નવેમ્બરમાં આ દિવસે સાત ફેરા ફરશે દીપિકા પાદુકોણ-રણવીર સિંહ
બોલિવુડના ‘રામ-લીલા’ અને ‘બાજીરાવ-મસ્તાની’ પોતાના સંબંધને એક સ્ટેપ આગળ લઈ જતા આ વર્ષે નવેમ્બરમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે.
અભિનેત્રી અનુષ્કા શર્મા અને સોનમ કપૂર બાદ હવે દીપિકા પાદુકોણ પણ જલ્દી લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. દીપિકા અને રણવીર સિંહ વર્ષના અંત સુધીમાં લગ્ન કરશે. બોલિવુડનું આ ફેમસ કપલ છેલ્લા 6 વર્ષથી એકબીજા સાથે છે અને હવે આ વર્ષે આ સંબંધને એક સ્ટેપ આગળ લઈ જઈ રહ્યા છે. એ સમાચાર તો પહેલા જ આવી ગયા હતા કે દીપિકા અને રણવીર મુંબઈમાં નહિ પરંતુ ઈટલીમાં લગ્ન કરશે. હવે બંનેના લગ્નની તારીખ પણ સામે આવી ગઈ છે.

તો નવેમ્બરમાં આ દિવસે થશે લગ્ન!
બોલિવુડના ‘રામ-લીલા' અને ‘બાજીરાવ-મસ્તાની' પોતાના સંબંધને એક સ્ટેપ આગળ લઈ જતા આ વર્ષે નવેમ્બરમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. ફિલ્મફેર અનુસાર બંનેના લગ્નની તારીખ પણ પાક્કી થઈ ગઈ છે. દીપિકા-રણવીર 20 નવેમ્બરે સાત ફેરા લેશે. કહેવામાં આવી રહ્યુ છે કે લગ્ન સમારંભ ઘણો પર્સનલ રહેશે. લગભગ 30 જણ આ લગ્નનો હિસ્સો બનશે.

ઈટલીમાં થસે વર્ષના સૌથી મોટા લગ્ન
દીપિકા અને રણવીર ‘વિરુષ્કા' ની રાહ પર ચાલીને લગ્ન કરશે. બંનેએ લગ્ન માટે ભારતના બદલે યુરોપ પસંદ કર્યુ છે અને ફિલ્મફેરની માનીએ તો આ લગ્ન પણ ઈટલીમાં થઈ શકે છે. છેલ્લા કેટલાક સમયમાં ઈટલી લગ્ન માટે બોલિવુડનું ટોપ ફેમસ ડેસ્ટીનેશન બનીને ઉભર્યુ છે. રાની મુખર્જી બાદ વિરાટ-અનુષ્કાએ આ સુંદર દેશમાં લગ્ન કર્યા અને હવે દીપિકા-રણવીર પણ ઈટલીમાં લગ્ન કરવા જઈ રહ્યા છે.

લગ્ન બાદ મુંબઈમાં થશે ગ્રાન્ડ રિસેપ્શન
વિરાટ-અનુષ્કાએ લગ્ન માટે ફ્લોરેન્સ, ટસ્કની પસંદ કર્યુ હતુ જ્યારે દીપિકા-રણવીર લોમ્બાર્ડીના લેક કોમોમાં લગ્ન કરશે. ઈટલીનું આ પૉશ ડેસ્ટીનેશન સુંદર પહાડો અને હર્યાભર્યા વાતાવરણ માટે જાણીતુ છે. નજીકમાં જ મોટી ઝીલના કારણે આ જગ્યા કોઈ પેઈન્ટિંગ જેવી લાગે છે. દીપિકા અને રણવીર બંને વિદેશમાં લગ્ન કરવા ઈચ્છતા હતા અને તેમણે આ જગ્યા પર મ્હોર મારી દીધી છે. લગ્ન બાદ બંને મુંબઈમાં મોટુ રિસેપ્શન આપશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
