દબંગને આંબશે દબંગ 2, પણ ટાઇગરને નહીં
મુંબઈ, 19 ડિસેમ્બર : બૉક્સ ઑફિસે સલમાન ખાનનો જાદુ અત્યારથી જ ચાલવા લાગ્યો છે. સૌ કોઈ આ ફિલ્મનો ઇંતેજાર કરી રહ્યાં છે, પરંતુ સૌને એ જાણવાની ઉત્સુકતા છે કે શું સલમાન ખાનની દબંગ 2 ફિલ્મ ઈદે રિલીઝ થયેલ એક થા ટાઇગરનો રેકૉર્ડ તોડી બૉક્સ ઑફિસે એક ઇતિહાસ સર્જશે? ક્રિસમસ તેમજ નવા વર્ષે સલમાન તરફથી તેમના ફૅન્સ માટે આ એક ઉપહાર છે. સૌ ઇચ્છે છે કે આ ફિલ્મ એક થા ટાઇગરની સાથે-સાથે દબંગનો રેકૉર્ડ પણ તોડે.

આપની માહિતી માટે બતાવી દઇએ કે વર્ષ 2010માં રિલીઝ થયેલ ફિલ્મ દબંગે ઇન્ડિયન બૉક્સ ઑફિસે અનેક નવા રેકૉર્ડ સ્થાપ્યા હતાં. સાથે જ સલમાનની આ વર્ષે ઈદ પ્રસંગે 10મી ઑગસ્ટે રિલીઝ થયેલ એક થા ટાઇગર ફિલ્મે પણ અનેક રેકૉર્ડતોડ્યા હતાં અને નવા રેકૉર્ડ બનાવ્યા હતાં. આ ફિલ્મ અત્યાર સુધીની સૌથી વહેલા 50 કરોડ તથા 100 કરોડની કમાણી કરનાર ફિલ્મ, પ્રથમ જ દિવસે સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ, આ વર્ષ 2012ની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ તથા ઇન્ડિયન સિનેમાની અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર બજી ફિલ્મ છે. હવે શું આ રેકૉર્ડ્સ સલમાનની આવનાર ફિલ્મ દબંગ 2 તોડી શકશે?
દબંગ ફિલ્મ 10મી સપ્ટેમ્બર, 2010ના રોજ રિલીઝ થઈ હતી. તે ભારતમાં 1800 તથા ઓવરસીઝમાં 300 સ્ક્રીન્સ પર રિલીઝ કરાઈ હતી. પછી આ વર્ષે એક થા ટાઇગર ઇન્ડિયામાં 3300 તેમજ ઓવરસીઝમાં 550 સ્ક્રીન્સ પર રિલીઝ કરાઈ. હવે દબંગ 2 ફિલ્મ ભારતમાં 3000 અને ઓવરસીઝમાં 450 સ્ક્રીન્સ પર રિલીઝ થવા જઈ રહી છે. આ હિસાબે અત્યાર સુધી દબંગ 2 ફિલ્મે દબંગનો રેકૉર્ડ તો લગભગ તોડી જ નાંખ્યો છે, પરંતુ એક થા ટાઇગરના રેકૉર્ડ તોડવામાં તેને અત્યાર સુધી સફળતા મળી નથી.
દબંગ ફિલ્મ એમ તો એક બ્રાન્ડ છે અને આ બ્રાન્ડના નામે દબંગ 2 પણ જરૂર ચાલશે, પરંતુ ટ્રેડ એક્સપર્ટનું માનવું છે કે દબંગ 2 અંગે લોકોનો ક્રેઝ ઓછો થઈ ચુક્યો છે. તેનું પ્રમોશન પણ ખૂબ નથી કરાઈ રહ્યું. સલમાનની ફિલ્મ એક થા ટાઇગરનું જે રીતે પ્રમોશન કરાયુ હતું, તેના પ્રમાણમાં દબંગ 2નું પ્રમોશન ફીકું છે. સાથે જ ટ્રેડ એનાલિસ્ટનું માનવું છે કે દબંગ 2 એક થા ટાઇગરનો પ્રથમ દિવસનો રેકૉર્ડ નહીં તોડી શકે, પરંતુ બૉક્સ ઑફિસે તે 100 કરોડનો બિઝનેસ જરૂર કરી શકશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
