#Cannes2017 Day 2: જ્યારે રેડ કાર્પેટ પર ઉતરી દીપિકા...
70મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના બીજા દિવસે પણ રેડ કાર્પેટ પર દીપિકાનો જલવો કાયમ રહ્યો છે.
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ અને દીપિકા પાદુકોણ, હાલ આ બે જ ચર્ચાના મુખ્ય વિષય છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં દીપિકાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે, બંન્ને દિવસ તે કાન્સના રેડ કાર્પેટ પર છવાઇ ગઇ હતી. પોતાના કાન્સ 2017ના લૂક્સથી તેણે તમામ ક્રિટિક્સના મોઢા બંધ કરી દીધાં છે. એટલું જ નહીં, તેણે ખૂબ ગ્રેસફુલી પોતાનું આરકે(રણબીર કપૂર)નું ટેટૂ પણ અહીં ફ્લોન્ટ કર્યું હતું.

દીપિકાની ફેશન પરેડ
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના બીજા દિવસે એટલે કે 18મી મે એ દીપિકા રેડ કાર્પેટ પર સુંદર ગ્રીન ગાઉનમાં નજરે પડી હતી. બ્રાન્ડન મેક્સવેલના ગાઉનમાં તે ખૂબ સુંદર અને બોલ્ડ લાગી રહી હતી. દીપિકાના લૂક્સ પર બોલિવૂડ હાલ ફિદા થઇ ગયું છે.

ફેશન ક્રિટિક્સ છે ચૂપ
દીપિકાના બંન્ને રેડ કાર્પેટ લૂક્સ લોકોને ખૂબ પસંદ પડ્યા છે. દીપિકાના ડ્રેસિંગ પર કોમેન્ટ કરતાં લોકો અને ફેશન ક્રિટિક્સ હાલ ચૂપ છે. દીપિકાએ ખૂબ જ કોન્ફિડન્સ અને ઇઝ સાથે રેડ કાર્પેટ પર એપિરિયન્સ આપ્યું છે.

ફેશન સેન્સ અંગે દીપિકાનો જવાબ
એક લોરિયલ પેરિસ ઇવેન્ટમાં જ્યારે દીપિકાને તેની ફેશન સેન્સ અંગે સવાલ કરવામાં આવ્યો તો તેણે કંઇક આવો જવાબ આપી સૌના મોઢા બંધ કરી દીધા હતા. તેણે કહ્યું હતું, મારું ધ્યાન સારા દેખાવા કરતાં સારો અનુભવ લેવા પર કેન્દ્રિત છે. મારો પહેરવેશ કોઇને ગમશે અને કોઇને નહીં ગમે અને ઇટ્સ પરફેક્ટલી ઓકે.

'હું મારા માટે તૈયાર થાઉં છું'
તેણે આગળ કહ્યું હતું કે, "હું તમારા માટે ડ્રેસ અપ નથી થતી, હું પોતાના માટે ડ્રેસઅપ થાઉં છું. મારો હેતુ પોતાને ખુશ કરવાનો છે."

ઓટોગ્રાફ ટાઇમ
કાન્સના બીજા દિવસે રેડ કાર્પેટ પર દીપિકા પોતાના ફેન્સને ઓટોગ્રાફ આપતી પણ નજરે પડી હતી. કોન્ફિડન્સ અને નમ્રતા કઇ રીતે જાળવી રાખવી એ અહીં દીપિકાએ બતાવ્યું હતું. તે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ માટે અત્યંત ઉત્સાહિત હતી.

ટેટૂ
લક્સની રિસન્ટ એડ પછીથી સૌના મનમાં એક જ સવાલ હતો, કે દીપિકાએ ખરેખર ટેટૂ કઢાવી નાંખ્યું છે. ઘણાએ કીધું કે તેણે ટેટૂની ડિઝાઇન ચેન્જ કરાવી દીધી છે. એ વાત સાચી છે, દીપિકાએ પોતાના ટેટૂમાં ડિઝાઇન ચેન્જ કરાવી દીધી છે, આમ છતાં રણબીર કપૂરના ઇનિશિયલ્સ આર.કે. સ્પષ્ટ જોઇ શકાય છે.

ગ્રેસફુલ દીપિકા
દીપિકા પાદુકોણે ખૂબ ગ્રેસફુલી પોતાનું ટેટૂ ફ્લોન્ટ કર્યું હતું. પોતાના પાસ્ટને ગરિમાપૂર્વક કઇ રીતે સ્વીકારવો તે દીપિકા પાસે શીખી શકાય એમ છે. તેના આ કોન્ફિડન્સને કારણે જ તેના કાન્સમાં અને બોલિવૂડમાં ખૂબ વખાણ થઇ રહ્યાં છે.

દીપિકાનો સુંદર મેકઅપ
દીપિકાનો મેકઅપ પણ આ બંન્ને દિવસો દરમિયાન ઓન-પોઇન્ટ રહ્યો છે. બીજા દિવસે રેડ કાર્પેટ પર દીપિકા બોલ્ડ ગ્રીન આય મેકઅપ સાથે જોવા મળી હતી. દીપિકા લોરિયલ પેરિસની ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર છે.
{promotion-urls}
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
