ એશિયા પૅસેફિકનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. પછી તેઓ ફિલ્મો તરફ વળ્યા, પરંતુ અપેક્ષિત સફળતા ન મળી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
