દીપિકા પાદુકોણ જોડિયા બાળકોની મા બનવાની છે? મેટરનિટી ફોટોશૂટ જોઈ ફેન્સ કન્ફ્યુઝ, ફોટા વાયરલ
Deepika Padukone Maternity: દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ લગ્નના 6 વર્ષ પછી તેમના પ્રથમ બાળકનું સ્વાગત કરવાના છે. આ દરમિયાન અભિનેત્રીએ તેના મેટરનિટી ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. અભિનેત્રીએ ફોટામાં તેના બેબી બમ્પને ફ્લોન્ટ કર્યો.
દીપિકા પાદુકોણ પોતાની પ્રેગ્નેન્સીને લઈને ઘણા સમયથી ચર્ચામાં છે. હવે આ અભિનેત્રી થોડા જ દિવસોમાં માતા બનવા જઈ રહી છે. આ પહેલા તેણે પોતાનું મેટરનિટી ફોટોશૂટ કરાવ્યું હતું. જેની અભિનેત્રીએ બ્લેક થીમ રાખી છે. અભિનેત્રીએ આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ દરમિયાન રણવીર સિંહ પણ તેના પર પ્રેમ વરસાવતો જોવા મળ્યો હતો.

દીપિકા પાદુકોણની આ તસવીરોમાં તેનો બેબી બમ્પ સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે અને તેની સાથે અભિનેત્રીના ચહેરા પર પ્રેગ્નન્સીની ચમક જોઈ શકાય છે. ફોટામાં રણવીર સિંહના ચહેરા પર પિતા બનવાની ખુશી સ્પષ્ટ દેખાઈ રહી છે. આ કપલે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતાની સાથે જ વિવિધ અટકળો શરૂ થઈ ગઈ હતી.
એક તરફ ચાહકો દીપિકા પાદુકોણના પ્રેગ્નન્સી લૂકના વખાણ કરી રહ્યા છે. જ્યારે કેટલાકનું કહેવું છે કે અભિનેત્રી પુત્રને જન્મ આપશે. આ સિવાય કેટલાક ચાહકોએ દાવો કર્યો હતો કે અભિનેત્રી જોડિયા બાળકોને જન્મ આપી શકે છે. જોકે, આ તો દીપિકાની ડિલિવરી પછી જ ખબર પડશે. હાલમાં, ચાહકો અભિનેત્રીના પ્રેગ્નન્સી લુકના વખાણ કરી રહ્યા છે.
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્ન વર્ષ 2018માં થયા હતા. લગ્નના 6 વર્ષ બાદ દીપિકાએ ફેબ્રુઆરી 2024માં પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. આ પછી સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ હતી કે અભિનેત્રી સરોગસીની મદદથી માતા બનશે. જોકે, હવે તેણે પોતાના બેબી બમ્પની તસવીર શેર કરીને આ અફવાઓ પર પૂર્ણવિરામ મૂક્યું છે. રિપોર્ટસનુ માનીએ તો રણવીર અને દીપિકા 28 સપ્ટેમ્બરે તેમના પહેલા બાળકનું સ્વાગત કરશે. આ પછી અભિનેત્રી થોડા સમય માટે ફિલ્મોમાંથી બ્રેક લેશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
