Pics : ફૅમિલી ડ્રામા છે દેસી મૅજિક : અમીષા પટેલ
મુંબઈ, 17 ફેબ્રુઆરી : બૉલીવુડ અભિનેત્રીમાંથી નિર્માતા બનેલા અમીષા પટેલે તાજેતરમાં જ પોતાની આગામી ફિલ્મ દેસી મૅજિકનું પોસ્ટર રિલીઝ કર્યું. અમીષાએ જણાવ્યું કે દેસી મૅજિક એક પારિવારિક ફિલ્મ છે કે જેને કોઈ પણ વયના દર્શકો જોઈ શકે છે. અમીષાએ જણાવ્યું કે તેમની આ ફિલ્મમાં ભરપૂર મસાલો છે અને તેઓ આ ફિલ્મમાં ડબલ રોલ કરી રહ્યાં છે.
પોસ્ટર રિલીઝ પ્રસંગે બૉલીવુડના દિગ્ગજ અભિનેતા રણધીર કપૂર, રાકેશ રોશન, ઝાયેદ ખાન, રવિ કિશન અને રમેશ એસ તૌરાની જેવી હસ્તીઓએ હાજરી આપી હતી. ફિલ્મમાં રણધીર કપૂર અમીષાના પિતાના રોલમાં નજરે પડનાર છે. તેમણે જણાવ્યું કે એક યુવાન ટીમ સાથે કામ કરી તેમને સારૂં લાગ્યું.
છેલ્લે શૉર્ટકટ રોમિયો ફિલ્મમાં દેખાનાર અમીષા પટેલે જણાવ્યું - દેસી મૅજિક ફિલ્મમાં તેઓ ડબલ રોલમાં છે. ફિલ્મ બહુ મનોરંજક થે અને તેમાં સારા કલાકારો છે. સંગીત સારૂં છે અને આ એક એવી ફિલ્મ છે કે જેને કોઈ પણ વયના લોકો જોઈ શકે છે. આ એક પારિવારિક ફિલ્મ છે કે જેને સૌ કોઈ સાથે બેસી જોઈ શકશે.
રણધીર કપૂરે જણાવ્યું - હું અમીષાના પિતાનો રોલ કરી રહ્યો છું. સારી સ્ક્રિપ્ટ છે અને અમીષા ફિલ્મ બનાવવા માંગતા હતાં તથા દેસી જાદૂ પાથરવા માંગતા હતાં. તેમણે પોતાની ટીમનો ભાગ બનવા મને જણાવ્યું. મેં કહ્યું કે જો આપને મારી જરૂર છે, તો હું આ ફિલ્મ કરીશ, કારણ કે જ્યારે મારૂં મન કરે, ત્યારે જ હું ફિલ્મો કરુ છું. આ બહુ સારી અને યુવાન ટીમ છે.
ચાલો જોઇએ દેસી મૅજિકનું નવું પોસ્ટર અને તેના રિલીઝ પ્રસંગની તસવીરો :

નિર્માતા બન્યાં અમીષા
કહો ના પ્યાર હૈ ફિલ્મ સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર અમીષા પટેલ હવે ફિલ્મ નિર્માાત બની ગયાં છે. તેમની આગામી ફિલ્મ છે દેસી મૅજિક.

પોસ્ટર રિલીઝ
તાજેતરમાં જ દેસી મૅજિક ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું.

રાકેશ-રણધીર હાજર
દેસી મૅજિકના પોસ્ટર રિલીઝિંગ પ્રસંગે અમીષાને પ્રથમ બ્રેક આપનાર રાકેશ રોશન અને દેસી મૅજિકમાં તેમના પિતાનો રોલ કરનાર રણધીર કપૂર હાજર રહ્યા હતાં.

પોસ્ટર
અમીષાની દેસી મૅજિકનું પોસ્ટર.

ડબલ રોલમાં અમીષા
દેસી મૅજિકમાં અમીષા પટેલ ડબલ રોલમાં છે.

ઉજવણી
પોસ્ટર રિલીઝિંગ પ્રસંગે રાકેશ રોશન અને દેસી મૅજિકના સહ-કલાકાર ઝાયેદ ખાન સાથે ઉજવણી કરતાં અમીષા પટેલ.

રણધીર-ઝાયેદ
પોસ્ટર રિલીઝિંગ પ્રસંગે રણધીર અને ઝાયેદ સાથે અમીષા.

પોસ્ટર રિલીઝિંગની તસવીર
પોસ્ટર રિલીઝિંગની તસવીર

તન્વીએ હાજરી આપી
અમીષાની દેસી મૅજિકના પોસ્ટર રિલીઝિંગ પ્રસંગે તન્વી આઝમીએ પણ હાજરી આપી હતી.

ક્રિશિકા લુલા
આ પ્રસંગે ડિઝાઇનર ક્રિશિકા લુલા ઉપસ્થિત રહ્યા હતાં.

પૂજા-શ્વેતા
દેસી મૅજિકના પોસ્ટર રિલીઝિંગ પ્રસંગે પૂજા ચોપરા તેમજ શ્વેતા પંડિત હાજર રહ્યા હતાં.

રણધીર-રમેશ
પોસ્ટર રિલીઝિંગ પ્રસંગે રણધીર અને રમેશ એસ તૌરાની.

વિકાસ ભલ્લા
વિકાસ ભલ્લાએ પણ આ પ્રસંગે હાજરી નોંધાવી હતી.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
