રાજ-સિમરનની લવ-સ્ટોરીની યાદ અપાવશે ‘જબ તક હૈ જાઁ’
અમદાવાદ. 10 સપ્ટેમ્બર: શાહરુખ ખાનનું નામ પડતા જ સૌપ્રથમ આંખોની સામે ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' (ડીડીએલજે) ના મસ્તીખોર અને પોતાના પ્રેમ માટે કઈં પણ કરી છુટનાર રાજની તસવીર ઉપસી આવે છે. હવે ઘણાં વર્ષો પછી શાહરુખ ખાન ફરી એક વાર પોતાના તે જ જુના રોમેંટિક રોલમાં નજરે ચડશે પોતાની નવી ફિલ્મ ‘જબ તક હૈ જાઁ' માં. આજે સવારે જ એક રાષ્ટ્રીય સમાચાર પત્રના મુખપૃષ્ઠ ઉપર યશ ચોપરાની આ લવ-સ્ટોરિકલ ફિલ્મનું નામ ‘જબ તક હૈ જાં' પ્રસિદ્ધ થયું છે. સાથે જ ફિલ્મનું પોસ્ટર અને એક પ્રેમ ભરી રોમેંટિક શાયરી પણ પ્રસિદ્ધ થઈ છે.

ચર્ચા છે કે આ ફિલ્મમાં શાહરુખ ખાન બે પ્રકારની ભૂમિકા ભજવશે. ફિલ્મની શરુઆતમાં તે ડીડીએલજેના રાજની જેમ રોમેંટિક ભૂમિકામાં દેખાશે અને મધ્યાંતર પછી એક કઠોર સૈનિક તરીકે. આ ફિલ્મમાં શાહરુખ-કેટરીના કૈફ અને અનુષ્કા શર્માની ત્રિકોણીય પ્રેમ-કહાની દર્શાવાઈ છે. હવે રાજની સિમરન કેટ છે કે અનુષ્કા, તે તો ફિલ્મ રિલીઝ થયા પછી જ ખબર પડશે.
હાલ તો ફિલ્મનું નામ જાણીને શાહરુખના ફેંસને ઘણી રાહત મળી છે. અત્યાર સુધી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ શાહરુખને ઘણા રોલ્સમાં જોયા છે. ડૉન, પાગલ પ્રેમી, કૉચ વિગેરેના રોલ શાહરુખે કર્યા છે, પરંતુ તેમને સૌથી વધુ પસંદ કરાયાં લવર બ્વૉયની ભૂમિકામાં. યશ ચોપરા અને શાહરુખની જોડીએ અગાઉ પણ બૉક્સ ઑફિસ ઉપર ઘણી ધૂમ મચાવી હતી. હવે 8 વરસ પછી ફરી એક વાર યશ ચોપરા દિગ્દર્શનની દુનિયામાં પગલા માંડી રહ્યા છે અને આ ફિલ્મ દ્વારા તેઓ ચોપરા અને ખાનની સફળતાનો ઇતિહાસ દોહરાવવા માંગે છે. આ ફિલ્મમાં સંગીત આપ્યું છે ઑસ્કર એવૉર્ડ વિજેતા એ. આર. રહેમાને.
અગાઉ આ ફિલ્મના નામ અંગે ઘણી બધી અટકળો વહેતી થયેલી. ક્યારેક એમ કહેવાયું કે ફિલ્મનું નામ ‘યે કહાં આ ગયે હમ' છે, તો ત્યારેક બીજા નામો ચર્ચામાં આવ્યાં, પરંતુ ફાઇનલી હવે ફિલ્મનું નામ ઑફિશિયલ જાહેર થઈ જ ગયું. આ ફિલ્મ આ વર્ષના અંતે 13મી નવેમ્બરે રિલીઝ થશે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
