Deepika Padukone Pregnancy Photoshoot : દીપિકા પાદુકોણે રણવીર સિંહ સાથે પ્રેગનન્સી ફોટોશૂટ કરાવ્યુ, જુઓ ફોટો
Deepika Padukone Pregnancy Photoshoot : બોલિવૂડની ટોચની અભિનેત્રી દીપિકા પાદુકોણ બહુ જલ્દી નવા મહેમાનને જન્મ આપવા જઈ રહી છે. હવે દીપિકાએ રણવીર સિંહ સાથે પ્રેગનન્સી ફોટોશૂટ કરાવ્યુ છે.
દીપિકા પાદુકોણ આ મહિનાના અંત સુધીમાં નવા મહેમાનને જન્મ આપી શકે છે. માં બનતા પહેલા દીપિકા પાદુકોણે તેના પ્રેગ્નન્સી ફોટોશૂટની તસવીરો શેર કરી છે.

દીપિકાના આ ફોટોમાં અભિનેત્રી તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી છે અને રણવીર સિંહ પણ તેની સાથે કિલર પોઝમાં જોવા મળ્યો.
તેના મોટા બેબી બમ્પને ફ્લોન્ટ કરતી અભિનેત્રીની રણવીર સિંહ સાથે જબરદસ્ત કેમેસ્ટ્રી જોવા મળે છે. દીપિકાનો નેચરલ પ્રેગ્નન્સી ગ્લો તેની તસવીરોને વધુ સુંદર બનાવી રહ્યો છે.
દીપિકા સાથેના ફોટામાં દેખાતા રણવીર સિંહના ચહેરા પર જલ્દી પિતા બનવાનો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. તેની ખુશી સ્પષ્ટપણે દર્શાવે છે કે તે પિતા બનવા માટે કેટલો ઉત્સાહી છે.
આ ફોટોશૂટમાં રણવીરની પ્રેમાળ નજર અને સહાયક હાજરી આ કપલના મજબૂત સંબંધોને દર્શાવે છે. તસવીરોમાં બંનેની સ્મિત તેમની નવી સફરની શરૂઆતમાં તેમનો ઉત્સાહ સ્પષ્ટ રીતે વ્યક્ત કરે છે.
દીપિકા અને રણવીરની આ તસવીરોએ ફેન્સ અને ફોલોઅર્સમાં ઉત્તેજના પેદા કરી છે, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના બાળકનું આગમન બોલિવૂડની સૌથી વધુ રાહ જોવાતી ક્ષણોમાંથી એક છે. જ્યાં એક તરફ કપલ પિતૃત્વની ખુશીમાં ડૂબી રહ્યું છે બીજી તરફ ચાહકો સતત કોમેન્ટ કરી રહ્યા છે.
દીપિકા અને રણવીર સિંહે આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં બંને હસતા અને પ્રાઈવેટ મોમેન્ટ એન્જોય કરતા જોવા મળે છે.












Click it and Unblock the Notifications
