સલમાન 23 વરસ પછી કરશે ક્રિસમસ ધડાકો
મુંબઈ, 21 નવેમ્બર : બૉલીવુડની બૉક્સ ઑફિસે જો કોઈએ હૅટ્રિક મારી હોય, તો તે છે ફિલ્મી દુનિયાનો ટાઇગર એટલે કે સલમાન ખાન. દબંગ, બૉડીગાર્ડ તેમજ એક થા ટાઇગર ફિલ્મોની સફળતાથી ખુશ સલમાન મિયા આ વખતે ક્રિસમસ ધડાકો કરવા જઈ રહ્યાં છે.

હકીકતમાં સલમાનની બહુચર્ચિત ફિલ્મ દબંગ 2 આ વર્ષે ક્રિસમસ પ્રસંગે રિલીઝ થશે એટલે કે 21મી ડિસેમ્બરે. આપને જણાવી દઇએ કે એવું 23 વરસ બાદ થશે. 1989માં સલમાન ખાનની પ્રથમ ફિલ્મ મૈંને પ્યાર કિયા ક્રિસમસ પ્રસંગે રિલીઝ થઈ હતી. આ ફિલ્મ સફળતાનો એવો ઇતિહાસ લખ્યો કે જે લખવું દરેકના વશની વાત નથી. તેથી એવી આશા સેવાઈ રહી છે કે સલમાનની દબંગ 2 પણ જોરદાર હિટ થશે. મૈંને પ્યાર કિયા ફિલ્મમાં સલમાનના અભિનેત્રી ભાગ્યશ્રી હતાં.
સલમાન ખાનની છેલ્લી લગભગ તમામ હિટ ફિલ્મો ઈદ પ્રસંગે રિલીઝ થઈ છે. તેથી ઈદ પ્રસંગે સલમાન ઉપરાંત અન્ય કોઈ મોટા અભિનેતાની ફિલ્મ છેલ્લા કેટલાંક વર્ષોથી રિલીઝ થતી નથી, પરંતુ આ વખતે સલમાન ખાને ઈદના સ્થાને ક્રિસમસની પસંદગી કરી છે.
જોકે આવતા વર્ષે ઈદ પ્રસંગે તેમની હોમ પ્રોડક્શનની ફિલ્મ શેર ખાન રિલીઝ થશે. જોઇે કે આ વખતે ક્રિસમસ સલમાન માટે શું મૅસેજ લઈને આવે છે. દબંગ 2ના નિર્માતા અરબાઝ ખાન છે. જો ફિલ્મ હિટ થાય, તો સલમાન 23 વરસ અગાઉ રચેલ ઇતિહાસ દોહરાવશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
