BoxOffice: સુપરફ્લોપ બનતા બચી ગઇ રણબીર-કેટની જગ્ગા જાસૂસ
બોક્સ ઓફિસ રિપોર્ટ: 'જગ્ગા જાસૂસ'ના કલેક્શનમાં શનિ-રવિમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે.
રણબીર કપૂર અને કેટરિના કૈફની લેટેસ્ટ ફિલ્મ 'જગ્ગા જાસૂસ' ગત શુક્રવારે રિલીઝ થઇ હતી. આ ફિલ્મને ક્રિટિક્સે તો સાવ નકારી કાઢી છે, પરંતુ દર્શકો તરફથી ફિલ્મનો મિક્સ રિસ્પોન્સ સાંપડ્યો છે. ફિલ્મમાં વીએફએક્સ અને લોકેશન શાનદાર છે, છતાં વાર્તાની દ્રષ્ટિએ ફિલ્મ નબળી પડે છે. બોક્સફિસ પર પણ આ ફિલ્મ ખાસ કમાલ નથી કરી શકી, પરંતુ શનિ-રવિમાં ફિલ્મને ધારવા કરતાં સારો રિસ્પોન્સ મળ્યો છે.

ફિલ્મનું કલેક્શન
ઓપનિંગ ડે પર આ ફિલ્મે લગભગ 10 કરોડની કમાણી કરી હતી, પરંતુ શનિ-રવિમાં ફિલ્મે 12.5 કરોડની કમાણી કરી છે. માત્ર રવિવારની ફિલ્મની કમાણી છે 13.7 કરોડ, જે ફિલ્મના કલેક્શન માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. આ સાથે જ ફિલ્મનું વિકએન્ડ કલેક્શન થયું છે, 31.75 કરોડ.

હાઇ બજેટ ફિલ્મ
જો કે, ફિલ્મનું બજેટ 80થી 100 કરોડનું છે, જે ફિલ્મની વિકએન્ડ કમાણીની સરખામણીમાં ઘણું વધારે છે. ફિલ્મ કેટલું સારું કે ખરાબ પરફોર્મ કરશે, તેનો આધાર ઓપનિંગ ડે સિવાય પહેલા રવિવાર પર રહેલો હોય છે. શનિ-રવિમાં આ ફિલ્મના કલેક્શનમાં વધારો તો થયો છે, પરંતુ આ વધારો બોક્સ ઓફિસ પર ફિલ્મને હિટનું ટેગ આપવા માટે પૂરતો નથી.

આગલી ફિલ્મો કરતાં સારું ઓપનિંગ
ફિલ્મ 'જગ્ગા જાસૂસ'ને રણબીરની 'બોમ્બે વેલ્વેટ' અને કેટરિનાની 'બાર બાર દેખો' કરતાં સારું ઓપનિંગ મળ્યું છે. પરંતુ બોક્સઓફિસ પર હિટ જવા માટે ફિલ્મ 80 કરોડનો આંકડો પાર કરે એ જરૂરી છે, જે હાલ આ ફિલ્મ માટે શક્ય હોય એમ લાગતું નથી.

વર્ષની 6ઠ્ઠી હાઇએસ્ટ વિકએન્ડ ઓપનિંગ મેળવનાર ફિલ્મ
'જગ્ગા જાસૂસ' આ વર્ષની 6ઠ્ઠી હાઇએસ્ટ વિકએન્ડ ઓપનિંગ મેળવનાર ફિલ્મ બની છે. આ રેસમાં જગ્ગા જાસૂસે 'કાબિલ' અને 'હાફ ગર્લફ્રેન્ડ' જેવી ફિલ્મોને માત આપી છે. આ ફિલ્મ મેટ્રો સિટીમાં, ખાસ કરીને મુંબઇ અને બેંગ્લોરમાં સારું પ્રદર્શન કરી રહી છે. હવે સોમવારે આ ફિલ્મ કેટલુંક સારું પ્રદર્શન કરી શકે છે, એને આધારે ફિલ્મનું આગળનું ભાવિ નક્કી થશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
