'ગહરાઈયાં'માં દીપિકા-સિદ્ધાંતે કરી હદ પાર, ઈંટિમેટ સીન્સની ભરમારના કારણે મળ્યુ A સર્ટિફિકેટ
ગહરાઈયાંમાં દીપિકા અને સિદ્ધાંત ચતુર્વેદી વચ્ચે ઘણી ઈંટીમેટ સીન્સ છે જેના કારણે ફિલ્મને A સર્ટિફિકેટ મળ્યુ છે.
મુંબઈઃ બૉલિવુડની મસ્તાની ગર્લ દીપિકા પાદુકોણની ફિલ્મ 'ગહરાઈયાં' 11 ફેબ્રુઆરીએ ઓટીટી પર રિલીઝ થવા જઈ રહી છે. પોતાના બોલ્ડ દ્રશ્યોના કારણે આ ફિલ્મ હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. શકુન બત્રાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં દીપિકા અને સિદ્ધાંત ચતુર્વેદી વચ્ચે ઘણી ઈંટીમેટ સીન્સ છે જેના કારણે ફિલ્મને A એટલે કે એડલ્ટસ ઓનલીનુ સર્ટિફિકેટ મળ્યુ છે. હવે આ ફિલ્મ કોઈ કાંટ-છાંટ વિના ઓટીટી પર રિલીઝ થશે. આ વિશે સર્ટિફિકેટ રિલીઝ કરીને Central Board of Film Certification (CBFC)એ કહ્યુ છે કે ફિલ્મને A એટલે કે એડલ્ટ્સ કાર્ડ આપવામાં આવ્યુ છે, હવે આને કોઈ કટ વિના રિલીઝ કરવામાં આવી શકે છે.

ફિલ્મમાં ઈંટીમેટ સીન્સ કહાનીની ડિમાન્ડ
તમને જણાવી દઈએ કે શકુન બત્રાની ફિલ્મ 'ગહરાઈયાં'ની સ્ટોરી વિશે વધુ ખુલાસો થયો નથી પરંતુ બત્રાનુ કહેવુ છે કે ફિલ્મમાં ઈંટીમેટ સીન્સ કહાનીની ડિમાન્ડ છે, જબરદસ્તીથી ઠૂંસવામાં આવ્યા નથી. ફિલ્મ એક ઈમોશન્સની કહાની છે, જેને બોલ્ડ સીન્સ કમ્પ્લીટ કરે છે.

બોલ્ડ સીન્સ ઈમોશનલ ટચ દર્શાવે છે
વળી, દીપિકા સાથે ખુલીને રોમાન્સ કરનાર મૂળ બલિયાના રહેવાસી સિદ્ધાંત ચતુર્વેદીએ પણ કહ્યુ છે કે ફિલ્મમાં ઈંટીમેટ સીન્સ ભાવનાઓને વ્યક્ત કરે છે. જ્યારે લોકો ફિલ્મ જોશે ત્યારે તેમને સમજમાં આવશે કે એ સીન્સ કેમ રાખવામાં આવ્યા છે. તેમણે બત્રાની પ્રશંસા કરીને કહ્યુ કે તેમનુ કામ કરવાની તેમની અલગ સ્ટાઈલ છે. તેમની ફિલ્મમાં બોલ્ડ સીન્સ કોઈની સાથે ફિઝિકલ થવાને નહિ પરંત ઈમોશનલ ટચને દર્શાવે છે.

દીપિકા પાદુકોણનો હૉટ અને સિઝલિંગ અવતાર
સિદ્ધાંતે આગળ કહ્યુ કે જ્યારે તેને ખબર પડી કે ફિલ્મમાં તેની સાથે દીપિકા પાદુકોણ છે તો તે ખૂબ જ ખુશ થઈ ગયો હતો. તેને લાગ્યુ કે તેની હીરોઈન એ બનવા જઈ રહી છે કે જે પડદા પર શાહરુખ ખાન, રણવીર સિંહ, રણબીર કપૂર જેવા અભિનેતાઓની અભિનેત્રી રહી ચૂકી છે.
|
પહેલા ઈંટીમેટ સીન્સ વિશે કંઈ કહેવામાં આવ્યુ નહોતુ
જો કે સિદ્ધાંતે કહ્યુ કે જ્યારે તેને રોલ ઑફર કરવામાં આવ્યો ત્યારે તેને ઈંટીમેટ સીન્સ વિશે કંઈ કહેવામાં આવ્યુ નહોતુ. પરંતુ જ્યારે તે સેટ પર પહોંચ્યો અને સીન્સ વિશે જાણવા મળ્યુ તો તેને થોડો ગભરાઈ ગયો હતો કારણકે તેને લાગી રહ્યુ હતુ કે કાલે કોઈ એમ ના કહે કે એ દીપિકા સાથે કામ ન કરી શક્યો.
|
શકુન બત્રાએ દરેક વસ્તુને સરળ બનાવી દીધી
પરંતુ શકુન બત્રા સાથે કામ કરતી વખતે બધી ઝિઝક જતી રહી, એ કમાલના નિર્દેશક છે. તેમણે દરેક વસ્તુને સરળ બનાવી દીધા. મને લાગે છે કે લોકો પણ આ ફિલ્મ જોયા બાદ મારી વાતથી સંપૂર્ણપણે સંમત થશે.
સંબંધોના તાણાવાણાંની કહાની
ઉલ્લેખનીય છે કે ફિલ્મમાં દીપિકા-સિદ્ધાંત ઉપરાંત અનન્યા પાંડે અને ધૈર્ય કરવા પણ છે.ફિલ્મના ગીતોએ પણ લોકોનુ ધ્યાન પોતાનુ તરફ ખેંચ્યુ છે. ફિલ્મનુ નિર્માણ ધર્મા પ્રોડક્શને કર્યુ છે. ફિલ્મમાં સિદ્ધાંત ચતુર્વેદીએ અનન્યા પાંડેના ફિયાન્સનો રોલ પ્લે કર્યો છે પરંતુ તેનુ દિલ દીપિકા પર આવી જાય છે કે જે પહેલેથી પરિણીત છે. પછી શરુ થાય છે સંબંધોના તાણાવાણાંની કહાની, જેમાં જીત કોની થશે. એ ફિલ્મ જોયા પછી જ ખબર પડશે.












Click it and Unblock the Notifications
