Hot Scoop! દીપિકાનું લેટેસ્ટ ફોટોશૂટ & પદ્માવતીમાં સંજય દત્ત
પદ્માવતીમાં રાણીનો રોલ ભજવી રહેલ દીપિકા આગામી ફિલ્મમાં બનશે ગેંગસ્ટર. પદ્માવતીમાં સંજય દત્ત પણ કરી રહ્યાં છે કામ. દીપિકા પાદુકોણના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો અને તેની ફિલ્મો અંગે ચટપટી માહિતી મળશે અહીં.
દીપિકા પાદુકોણ એટ્રેક્ટિવ અને ટેલેન્ટેડ બોલિવૂડ એક્ટ્રેસ છે. તે જે રીતે દરેક સ્ટાયલ કૅરી કરે છે, એ સૌને પસંદ છે. એક એક્ટર તરીકે તેનો ગ્રોથ નોંધપાત્ર છે. દીપિકાને ઘણીવારે તેની સ્ટાયલ અને આઉટફિટ્સ માટે ટ્રોલ કરવામાં આવે છે. પરંતુ આ બધાથી તે પાછી પડતી નથી, ગાલા 2017 અને કાન્સ 2017માં પોતાના ડ્રેસિંગથી તેણે સૌને ચોંકાવી દીધા હતા. દીપિકાનું નવું ફોટોશૂટ પણ તેની ફેશન સેન્સના વખોડનારાને અચંબામાં મુકનારું છે.

All About You
થોડા દિવસો પહેલાં જ દીપિકાએ પોતાના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી હતી. ક્લોથિંગ લાઇન 'All About You From Deepika Pdukone' માટે કરાવેલ આ ફોટોશૂટમાં દીપિકા એકદમ અલગ અંદાજમાં જોવા મળી રહી છે.

દરેક આઉટફિટમાં સુપરહિટ
આ ફોટોશૂટમાં દીપિકા અલગ-અલગ પ્રકારના આઉટફિટ્સમાં જોવા મળે છે અને દરેકમાં તે એકદમ પરફેક્ટ લાગી રહી છે. દીપિકા પાદુકોણ પોતાની ફિટનેસનું ઘણું ધ્યાન રાખે છે અને સૌ માટે એક ઇન્સ્પિરેશન સમાન છે.

દીપિકા પાદુકોણ અને ઇરફાન ખાન
'પિકુ'ની દીપિકા અને ઇરફાન ખાનની જોડી તો સૌને યાદ જ હશે. વિશાલ ભારદ્વાજની આગામી ફિલ્મમાં દીપિકા ફરી ઇરફાન ખાન સાથે જોવા મળનાર છે. આ એક બાયોપિક ફિલ્મ છે, જે હુસૈન ઝૈદીના પુસ્તક 'માફિયા ક્વીન્સ ઓફ મુંબઇ' પર આધારિત છે.

ગેંગસ્ટરના રોલમાં દીપિકા
પ્રાપ્ત માહિતી અનુસાર, દીપિકા આ ફિલ્મમાં સપના દીદીનો રોલ ભજવતી જોવા મળશે. સપના દીદી ઉર્ફે રહીમા ખાન 80ના દાયકાની સૌથી ખતરનાક ફીમેલ ડોન મનાય છે. સૂત્રો અનુસાર, આ ફિલ્મમાં દીપિકા પાદુકોણના પ્રેમીના રોલમાં ઇરફાન ખાન જોવા મળનાર છે.

પહેલીવાર કરશે નેગેટિવ રોલ
જો બધું યોજના અનુસાર પાર પડ્યું તો દીપિકા પાદુકોણ પહેલીવાર મોટા પડદે નેગેટિવ પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ વર્ષ 2018માં શરૂ થશે અને ફિલ્મ ઓક્ટોબર 2018માં રિલીઝ કરવાની યોજના છે.

પદ્માવતી
હલ તો દીપિકા સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવતી'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મને લઇને શરૂઆતથી જ ઘણી કોન્ટ્રોવર્સિ થઇ છે. સૂત્રો અનુસાર, આ ફિલ્મનું 95 ટકા કામ પૂર્ણ થઇ ચૂક્યું છે અને ફિલ્મ નવેમ્બરમાં રીલિઝ થશે. જો કે, પિંકવિલાના અહેવાલો અનુસાર હવે આ ફિલ્મ એપ્રિલ, 2018માં રિલીઝ થશે.

'પદ્માવતી'માં સંજય દત્ત
આ અહેવાલ અનુસાર, ફિલ્મના પોસ્ટ-પ્રોડક્શનમાં પણ ઘણો સમય લાગે એમ છે, કેટલાક યુદ્ધના સિનમાં VFXનો ઉપયોગ કરવાનો છે. તો બીજી બાજુ ફિલ્મના કેટલાક મહત્વપૂર્ણ સિનનું શૂટિંગ હજુ પણ બાકી છે. આ સિનમાં શાહિદ કપૂર, દીપિકા, રણવીર અને સંજય દત્તના સિનનો સમાવેશ થાય છે. આ ફિલ્મમાં સંજય દત્ત રણવીરના પિતાના રોલમાં જોવા મળશે. તો બીજી બાજુ સંજય લીલા ભણસાલીની ટીમના સભ્યનું કેહવું છે કે, ફિલ્મ પોસ્ટપોન થઇ હોવાની ખબરો ખોટી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
