બૉલીવુડ રાઉંડઅપ : શાહરુખ ખાન શૂટિંગ પર, બેલામી બ્રધર્સ ભારતમાં
મુંબઈ, 4 ફેબ્રુઆરી : ચાલો બૉલીવુડ રાઉંડઅપ સાથે કરાવીએ બૉલીવુડની નાની-મોટી હલચલ સાથે રૂબરૂ. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન બૉલીવુડ જગતમાં એવી ઘણી ઘટનાઓ બની છે કે જે નોંધનીય રહી છે.
બૉલીવુડ સાથે જોડાયેલા મોટા-મોટા સમાચારો અને મોટી હસ્તીઓની વિગતો તો લોકોને ઝડપથી મળી જતી હોય છે, પરંતુ કેટલીક નાની-નાની બાબતોથી લોકો અજાણ રહી જતા હોય છે. આવી નાની બાબતોમાં પણ સૌથી મહત્વના સમાચાર હોય, તો એ છે કે શાહરુખ ખાન હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મના શૂટિંગમાં પરત આવી ગયાં છે. તાજેતરમાં ઈજા પહોંચવાના પગલે તેઓ આરામ પર જતા રહ્યા હતાં અને પછી તેમના વગર શૂટિંગ શરૂ થઈ ગયુ હતું, પરંતુ હવે કિંગ ખાન આવી ગયાં છે.
આવો તસવીરો સાથે જોઇએ બૉલીવુડ રાઉંડઅપ :

બેલામી બ્રધર્સ ભારત પ્રવાસે
સંગીતજ્ઞ જોડી ધ બેલામી બ્રધર્સ ભારતના પોતાના પ્રથમ પ્રવાસે આવી રહ્યાં છે. ડેવિડ મિલ્ટન બેલામી અને હોમર હાવર્ડ બેલામીની જોડી મુંબઈના સાંતાક્રૂઝ ખાતે આવેલ વિલિંગ્ડન કૅથોલિક જિમખાનામાં પરફૉર્મ કરવાની છે. આ બંને ભાઇઓ છે.

બેવકૂફિયાં પોસ્ટર
સોનમ કપૂર, આયુષ્માન ખુરાના અને ઋષિ કપૂર અભિનીત બેવકૂફિયાં ફિલ્મનું પોસ્ટર લૉન્ચ થઈ ગયું છે.

નાના પડદે નહીં - જ્હૉન
ફિલ્મ નિર્માતા અને અભિનેતા જ્હૉન અબ્રાહમ નાના પડદે એટલે કે ટેલીવિઝન શોસમાં કામ કરવા તૈયાર નથી. તેઓ કહે છે કે તેઓ આનાથી દૂર જ રહેવા માંગે છે.

બૉમ્બે વેલ્વેટમાં રવીના
રવીના ટંડન બૉમ્બે વેલ્વેટ ફિલ્મ સાથે કમબૅક કરવાની તૈયારી કરી રહ્યાં છે. તેઓ કંઇક આવા લુક સાથે ફિલ્મના સેટ પર જોવા મળ્યા હતાં.

રીતેશ-જેનેલિયાને અભિનંદન
અભિનેત્રી બિપાશા બાસુએ સૌથી વ્હાલી અને આકર્ષક જોડી રીતેશ દેશમુખ અને જેલેનિયા ડિસૂઝાને સોમવારે તેમના લગ્નની વર્ષગાંઠ નિમિત્તે અભિનંદન પાઠવ્યા હતાં.

હૈદરમાં શાહિદ
હૈદર ફિલ્મમાં શાહિદ કપૂર કંઇક આવા લુકમાં દેખાશે. ફિલ્મમાં તેમની સાથે શ્રદ્ધા કપૂર છે.

કિંગ ખાન કામ પર
શાહરુખ ખાન હૅપ્પી ન્યુ ઈયરના શૂટિંગમાં પરત ફર્યાં છે. તાજેતરમાં શૂટિંગ દરમિયાન ઈજાગ્રસ્ત બન્યા બાદ તેઓ આરામ કરતા હતાં અને હવે તેઓ શૂટિંગમાં પરત ફર્યાં છે.

સત્ય ઘટના પર ફિલ્મ - શિરાજ
ફિલ્મ નિર્માતા શિરાજ હેનરીની આવનાર ફિલ્મ ડાર્ક સીકેર્ટ્સ ઑફ ટોનહીની વાર્તા છત્તીસગઢના છેવાડાના ગામની તેવી મહિલાઓની આપવીતી છે કે જેમને જાદૂ-ટોણાની શંકાના કારણે પ્રતાડિત કરાય છે.

કોચાદંઇયા 11મી એપ્રિલે
અભિનેતા રજનીકાંતની મોસ્ટ અવેટેડ ફિલ્મ કોચાદંઇયા 11મી એપ્રિલે રિલીઝ થવા જઈ રહી છે કે જેમાં પહેલી વખત દીપિકા પાદુકોણે રજની સાથે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
