દીપિકા પાદુકોણના એક્સ BF સાથે લગ્ન કરશે આ હિટ સિંગર, કપિલના શોમાં થયો ખુલાસો !
દીપિકા પાદુકોણ એક વાર ફરી લગ્નના સમાચારને કારણે ચર્ચામાં છે. પરંતુ આ વખતે તેઓ એક્સ બોયફ્રેન્ડના લગ્નને લઈ ચર્ચામાં છે.
દીપિકા પાદુકોણ એક વાર ફરી લગ્નના સમાચારને કારણે ચર્ચામાં છે. પરંતુ આ વખતે તેઓ એક્સ બોયફ્રેન્ડના લગ્નને લઈ ચર્ચામાં છે. દીપિકાનો એક્સ બોયફ્રેન્ડ નિહાર પંડ્યા ટૂંક સમયમાં સુપરહિટ સિંગર સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. નિહાર અને દીપિકાના સંબંધો બોલીવુડનો ભાગ બનતા પહેલાના છે. દીપિકા હિટ હિરોઈન બની તે પહેલા બંને એકબીજાને 3 વર્ષ સુધી ડેટ કરી ચૂક્યા છે.
નિહારે તાજેતરમાં જ મણિકર્ણિકા દ્વારા બોલીવુડમાં ડેબ્યુ કર્યો છે. ધ કપિલ શર્મા શોમાં નિહારે પોતાના લગ્ન અંગે ખુલાસો કર્યો છે. નિહાર આ શોમાં સિંગર નીતિ મોહન સાથે આવ્યા હતા. બંને એકબીજાને 4 વર્ષથી ડેટ કરી રહ્યા છે. નિહાર અને નીતિ ફેબ્રુઆરી 2019માં લગ્ન કરી શકે છે.
આ પણ વાંચો: જો કંગના ફિલ્મ ડાયરેક્ટ કરશે એવું ખબર હોત તો ફિલ્મ નહીં કરતી
આ લગ્નમાં પરિવારના અંગત લોકો જ હાર રહેશે. રિસેપ્શન પર આખા બોલીવુડને આમંત્રણ આપશે. તમને જણાવી દઈએ કે જબ તક હૈ જાનના ગીત જિયા રે બાદ નીતિ મોહન લોકપ્રિય થઈ હતી. તે સ્ટુડન્ટ ઓફ ધી યરનું ઈશ્ક વાલા લવ અને દીપિકાની ફિલ્મ પદ્માવતનું ગીત નૈનોં વાલે પણ ગાઈ ચૂકી છે.
અહીં જુઓ દીપિકા પાદુકોણના બોયફ્રેન્ડની લાંબી યાદી અને ફોટો....

દીપિકા અને નિહાર
2005માં દીપિકા અને નિહાર એક્ટિંગ સ્કૂલમાં મળ્યા હતા. પરંતુ 3 વર્ષના સંબંધો બાદ દીપિકાએ બ્રેક અપ કરી લીધું હતું.

દીપિકા અને સિદ્ધાર્થ
દીપિકાની જિંદગીમાં સિદ્ધાર્થ માલ્યાની પણ એન્ટ્રી થઈ. IPLની મેચ દરમિયાન બંનેના સંબંધો જગજાહેર હતા. પરંતુ દીપિકા લાંબા સમય સુધી આ સંબંધો ન સાચવી શકી.

દીપિકા અને ઉપેન પટેલ
થોડા સમય માટે દીપિકા અને ઉપેન પટેલ વચ્ચે પણ ગાઢ સંબંધો હોવાની અફવા ચાલી હતી.

દીપિકા અને રણબીર કપૂર
બાદમાં દીપિકાએ કરિયર પર ધ્યાન આપ્યું. બચના એ હસીનોના સેટ પર દીપિકા રણબીર કપૂરને મળી. પછી બંને વચ્ચે પહેલા મિત્રતા અને પછી પ્રેમ સંબંધ બંધાયો.

રણબીર અને દીપિકાનો સંબંધ
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે રણબીરે દીપિકાને એક એવોર્ડ ફંક્શન દરમિયાન પ્રપોઝ કરી હતી. બંને લગભગ 3 વર્ષ સાથે રહ્યા. બંને લગ્ન કરવાના હતા, પરંતુ તે શક્ય ન બન્યું અને દીપિકા ડિપ્રેશનનો શિકાર બની.

યુવરાજ સિંહ સાથે
તમને એ જાણીને આશ્ચર્ય થશે કે ક્રિકેટર યુવરાજ સિંહ પણ થોડા સમય માટે દીપિકાને ડેટ કરી ચૂક્યા છે.

રણવીર અને દીપિકા
સંજય લીલા ભણસાલીની ગોલિયોં કી રાસલીલાઃ રામલીલાના સેટ પર રણવીર સિંહ અને દીપિકા એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. 6 વર્ષના અફેર બાદ બંનેએ નવેમ્બર 2018માં ઈટાલીના લેક કોમોમાં લગ્ન કર્યા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
