Pics : છઠીએ ટકરાશે પિતરાઈ બહેનો પ્રિયંકા-પરિણીતી
મુંબઈ, 24 ઑગસ્ટ : આગામી 6ઠી સપ્ટેમ્બર બૉલીવુડની બે પિતરાઈ બહેન અભિનેત્રીઓ માટે મહત્વની તારીખ છે. બંને પિતરાઈ બહેનોની મહત્વની ફિલ્મો એક જ દિવસે બૉક્સ ઑફિસે હિટ કરી રહી છે. એમ તો બંને વચ્ચે ક્યારેય કોઈ સ્પર્ધા થઈ નથી, પણ બૉક્સ ઑફિસે આ બંને વચ્ચે અનાયાસે ટકરાવ ઊભો થયો છે.
હા જી, અમે વાત કરી રહ્યાં છીએ પ્રિયંકા ચોપરા અને પરિણીતી ચોપરા વિશે. બૉલીવુડમાં પ્રિયંકા ચોપરા એક સ્થાપિત અને પોતાની જાતને સાબિત કરી ચુકેલા અભિનેત્રી છે, તો ઇશકઝાદે ફિલ્મ દ્વારા પદાર્પણ કરનાર પરિણીતી ચોપરાએ પણ બૉલીવુડમાં મહત્વનો મુકામ હાસલ કર્યો છે.
હવે વાત ટકરાવની. પ્રિયંકા-પરિણીતી એમ તો રૂપેરી પડદે ક્યારેય એક સાથે નથી આવ્યાં અને ફિલ્મી કૅરિયર દરમિયાન પણ બંને વચ્ચે કોઈ ટકરાવ ઊભો નથી થયો, પણ આ બંને વચ્ચે અનાયાસે જ 6ઠી સપ્ટેમ્બર ટકરાવની તિથિ બનીને ઉપસી આવી છે. કારણ છે બંનેની ફિલ્મો એક જ દિવસે રિલીઝ થઈ રહી છે.
પ્રિયંકા ચોપરા અને રામચરણ તેજા અભિનીત ઝંજીર તથા પરિણીતી ચોપરા, સુશાંત સિંહ રાજપૂત તેમજ વાણી કપૂર અભિનીત શુદ્ધ દેસી રોમાંસ 6ઠી સપ્ટેમ્બરે એક જ દિવસે રિલીઝ થઈ રહી છે. અમિતાભ બચ્ચન અભિનીત ઝંજીરની રીમેક અપૂર્વ લાખિયાએ બનાવી છે, તો શુદ્ધ દેસી રોમાંસ વાયઆરએફની ફિલ્મ છે.
આવો તસવીરો સાથે જાણીએ પ્રિયંકા-પરિણીતી વચ્ચેની ટક્કકરની વધુ વિગતો :

રીમેક ફિલ્મ છે ઝંજીર
ફિલ્મ ઝંજીર માટેનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. ઝંજીર 1973માં આવેલી ફિલ્મની રીમેક છે.

રામ ચરણ તેજા-પ્રિયંકા
ઝંજીર ફિલ્મમાં રામ ચરણ તેજા અને પ્રિયંકા ચોપરા લીડ રોલમાં છે. ફિલ્મમાં બંને પોલીસની ભૂમિકામાં છે.

પ્રિયંકાનું આયટમ સૉંગ
પ્રિયંકા ચોપરા હવે પિંકી હૈ દિલવાલોં કી... આયટમ સૉંગ કરતાં નજરે પડી રહ્યાં છે.

અપૂર્વ લાખિયાની ઝંજીર
અપૂર્વ લાખિયા દિગ્દર્શિત ઝંજીર ફિલ્માં રામ તનેજા અને સંજય દત્ત પણ છે. આ ગીતને જાણીતા કોરિયોગ્રાફર ગણેશ આચાર્યે કોરિયોગ્રાફ કર્યું છે. આ ફિલ્મ અમિતાભ બચ્ચનની ઝંજીર ફિલ્મની રીમેક છે.

પરિણીતી-સુશાંત
પરિણીતી-સુશાંત પહેલી વાર એક સાથે કામ કરી રહ્યાં છે. પરિણીતી અત્યાર સુધી માત્ર એક ફિલ્મ ઇશકઝાદે દ્વારા પોતાની ઓળખ સ્થાપિત કરી ચુક્યાં છે, તો સુશાંતે પણ કાઇ પો છે દ્વારા પોતાની ઓળખ સ્થાપિત કરી છે.

બહેતરીન જોડી
ટ્રેલરમાં પરિણીતી-સુશાંતના રોમાંટિક અને કિસિંગ સીન્સ છે. બંનેની જોડી પણ બહેતરીન લાગી રહી છે.

લિવ ઇન બૉય ફ્રેન્ડ
ટ્રેલરમાં સુશાંતને પરિણીતીનો લિવ ઇન બૉય ફ્રેન્ડ દર્શાવાયાં છે. બંને એક જ ઘરમાં સાથે રહે છે અને પ્રેમ પણ કરે છે, પરંતુ બંને વચ્ચે કોઈ કમિટમેંટ નથી.

માહી-વાણી
ઝંજીરમાં એક બાજુ માહી ગિલ છે, તો શુદ્ધ દેસી રોમાંસ ફિલ્મમાં વાણી કપૂર છે.

છઠીએ ટક્કર
પિતરાઈ બહેનો પ્રિયંકા ચોપરા અને પરિણીતી ચોપરા વચ્ચે હવે છઠી સપ્ટેમ્બરે ટક્કર થશે. બંનેની ફિલ્મો એક જ દિવસે રિલીઝ થઈ રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
