ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'નો ફેન્સ કેમ કરી રહ્યા છે વિરોધ? સોશિયલ મીડિયા પર ઉઠી બૉયકૉટ કરવાની માંગ
ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'નુ ટ્રેલર રિલીઝ થતા જ ટ્વિટર પર ફિલ્મને બૉયકૉટ કરવાની ફેન્સ માંગ કરી રહ્યા છે.
મુંબઈઃ છેવટે ફેન્સની આતુરતાનો અંત આવ્યા બાદ અયાન મુખર્જીના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'નુ ટ્રેલર રિલીઝ થઈ ગયુ છે. ટ્રેલરમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટને એકસાથે જોવા માટે ફેન્સ ઘણા એક્સાઈટેડ છે. ટ્રેલરમાં બતાવેલ ફિલ્મના VFX સીન્સની જોરદાર પ્રશંસા થઈ રહી છે. પરંતુ બીજી તરફ, ટ્રેલર રિલીઝ થતા જ ટ્વિટર પર ફિલ્મને બૉયકૉટ કરવાની ફેન્સ માંગ કરી રહ્યા છે.

ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' પર ફૂટ્યો ફેન્સનો ગુસ્સો
તમને જણાવી દઈએ કે ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ના ટ્રેલરમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટની એક સાથેની કેમેસ્ટ્રી ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. ઘણા ચાહકોએ ટ્રેલરમાં બતાવવામાં આવેલા દ્રશ્યની તુલના હૉલીવુડ સાથે કરી છે. ટ્રેલરમાં એક સીન બતાવવામાં આવ્યો છે. જેને જોયા બાદ યુઝર્સ સોશિયલ મીડિયા પર ગુસ્સે થઈ ગયા અને ટ્વિટર પર #BoycottBrahmastra ટ્રેન્ડ કરવાનુ શરૂ કર્યુ.
|
ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યો છે આ સીન
ફિલ્મના ટ્રેલરનો સ્ક્રીનશૉટ ટ્વિટર પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં રણબીર કપૂર મંદિરમાં પ્રવેશ કરે છે અને કૂદીને બેલ વગાડે છે. આ દરમિયાન તેણે જૂતા પહેર્યા હતા. આ જોઈને ફેન્સ ગુસ્સે થઈ ગયા અને સોશિયલ મીડિયા પર ફિલ્મનો બહિષ્કાર કરવાની માંગ શરૂ થઈ ગઈ. એક યુઝરે લખ્યુ- 'ચંપલ પહેરીને મંદિરમાં પ્રવેશવુ... આવી અપેક્ષા રાખી શકાય.. બૉલિવૂડ ક્યારેય સનાતન ધર્મને નુકસાન પહોંચાડવાની તક છોડતું નથી.'
|
યુઝર્સે સંભળાવી ખરી-ખોટી
બીજી તરફ અન્ય એક યુઝરે આ સીનનો સ્ક્રીનશૉટ શેર કરીને ફિલ્મને ઘેરી હતી અને તેને ટ્વિટર પર શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યુ હતુ કે, 'જૂતા પહેરીને મંદિરની ઘંટ વગાડવી... સાઉથ અને હિન્દી ફિલ્મોમાં આ જ તફાવત છે... સાઉથ ઈન્ડસ્ટ્રી હિંદુ સંસ્કૃતિનુ સન્માન કરે છે. વળી, અન્ય એક યુઝરે સુશાંત સિંહ રાજપૂતને યાદ કરીને આલિયા ભટ્ટ પર ગુસ્સો કર્યો. જ્યારે આલિયાએ કરણ જોહરના શોમાં સુશાંતને મારવાનુ ઑપ્શન પસંદ કર્યુ હતુ.

ફિલ્મ આ દિવસે થશે રિલીઝ
તમને જણાવી દઈએ કે પહેલીવાર રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સ્ક્રીન પર સાથે જોવા મળશે. આ ફિલ્મમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન, નાગાર્જુન અને મૌની રોય મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ અલગ-અલગ ભાષાઓમાં રિલીઝ થશે. નિર્દેશક અયાન મુખર્જીએ આ ફિલ્મ બનાવવામાં ઘણો સમય લીધો હતો. હવે જોવાનુ એ રહેશે કે આટલી લાંબી રાહ જોવડાવ્યા બાદ 9 સપ્ટેમ્બરે આ ફિલ્મ ચાહકોની અપેક્ષાઓ પર ખરી ઉતરી શકશે કે નહીં.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
