Deepika B'day Spcl : જુઓ દીપિકા-રણવીરની રીયલ લાઇફ રોમાંટિક પળો!
મુંબઈ, 5 જાન્યુઆરી : ઓહ... ભુલી ગયાં? આજે 5મી જાન્યુઆરી છે ભાઈ.... આપણી દીપ્સનો જન્મ દિવસ. હા જી, પૂરા 29 વર્ષની થઈ ગઈ તમારી દીપિકા પાદુકોણે. ઓમ શાંતિ ઓમ અને શાહરુખ ખાનથી લઈ ફાઇંડિંગ ફૅની અને હૅપ્પી ન્યુ ઈયર અને શાહરુખ ખાન સુધીની મજલ કાપી ટુંકા ગાળામાં જ મોટી નામના મેળવી લેનાર દીપિકા પાદુકોણે આજે પોતાનો જન્મ દિવસ ઉજવી રહ્યા છે.
પરંતુ દીપિકાની ફિલ્મો વિશે તો કહેવામાં બાકી શું રહી ગયું છે. દીપિકા તો આજકાલ પોતાના અફૅર અંગે વધુ ચર્ચામાં છે. નો ડાઉટ તેમની ફિલ્મોની પણ ચર્ચા તો થાય જ છે અને ફિલ્મોની સફળતા તથા તેમના કામની પણ ચર્ચાઓ થાય જ છે, પરંતુ તેના કરતા લોકોને વધુ રસ તો દીપિકાના લવ અફૅર્સમાં છે અને સૌ જાણે જ છે કે આજકાલ દીપિકા પાદુકોણે રણવીર સિંહના રોમાંસમાં ગિરફ્તાર છે.
રામલીલા ફિલ્મથી શરૂ થયેલ દીપિકા-રણવીરનો રોમાંસ ફાઇંડિંગ ફૅની સુધી એટલે કે રીલ લાઇફમાં જ નહીં, પણ રીયલ લાઇફમાં પણ સતત જળવાયેલો છે અને આજે ચૌરે ને ચૌટે ચર્ચા તથા આકર્ષણનો કેન્દ્ર બની રહ્યો છે. કોઈ પણ ઇવેંટ હોય કે વૅકેશન હોય કે પ્રસંગ હોય, આ રોમાંટિક જોડી સાથે-સાથે દેખાતી રહે છે. જોકે બંનેએ આજ સુધી પોતાની રિલેશનશિપ અંગે ક્યારેય જાહેરમાં કોઈ ખુલાસો કર્યો નથી.
ચાલો તો આજે દીપિકાના જન્મ દિવસ પ્રસંગે આપને બતાવીએ તેમની રણવીર સિંહ સાથેની રીયલ લાઇફ રોમાંટિક મોમેંટ્સ :

હગ ટાઇમ
રામ લીલા ફિલ્મની સક્સેસ પાર્ટીની કૅન્ડિડ તસવીર કે જેમાં દીપિકા-રણવીર એક-બીજાને ભેંટી પડ્યા હતાં.

સરપ્રાઇઝ વિઝિટ
આ તસવીર છે ચેન્નઈ એક્સપ્રેસના સેટ પરની કે જ્યારે રણવીર સિંહ અચાનક જ પોતાના પ્રેમિકા દીપિકાને મળવા પહોંચી ગયા હતાં.

રજા-મજાનો મૂડ
આ તસવીર દુબઈની છે. દીપિકા પોતાના પિતા સાથે ત્યાં ગયા હતાં અને રણવીર પણ અચાનક તેમની પાછળ ત્યાં પહોંચી ગયા હતાં.

કિસિંગ ટાઇમ
એક પાર્ટી દરમિયાન દીપિકાને કિસ કરતાં રણવીર.

બિહાઇંડ ધ સીન
રામ લીલા ફિલ્મના શૂટિંગ દરમિયાનની એક તસવીર કે જેમાં દીપિકા-રણવીર ફન્ની મૂડમાં દેખાય છે.

ઉમ્મ...
રામલીલા ફિલ્મના સ્ક્રીનિંગ દરમિયાન રણવીર-દીપિકા આમ એક-બીજાને ભેંટી પડ્યા હતાં.

પાર્ટી ટાઇમ
આ તસવીર ત્યારે ઝડપાઈ કે જ્યારે દીપિકા-રણવીર દુબઈમાં પાર્ટી કરતા હતાં.

પરફેક્ટ લવ બર્ડ્સ
દીપિકા પાદુકોણે અને રણવીર કિસિંગ-ટૉકિંગ કરતા જણાય છે. આ તસવીર પણ ખૂબ જ વાયરલ થઈ હતી.

પ્રેમનું પ્રદર્શન
એક ટેલીવિઝન શોના સેટ પર રણવીર-દીપિકા ખુલ્લેઆમ પ્રેમનું પ્રદર્શન કરતા જોઈ શકાય છે.

રીલ ક્યારે બદલાશે રીયલમાં?
આ તસવીર દીપિકા પાદુકોણેની ગત વર્ષે આવેલી ફિલ્મ ફાઇંડિંગ ફૅનીની છે. આ તસવીર સાથે મીડિયાએ ખૂબ જ ચટાકેદાર સમાચારો છાપ્યા હતાં કે દીપિકા-રણવીરે લગ્ન કરી લીધાં, પરંતુ તસવીર ફિલ્મની હતી. જોકે ફૅન્સને ઇંતેજાર તો છે જ આ રીલ પિક્સ ક્યારે રીયલ પિક્સમાં ફેરવાશે?
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
