Video: દીપિકા પાદુકોણના બેબી બંપે નહિ, કેર ટેકરે ખેંચ્યુ ધ્યાન, અભિનેત્રીને લોકોએ ઝાટકી
Deepika Padukone Video: બૉલિવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ ટૂંક સમયમાં માતા બનવા જઈ રહી છે. ફેબ્રુઆરી 2024માં જ દીપિકા પાદુકોણ અને તેના પતિ અભિનેતા રણવીર સિંહે સોશિયલ મીડિયા દ્વારા લોકોને કહ્યું હતું કે તેઓ માતા-પિતા બનવાના છે. આ પછી કપલના ફેન્સ ઘણા ખુશ થઈ ગયા.
હાલમાં દીપિકા પાદુકોણ તેના બેબી બમ્પ સાથે ઘણી જગ્યાએ જોવા મળી રહી છે. લોકો તેના ખૂબ વખાણ પણ કરી રહ્યા છે. આ દરમિયાન, અભિનેત્રી તેના પરિવારના સભ્યો અને કેરટેકર સાથે મુંબઈની એક રેસ્ટોરન્ટમાંથી બહાર આવતી જોવા મળી હતી. આ સમય દરમિયાન, અભિનેત્રીએ કાળા રંગનો બોડી કોન ડ્રેસ પહેર્યો હતો અને તેના પર ડેનિમ જેકેટ પહેર્યું હતું.

આ ડ્રેસમાં દીપિકા પાદુકોણનુ બેબી બમ્પ સ્પષ્ટ દેખાઈ રહ્યુ હતુ. જોકે, વીડિયો જોયા બાદ કેટલાક લોકોએ એક્ટ્રેસને ટ્રોલ પણ કરી છે. ખરેખર, આ વીડિયોમાં દીપિકાના કેરટેકરે બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. દીપિકા પાદુકોણનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે.
દીપિકા પાદુકોણનો આ વીડિયો જોયા બાદ કેટલાક લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. કોમેન્ટ કરતી વખતે એક વ્યક્તિએ લખ્યું છે - દીપિકાનો સામાન ઉપાડનાર યુવાન ઘરેલુ સહાયકને જોઈને ખરાબ લાગ્યું. શું દીપિકા પાદુકોણને પુખ્ત સહાયક નથી પરવડતા? જો લોકોનું માનીએ તો દીપિકા પાદુકોણની કેરટેકર ઉંમરમાં ઘણી નાની દેખાતી હતી. કેટલાક લોકો સોશિયલ મીડિયા પર એવું પણ કહી રહ્યા છે કે તે સગીર છે.
તમને જણાવી દઈએ કે દીપિકા પાદુકોણના પતિ રણવીર સિંહ આ વખતે મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને તેમની મંગેતર રાધિકા મર્ચન્ટની બીજી પ્રી-વેડિંગ સેરેમનીમાં હાજરી આપવા માટે એકલા પહોંચ્યા હતા. દીપિકા પોતાની પ્રેગ્નન્સીને કારણે આ પાર્ટીનો ભાગ બની શકી ન હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
