What? આ ટેનિસ સ્ટાર સાથે હતો દીપિકા પાદુકોણનો અફેર?
ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચ સાથે હતો દીપિકા પાદુકોણનો અફેર, નોવાકની એક્સ-ગર્લફ્રેન્ડે કર્યો ખુલાસો.
ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચના જીવનમા તેની એક્સ ગર્લફ્રેન્ડ અને સર્બિયન પોપ સ્ટાર નતાશા બેક્વાલાએ કરેલા ખુલાસાથી ધરતીકંપ આવ્યો છે અને આ વિવાદમાં બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણનું નામ પણ જોડાયું છે. નતાશાએ જણાવ્યું છે કે, નોવાક અને દીપિકાનો સિક્રેટ અફેર હતો અને આ કંઇ બહુ જૂની વાત નથી. આ વર્ષ 2016ની જ વાત છે.

દીપિકા અને નોવાક
વર્ષ 2016માં દીપિકા અને નોવાકે લોસ એન્જલસના એક રેસ્ટોરન્ટમાં ડિનર લીધું હતું અને ત્યાર બાદ એક જ કારમાં સાથે નીકળ્યાં હતા. ત્યારે આ બંન્ને વચ્ચે અફેરની વાતો ચગી હતી. નોવાકનું નામ ભૂતકાળમાં પણ અનેક મહિલાઓ સાથે જોડાઇ ચૂક્યું છે.

પરિણીત છે નોવાક
વર્ષ 2014માં નોવાકે જેલેના સાથે લગ્ન કર્યા હતા અને હાલ આ કપલ પોતાનું બીજું બાળક એક્સપેક્ટ કરી રહ્યું છે. એવામાં નતાશાના આ ખુલાસાથી સૌ આશ્ચર્યચકિત છે. નતાશાએ એમ પણ કહ્યું હતું કે, જો નોવાક દીપિકા સાથે રહ્યો હતો તો વધુ ખુશ હોત.

વેસ્ટર્ન મીડિયામાં ગોસિપ
નોવાક અને દીપિકાની આ સિક્રેટ રોમાન્ટિક ડેટને વેસ્ટર્ન મીડિયામાં ખૂબ મહત્વ મળ્યું હતું અને દરેક અખબાર અને મેગેઝિનમાં આ બંન્નેના નામની ચર્ચા થઇ હતી. લોસ એન્જલસમા ડિનર બાદ બંન્ને એક જ ગાડીમાં પરત ફર્યા હતા.

નોવાક-દીપિકા તરફથી કોઇ જવાબ નહીં
દીપિકા પાદુકોણ લગભગ છેલ્લા ત્રણ વર્ષથી રણવીર સિંહ સાથે છે અને નોવાકના વર્ષ 2014માં લગ્ન થઇ ચૂક્યાં છે. એવામાં જો આ વાત સાચી હોય તો ખરેખર બંન્નેના જીવનમાં ઘણો મોટો ધરતીકંપ આવી શકે છે. જો કે, આ અંગે નોવાક કે દીપિકા તરફથી કોઇ સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું નથી.

મુસીબતમાં નોવાકનું લગ્નજીવન
નોવાક અને દીપિકા વચ્ચે અફેર હોવાની નતાશાની વાતોમાં કેટલું તથ્ય છે, એ તો એ જ જાણે. પરંતુ નોવાકનું લગ્નજીવન હાલ ચોક્કસ મુશ્કેલીમાં છે. મીડિયાના અહેવાલો અનુસાર, છેલ્લા 18 મહિનાથી નોવાક અને તેની પત્ની જેલેના વચ્ચે પ્રોબ્લેમ્સ વધતી જ જાય છે. એવામાં નતાશાના ખુલાસાએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું હોય તો નવાઇ નહીં. આ ખબર સાંભળી રણવીર સિંહ કઇ રીતે રિએક્ટ કરે છે, એ જોવાનું રહેશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
