દીપિકાની કાંજીવરમ સાડી ખરીદવા માટે ઉતાવળા થયા ફેન્સ, દુકાનમાં સ્ટોક ખતમ

લગ્ન અને રિસેપ્શનમાં દીપિકાએ કાંજીવરમ સાડીઓ પહેરી હતી, જે ફેન્સમાં હિટ થઈ ગઈ છે ફેન્સ દીપિકા જેવી સાડી ખરીદવા માટે એટલા ઉતાવળા થઈ ગયા છે કે તેની કોપી સુદ્ધા ખરીદી રહ્યા છે.

ફિલ્મી સિતારાઓની ફેશન સ્ટાઈલ આવતા તરત જ માર્કેટમાં વાયરલ થઈ જાય છે. અભિનેત્રીની સાડીઓ અને લહેંગાની ડુપ્લીકેટ કોપીઓ પણ લાખોમાં વેચાય છે. આવુ જ કંઈક દીપિકા પાદુકોણની સાડીઓ સાથે થયુ. લગ્ન અને રિસેપ્શનમાં દીપિકાએ કાંજીવરમ સાડીઓ પહેરી હતી, જે ફેન્સમાં હિટ થઈ ગઈ છે ફેન્સ દીપિકા જેવી સાડી ખરીદવા માટે એટલા ઉતાવળા થઈ ગયા છે કે તેની કોપી સુદ્ધા ખરીદી રહ્યા છે. જે દુકાનમાંથી દીપિકાએ સાડી લીધી હતી ત્યાં તો તેનો સ્ટોક જ ખતમ થઈ ગયો છે.

દીપિકા માટે મા ઉજ્વલાએ ખરીદી હતી કાંજીવરમ સાડીઓ

દીપિકા માટે મા ઉજ્વલાએ ખરીદી હતી કાંજીવરમ સાડીઓ

દીપિકા પાદુકોણે પોતાના લગ્ન અને રિસેપ્શનમાં મા ઉજ્વલા પાદુકોણની આપેલી સાડી પહેરી હતી. આ કાંજીવરમ સાડીઓ ઉજ્વલા પાદુકોણ બેંગલુરુની જાણીતી દુકાન ‘હાઉસ ઓફ અંગદી'માંથી લીધી હતી. દીપિકાએ 14 નવેમ્બરના રોજ કોંકણી રીતિ રિવાજથી થયેલા લગ્નમાં લાલ રંગની કાંજીવરમ સાડી પહેરી હતી. વળી, 21 નવેમ્બરે બેંગલુરુમાં થયેલા રિસેપ્શનમાં તેમણે ગોલ્ડન કલરની સાડી પહેરી હતી. જેને જાણીતા ડિઝાઈનર સવ્યસાચીએ ડિઝાઈન કરી હતી.

દુકાન પર ખતમ થયો રિસેપ્શનવાળી સાડીનો સ્ટોક

દુકાન પર ખતમ થયો રિસેપ્શનવાળી સાડીનો સ્ટોક

રિસેપ્શનમાં પહેરવામાં આવેલી આ સાડી તરત જ ફેન્સ વચ્ચે લોકપ્રિય થઈ ગઈ. સમાચારોની માનીએ તો અંગદી ગેલેરિયાથી ખરીદવામાં આવેલી આ સાડીઓનો સ્ટોક દુકાન પર ખતમ થઈ ગયો છે. દીપિકાના ફેન્સે આ સાડીઓને ખરીદવામાં બિલકુલ વાર ન કરી અને દુકાનમાંથી આના જેવી દેખાતી સાડીઓ ખરીદી લીધી. આ સાડીઓની કિંમત 2 થી 3 લાખ વચ્ચે બતાવવામાં આવી રહી છે. દીપિકાની સાડી ડિઝાઈન કરનાર અંગદી ગેલેરિયામાં આ સાડીનો આકો સ્ટોક ખતમ થઈ ગયો છે.

બેંગલુરુ બાદ હવે મુંબઈમાં થશે ભવ્ય રિસેપ્શન

બેંગલુરુ બાદ હવે મુંબઈમાં થશે ભવ્ય રિસેપ્શન

રણવીર-દીપિકા 14 અને 15 નવેમ્બરના રોજ ઈટલીના લેક કોમોમાં લગ્નના બંધનમાં બંધાયા હતા. 14 નવેમ્બરે બંનેએ કોંકણી રીતિ-રિવાજથી લગ્ન કર્યા હતા અને 15 નવેમ્બરે લગ્ન સિંધી રીતિ-રિવાજ સાથે થયા હતા. આ લગ્નમાં માત્ર બંને પરિવાર અને નજીકના દોસ્તો જ શામેલ થયા હતા. લગ્ન બાદ બંનેએ 21 નવેમ્બરે બેંગલુરુમાં ભવ્ય રિસેપ્શન આપ્યુ. વળી, ઈન્ડસ્ટ્રીના પોતાના દોસ્તો માટે 1 ડિસેમ્બરે મુંબઈમાં રિસેપ્શન રાખવામાં આવ્યુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X