બૉલીવુડ સ્ટાર્સનો દુનિયાનો છેડો : જલસાથી ઝન્નત સુધી
મુંબઈ, 19 જાન્યુઆરી : કહે છે કે દુનિયાનો છેડો ઘર છે. દુનિયાના આ છેડાને સુંદર, શાંતિપૂર્ણ, આલિશાન અને ભવ્ય બનાવવા માટે વ્યક્તિ દરેક છેડે દોડી જાય છે. કેટલાંક લોકો પોતાના ઘરને સહિષ્ણુતાનું પ્રતીક બનાવવા માંગે છે, તો કેટલાંક માટે તેમનું ઘર પ્રતિષ્ઠાનો પ્રશ્ન પણ હોય છે.
જો ઘર આટલો મહત્વનો હોય, તો પછી આપણાં બૉલીવુડ સ્ટાર્સ પણ કદાચ પોતાના ઘરને તમામ અનુકૂળતાઓ અને સુવિધાઓથી સભર બનાવવામાં કોઈ કચાસ કઈ રીતે મુકે?
આવો આજે આપને જલસાથી ઝન્નત સુધીની સફર કરાવીએ.

અમિતાભ બચ્ચન
આ છે અમિતાભ બચ્ચનનો બંગલો જલસા. તે મુંબઈના લૅન્ડમાર્ક ખાતે આવેલ છે.

શાહરુખ ખાન
શાહરુખ ખાનના બંગલાનું નામ મન્નત છે. તસવીરમાં મન્નતમાં ઊભુ કરાયેલું રાચરચીલું જોઈ શકાય છે.

સલમાન ખાન
મન્નતથી થોડાંક જ અંતરે આવેલું છે ગૅલેક્સી ઍપાર્ટમેંટ કે જ્યાં સલમાન ખાન રહે છે.

સૈફ અલી ખાન
સૈફ અલી ખાન ફૉર્ચ્યુન હાઇટ્સ ઍપાર્ટમેન્ટમાં રહે છે. તસવીરમાં સૈફના પુત્ર ઇબ્રાહિમ દેખાય છે.

ઐશ્વર્યા રાય
ઐશ્વર્યા રાય લગ્ન પહેલાં બાંદ્રા ખાતે આવેલ આ જ ઇમારતમાં રહેતા હતાં.

હૃતિક રોશન
લક્ઝુરિયસ ઍપાર્ટમેંટમાં રહે છે હૃતિક રોશન.

રેખા
રેખાનો બંગલૉ ફુલ્લી વાંસળાઓથી કવર્ડ છે અને બહારથી અંદરની બાજુ જોવું લગભગ અશક્ય છે.

શાહરુખ ખાન
શાહરુખ ખાનનો એક બંગલો દુબાઈમાં પણ છે.












Click it and Unblock the Notifications
