અક્ષય કુમારની મુસીબતો વધી, કોર્ટે નોટિસ જાહેર કરી- જાણો મામલો

અક્ષય કુમારની મુસીબતો વધી, કોર્ટે નોટિસ જાહેર કરી- જાણો મામલો

મધ્ય પ્રદેશમાં કટનીની એક અદાલતે અક્ષય કુમાર સામે નોટિસ જાહેર કરી છે. આ નોટિસ તેમણે તેમની પાંચ વર્ષ પહેલા આવેલી ફિલ્મ રુસ્તમને કારણે થમાવવામાં આવી છે. જણાવી દઈએ કે ફિલ્મ રૂસ્તમ માં એક સીનમાં વકીલોને બેશર્મ કહેવામાં આવ્યા હતા, જેને લઈ કટની નિવાસી અધિવક્તા મનોજ ગુપ્તાએ અદાલતમાં અરજી દાખલ કરી છે.

અક્ષય કુમાર સાથે અન્ય લોકોનું નામ પણ ફરિયાદમાં નોંધાયું છે. જેમ કે જી એન્ટરટેઈનમેન્ટ ઈન્ટરપ્રાઈજીસ લિમિટેડના ચેરમેન સુભાષ ચંદ્રા, ફિલ્મ ડાયરેક્ટર ટીનૂ સુરેશ દેસાઈ, ફિલ્મ કલાકાર અનંગ દેસાઈ, સિટી પ્રાઈડ સિનેમા હૉલ સિટી મૉલના માલિક સુરેશ ગુપ્તા વગેરે.

ઉલ્લેખનીય છે કે અક્ષય કુમાર આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મને પગલે વ્યસ્ત ચાલી રહ્યા છે. હાલમાં જ તેમણે અતરંગી રે, બેલ બૉટમ જેવી ફિલ્મોની રિલીઝ ડેટનું એલાન કર્યું. જ્યારે દિવાળી પર પૃથ્વીરાજ જેવી ફિલ્મને લઈને આવી રહ્યા છે.

કયો સીન છે

કયો સીન છે

અરજદારનો આરોપ છે કે અક્ષય કુમાર સ્ટારર રૂસ્તમ ફિલ્મમાં હીરો વકીલો માટે બેશરમ શબ્દનો ઉપયોગ કરે છે. આ સીનને લઈ એમપીના કટનીમાં આ મામલો નોંધવામાં આવ્યો છે.

10 માર્ચે હાજર થશે

10 માર્ચે હાજર થશે

કટનીની અદાલતથી જાહેર થયેલ આ નોટિસમાં અક્ષય કુમાર અને અન્ય લોકોને 10 માર્ચ 2021ના રોજ હાજર કરવા માટે કહેવામાં આવ્યું છે.

ફિલ્મ રૂસ્તમ

ફિલ્મ રૂસ્તમ

વર્ષ 2016માં ફિલ્મ રૂસ્તમ રિલીઝ થઈ હતી. જેમાં અક્ષય કુમાર ઉપરાંત ઈલિયાના ડિક્રૂઝ અને ઈશા ગુપ્તા જેવા મલ્ટીસ્ટારર જોવા મળ્યા હતા. ફિલ્મ એક નેવી ઑફિસરની પ્રેમ કહાની દર્શાવે છે.

શાનદાર બિઝનેસ કર્યો હતો

શાનદાર બિઝનેસ કર્યો હતો

અક્ષય કુમારની આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર હિટ સાબિત થઈ હતી જેના ગીતથી લઈ કમાણીએ બધાને ચોંકાવી દીધા હતા. પરંતુ આ ફિલ્મ રિલીઝ થયાના 5 વર્ષ બાદ અક્ષય કુમાર માટે મુસીબત ઉભી થતી જોવા મળી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X