તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયા બેનની થવા જઇ રહી છે વાપસી, જાણો ક્યારે કરશે કમબેક
ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દેશભરમાં ઘણો લોકપ્રિય છે. આ દિવસોમાં શોનો ખરાબ સમય ચાલી રહ્યો હોય તેવુ લાગી રહ્યું છે. શો ના સૌથી પ્રિય પાત્રો એક પછી એક શો છોડીને જઇ રહ્યા છે, જેના કારણે હવે મેકર્સ ફેન્સ માટે એક મોટું
ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દેશભરમાં ઘણો લોકપ્રિય છે. આ દિવસોમાં શોનો ખરાબ સમય ચાલી રહ્યો હોય તેવુ લાગી રહ્યું છે. શો ના સૌથી પ્રિય પાત્રો એક પછી એક શો છોડીને જઇ રહ્યા છે, જેના કારણે હવે મેકર્સ ફેન્સ માટે એક મોટું સરપ્રાઈઝ લઈને આવી રહ્યા છે. હવે આ સરપ્રાઈઝ શું છે એ જાણ્યા પછી તમે પણ આનંદથી ઉછળી જશો. ચાલો તમને જણાવીએ કે આખરે આ સરપ્રાઇઝ શું છે?

દયા બેનની થશે વાપસી
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતાઓએ નક્કી કર્યું છે કે આ વખતે તેઓ દર્શકો માટે દિવાળીની ભેટ લાવશે. સુત્રો દ્વારા જાણકારી મળી છેકે શોમાં દયાબેનની એન્ટ્રી થવાની છે. ઉલ્લેખનિય છેકે છેલ્લા 3 વર્ષથી દયા બેન આ શોમાંથી ગાયબ છે. હવે ટૂંક સમયમાં જ દિશા વાકાણી ઉર્ફે દયા બેન દ્વારા આ શોમાં ફરીથી દયાબેનના પાત્રને જોવાની તક મળી શકે છે.

નિર્માતાઓએ દિશા વાકાણીનો કર્યો સંપર્ક
એક રિપોર્ટ્સ અનુસાર નિર્માતાઓ ફરી એકવાર દયાબેનને શોમાં લાવવા માટે તેમની સાથે વાતચીત કરી રહ્યા છે. તેમણે દયા બેનને શો માટે ઓફર આપી છે, જો અભિનેત્રી આ ઓફર સ્વીકારશે તો ટૂંક સમયમાં જ શોમાં દયાબેનનું પાત્ર ફરી જોવા મળશે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મેકર્સે અભિનેત્રીને માત્ર 2 મહિનાનો સમય આપ્યો છે અને જો દિશા વાકાણી જવાબ નહીં આપે તો મેકર્સ તેની જગ્યાએ બીજી દયાબેનને લાવશે.

નિર્માતા 5 વર્ષથી કરી રહ્યા છે ઇંતજાર
દાવો કરવામાં આવી રહ્યો છેકે નિર્માતાઓએ દયાબેનને શોમાં લાવવા માટે 5 વર્ષ લાંબી રાહ જોઈ હતી કારણ કે તેઓ દિશા વાકાણીને પરત લાવવા માંગે છે. શોમાં દયાબેનને જોવા માટે ચાહકોએ હજુ બે મહિના રાહ જોવી પડશે. જો દિશા આ ઓફર સ્વીકારી લેશે તો તેના પરત ફરવાના સમાચાર સાંભળીને ચાહકો ખુશ ખુશાલ થઇ જશે.

આ કારણે દિશા વાકાણીએ શોમાંથી લીધો હતો બ્રેક
તમને જણાવી દઈએ કે દિશા વાકાણીએ વર્ષ 2017માં શોમાંથી બ્રેક લીધો હતો. તે સમયે દિશાએ પુત્રીને જન્મ આપ્યો હતો. લગભગ 5 વર્ષથી ચાહકો રાહ જોઈ રહ્યા હતા કે આખરે દયાબેન ક્યારે શોમાં પાછા ફરશે. તમને જણાવી દઈએ કે માત્ર ફેન્સ જ નહીં પરંતુ શોના મેકર્સ પણ ઈચ્છે છે કે દિશા વાકાણી દયા બેન બની શોમાં પરત આવે.
શૈલેશ લોઢાએ પણ છોડ્યો શો
તમને જણાવી દઈએ કે આ સમય દરમિયાન ઘણા મોટા પાત્રોએ શો છોડી દીધો છે. તાજેતરમાં તારક મહેતાનું પાત્ર ભજવતા શૈલેષ લોઢાએ પણ શો છોડી દીધો છે અને તેમને રિપ્લેસ કરવામાં આવ્યા છે. શૈલેષ લોઢાની જગ્યાએ સચિન શ્રોફને કાસ્ટ કરવામાં આવ્યા છે, જેના કારણે ફેન્સ બિલકુલ ખુશ નથી. હવે આ બધું જોઈને મેકર્સે દિશા વાકાણીને શોમાં લાવવાનો નિર્ણય કર્યો છે. હમ સબકી દયાબેન શોમાં ક્યારે વાપસી કરશે તે જોવાનું રહેશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
