ઝોયા, દિબાકર, કરણ અને અનુરાગની વાર્તા છે બૉમ્બે ટૉકીઝ
મુંબઈ, 26 માર્ચ : ભારતીય સિનેમાના 100 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યે બૉલીવુડના ચાર જાણીતાં દિગ્દર્શકો કરણ જૌહર, ઝોયા અખ્તર, દિબાકર બૅનર્જી તથા અનુરાગ કશ્યપે મળી ચાર લઘુકથાઓ આવરી લેતી એક ફિલ્મ બનાવી છે. તેનું શીર્ષક છે બૉમ્બે ટૉકીઝ. ફિલ્મનો ફર્સ્ટ લુક ગઈકાલે રિલીઝ થયો.
ફર્સ્ટ લુક લૉન્ચિંગ પ્રસંગે ચારેય દિગ્દર્શકો હાજર હતાં. આ પ્રસંગે તેમણે બૉમ્બે ટૉકીઝ સાથે જોડાયેલ પોતાના અનુભવો વહેંચ્યાં. કરણ જૌહરે પોતાની શૉર્ટ ફિલ્મ અંગે જણાવ્યું કે તેમની શૉર્ટ ફિલ્મ તૂટતા સંબંધોની વાર્તા છે. ઝોયાની વાર્તા એક પરીની વાર્તા છે કે જેમાં એક છોકરી શીલા કી જવાની ગીત જોઈ પોતે પણ શીલા બનવાનાનું સ્વપ્ન જોતા મોટો થાય છે. અનુરાગની શૉર્ટ ફિલ્મ તેમની પોતાની વાર્તા ઉપર આધારિત છે. ફિલ્મમાં દર્શાવાયું છે કે કઈ રીતે અનુરાગે મુંબઈ આવી પોતાની સફર શરૂ કરી હતી. અમિતાભ બચ્ચનના ઘરની સામે અનુરાગે બેસી પોતાનો કેટલો સમય પસાર કર્યો હતો અને કઈ રીતે ઇન્ડસ્ટ્રીમાં સ્ટ્રગલ કરી પોતાની જાતને સ્થાપિત કર્યા હતાં.
કરણ જૌહરને પૂછવામાં આવ્યું કે તેમની ફિલ્મો કાયમ મોટા બજેટની તથા મોટા-મોટા સેટ ઉપર શૂટ થાય છે. તો આ શૉર્ટ ફિલ્મ શૂટ કરવામાં તેમને કેટલી મુશ્કેલીઓ આવી, તો કરણે જણાવ્યું કે તેઓ ફિલ્મને શૂટ કરતી વખતે ખૂબ નર્વસ હતાં. બૉમ્બે ટૉકીઝનું બજેટ ખૂબ ઓછુ હતું અને ચારે દિગ્દર્શકોએ ઓછા બજેટમાં જ ફિલ્મ બનાવી છે.
દિબાકર બૅનર્જીએ જણાવ્યું કે તેઓ ઇચ્છે છે કે આ ફિલ્મ બૉક્સ ઑફિસે સફળ થાય અને ભારતીય સિનેમાના 100 વર્ષ વધુ પૂરા થાય અને તેઓ બૉમ્બે ટૉકીઝ 2 લઈને આવે.
કરણને પૂછાયું કે શાહરુખ ખાનને ફિલ્મમાં કેમ ન લેવાયાં, તો તેમણે ખૂબીપૂર્વક આ સવાલની અવગણના કરતાં જણાવ્યું કે શાહરુખ ખાન તો તેમની નસ-નસમાં છે. હાલ સૌ ફિલ્મ જોવા આતુર છે. ફિલ્મનું ટ્રેલર ખૂબ જ બહેતરીન છે અને ચારે વાર્તાઓ સામાન્ય માણસને રિલેટ કરતાં નજરે પડે છે.
તસવીરોમાં જુઓ બૉમ્બે ટૉકીઝના ટ્રેલરનું લૉન્ચિંગ.

બૉમ્બે ટૉકીઝનો ફર્સ્ટ લુક
બૉમ્બે ટૉકીઝનો ફર્સ્ટ લુક લૉન્ચ થઈ ગયો છે. ફિલ્મમાં કરણ જૌહર, ઝોયા અખ્તર, અનુરાગ કશ્યપ તથા દિબાકર બૅનર્જીની વાર્તાઓ છે.

બૉમ્બે ટૉકિઝનું ટ્રેલર લૉન્ચ
બૉમ્બે ટૉકીઝ ફિલ્મનું ટ્રેલર લૉન્ચ થયું. આ પ્રસંગે ચારેય દિગ્દર્શકો કરણ જૌહર, અનુરાગ કશ્યપ, ઝોયા અખ્તર તથા દિબાકર બૅનર્જી ઉપસ્થિત રહ્યા હતાં.

બૉમ્બે ટૉકિઝનું ટ્રેલર લૉન્ચ
બૉમ્બે ટૉકીઝ ફિલ્મનું ટ્રેલર લૉન્ચ થયું. આ પ્રસંગે ચારેય દિગ્દર્શકો કરણ જૌહર, અનુરાગ કશ્યપ, ઝોયા અખ્તર તથા દિબાકર બૅનર્જી ઉપસ્થિત રહ્યા હતાં.

બૉમ્બે ટૉકિઝનું ટ્રેલર લૉન્ચ
બૉમ્બે ટૉકીઝ ફિલ્મનું ટ્રેલર લૉન્ચ થયું. આ પ્રસંગે ચારેય દિગ્દર્શકો કરણ જૌહર, અનુરાગ કશ્યપ, ઝોયા અખ્તર તથા દિબાકર બૅનર્જી ઉપસ્થિત રહ્યા હતાં.

બૉમ્બે ટૉકિઝનું ટ્રેલર લૉન્ચ
બૉમ્બે ટૉકીઝ ફિલ્મનું ટ્રેલર લૉન્ચ થયું. આ પ્રસંગે ચારેય દિગ્દર્શકો કરણ જૌહર, અનુરાગ કશ્યપ, ઝોયા અખ્તર તથા દિબાકર બૅનર્જી ઉપસ્થિત રહ્યા હતાં.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
