કાસ્ટિંગ ડાયરેક્ટરના ચક્કરમાં ફસાઈને છેતરાઈ ઉર્ફી જાવેદ, કહ્યુ - એણે મારા કપડાને...
ઉર્ફી જાવેદને એક કાસ્ટિંગ ડાયરેક્ટર સાથે વિવાદ થઈ ગયો છે.
નવી દિલ્લીઃ બિગ બૉસ ઓટીટી ફેમ ઉર્ફી જાવેદ ભલે ફિલ્મોમાં કે ટીવી સીરિયલ્સમાં ના દેખાય પરંતુ તે હંમેશા ચર્ચામાં રહે છે. હવે તેને એક કાસ્ટિંગ ડાયરેક્ટર સાથે વિવાદ થઈ ગયો છે. ઉર્ફીનો આરોપ છે કે તેણે એની સાથે ચીટિંગ કર્યુ છે અને એનુ પેમેન્ટ પણ આપ્યુ નથી. આના પુરાવા પણ ઉર્ફીએ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. અભિનેત્રીના જણાવ્યા મુજબ તેના ઉપરાંત ઈન્ડસ્ટ્રીમાં ઘણી એવી યુવતીઓ છે જે આ ચીટરનો શિકાર બની છે.

કપડાની ઉડાવી મજાક
ઉર્ફીએ જે કાસ્ટિંગ ડાયરેક્ટર પર આરોપ લગાવ્યા છે તેનુ નામ ઓબેદ આફ્રીદી છે. પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર અભિનેત્રીએ તેની સાથે થયેલ ચેટ્સના સ્ક્રીનશૉટ્સ શેર કર્યા. તેણે જણાવ્યુ કે ઓબેદે તેનુ પેમેન્ટ કર્યુ નથી અને હવે તેણે એનો વિરોધ કર્યો તો એ તેની મજાક ઉડાવવા લાગ્યો. ઈન્ડસ્ટ્રીમાં ઘણી બીજી અભિનેત્રીઓ પણ છે જે આ વ્યક્તિનો શિકાર બની છે. વળી, જ્યારે ઉર્ફીએ તેને ધમકી આપી કે તે બધાની સામે તેની પોલ ખોલી દેશે એ તેના કપડાંની મજાક ઉડાવવા લાગ્યો અને વિવાદ વધ્યા બાદ તેને બ્લૉક કરી દીધી.

ઈન્ડસ્ટ્રી પર ઉઠાવ્યા સવાલ
ઉર્ફીનો ગુસ્સો અહીં ન અટક્યો. તેણે પંજાબી ઈન્ડસ્ટ્રી પર પણ સવાલ ઉઠાવ્યા. અભિનેત્રીએ કહ્યુ કે છેવટે પંજાબી ઈન્ડસ્ટ્રી આટલા ઘટિયા લોકોને કેમ હાયર કરી રહી છે. આવા લોકોની જગ્યા જેલમાં છે. તેણે પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર લખ્યુ કે લોકો પાસે ઈર્ષ્યા સિવાય કોઈ કામ નથી. થોડી મોટી થાવ. પહેલા કામ માટે પૂછો અને પછી જ્યારે અમે તમને રિજેક્ટ કરી દઈએ ત્યારે ઉલટુ-સીધુ બોલો લોકો માટે. ઉર્ફીનો આરોપ છે કે તેણે 30થી વધુ યુવતીઓના ફોટા લીધા હતા. બાદમાં તેની ધરપકડ પણ કરવામાં આવી હતી.

પોતાની ફેશન માટે છે ફેમસ
ઉર્ફી જાવેદ બિગ બૉસ ઓટીટીના ઘરમાં દેખાઈ તો હતી પરંતુ 24 કલાકની અંદર જ તે બહાર થઈ ગઈ. વર્તમાન સમયમાં તે સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે. આનુ કારણ તેની વિચિત્ર ફેશન છે. હાલમાં તે બ્રાલેસ જોવા મળી. આ ઉપરાંત તેણે પોતાના આખા શરીર પર પેઈન્ટ કરાવ્યુ હતુ. તેના ડ્રેસઅપની ખૂબ જ ચર્ચા થાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
