Hot: બિકિની તસવીરને કારણે ફરી ચર્ચામાં બ્રૂના અબ્દુલ્લાહ
બ્રૂના અબ્દુલ્લાહની આ લેટેસ્ટ બિકિની તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે.
બ્રૂના અબ્દુલ્લાહ પોતાના હોટ અને બોલ્ડ ફોટોઝ માટ હંમેશા ચર્ચામાં રહે છે. તેનું સોશિયલ મીડિયા પેજ તેની હોલિડેની સુંદર અને હોટ તસવીરોથી ભરપૂર હોય છે. સોશિયલ મીડિયા પર હાલની તેની લેટેસ્ટ પોસ્ટ એ કદાચ અત્યાર સુધીની તેની સૌથી હોટ તસવીર છે. આ ફોટોમાં બ્રૂના બીચની મઝા માણતી નજરે પડે છે.

બ્રૂના અબ્દુલ્લાહ
બ્રૂનાની આ લેટેસ્ટ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. અહીં બ્રૂના દરિયા કિનારે એક મોટા પથ્થર પર આરામ ફરમાવતી જોવા મળે છે. બ્રૂનાના સોશિયલ મીડિયા પર અનેક ફોલોઅર્સ છે અને તેઓ આને બ્રૂનાની અત્યાર સુધીની સૌથી હોટ તસવીર ગણાવી રહ્યાં છે.

બીચ પર મસ્તી
બ્રૂનાની બીચ પર મજા માણતી આ અન્ય એક તસવીર પણ એટલી જ સુંદર છે. બ્રૂના અબ્દુલ્લાહ બોલિવૂડની હોટ અને ફિટ એક્ટ્રેસિસમાંની એક છે અને તેને ચર્ચામાં રહેતા ખૂબ સારી રીતે આવડે છે.

બ્રાઝિલિયન મોડેલ
બ્રાઝિલિયન મોડેલ અને બોલિવૂડ એક્ટ્રેસ બ્રૂના અબ્દુલ્લાહ ફિટનેસની આગ્રહી છે. તેણે પરફેક્ટ બોડી મેળવવા માટે ખૂબ મહેનત કરી છે. તે દરરોજ જિમ જાય છે અને કોઇ પણ સંજોગોમાં તે પોતાનું વર્કઆઉટ શિડ્યૂલ મિસ નથી કરતી.

ફિલ્મોમાંથી ગાયબ
છેલ્લા ઘણા સમયથી બ્રૂના ફિલ્મોમાંથી ગાયબ છે, આમ છતાં પોતાની તસવીરો અને પોસ્ટ્સ થકી તે સતત ફેન્સના ટચમાં રહે છે. તેની આ તસવીરો બાદ તે જલ્દી જ કોઇ બોલિવૂડ ફિલ્મોમાં જોવા મળે એવી શક્યતા છે.

આઇટમ સોંગથી ડેબ્યૂ
બ્રૂનાએ બોલિવૂડમાં એક આઇટમ સોંગ સાથે ડેબ્યૂ કર્યું હતું. વર્ષ 2007માં આવેલ ફિલ્મ 'કેશ'માં તેનું આઇટમ સોંગ હતું. ત્યાર બાદ તે ઇમરાન ખાન અને સોનમ કપૂર સ્ટારર ફિલ્મ 'આઇ હેટ લવ સ્ટોરીઝ'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તે અત્યંત સુંદર લાગી રહી હતી.

અક્ષય સાથેના સોંગથી મળી લોકપ્રિયતા
ત્યાર બાદ તે જ્હોન અબ્રાહમ અને અક્ષય કુમારની ફિલ્મ 'દેસી બોયઝ'ના એક સોંગ 'સુબહ હોને ના દે'માં જોવા મળી હતી. આ સોંગ ખૂબ ફેમસ થયું હતું. આ સિવાય તે 'ગ્રાન્ડ મસ્તી', 'જય હો', 'મસ્તીઝાદે' જેવી ફિલ્મોમાં જોવા મળી છે.

બે બોલિવૂડ ફિલ્મો છે હાથમાં
બ્રૂનાના અપકમિંગ પ્રોજેક્ટ્સમાં બે હિંદી ફિલ્મોનો સમાવેશ થાય છે. વિપિન પારાશરની ફિલ્મ 'ઉડંચૂ'માં બ્રૂના જોવા મળવાની હોવાની વાત ઘણા સમય પહેલા આવી હતી. આ સિવાય ઇક્રમ અખ્તરની ફિલ્મ 'યારોં કી બારાત'માં પણ બ્રૂના જોવા મળનાર છે. આ બંન્ને ફિલ્મોનું હાલ પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે.

ટેલિવિઝન શો
વિવિધ ટેલિવિઝન શોમાં પણ તે જોવા મળી છે. ડાન્સિંગ ક્વીન, ખતરોં કે ખેલાડી, નચ બલિયે 6, કોમેડી ક્લાસ જેવા ટેલિવિઝન શોમાં બ્રૂના જોવા મળી છે. છેલ્લે તે બોલિવૂડ ફિલ્મ 'મસ્તીઝાદે'માં સ્પેશિયલ એપિરિયન્સ કરતી જોવા મળી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
