Bollywood Roundup : લુંગી ડાન્સ નહીં, લંગડા ડાન્સ કરશે શાહરુખ!!!
મુંબઈ, 7 ફેબ્રુઆરી : બૉલીવુડમાં ઘણા પ્રકારના ગીતો, આયટમ સૉંગ, કદ્દૂ સૉંગ, ગંદી બાત... વિગેરેનો દોર આવ્યો અને બીજા અનેક આવા વિચિત્ર પ્રકારના શબ્દો સાથે ડાન્સ અને ગીતો આવતા જ રહેશે, પરંતુ હવે આ પ્રચલનમાં કદાચ એક નવા પ્રકારનો ડાન્સ પણ જોડાઈ શકે છે. હા જી, બૉલીવુડમાં હવે કદાચ લંગડા ડાન્સ નામના નવા ડાન્સનો પણ ઉદય થઈ શકે છે, કારણ કે ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક ફરાહ ખાન શાહરુખ ખાન માટે કોઇક એવો ડાન્સ તૈયાર કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે કે જે તેઓ એક પગથી કરી શકે.
શાહરુખ ખાન હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મના શૂટિંગ દરમિયાન ઈજાગ્રસ્ત બન્યા હતાં અને હાલમાં તેઓ શૂટિંગ પર લંગડાતા પગે પરત ફરી ચુક્યાં છે. ફરાહ ખાને શાહરુખ પરત ફરવાના રોમાંચ અંગેની પોતાની ઉત્સુકતા ટ્વિટર પર વ્યક્ત કરી. તેમણે શુક્રવારે ટ્વીટ કર્યું - આગળનો દિવસ રોમાંચક છે. હૅપ્પી ન્યુ ઈયરની આખી ટીમ આજે એક ગીતનું શૂટિંગ કરી રહી છે. શાહરુખ માટે એક પગ વાળો કોઈ ડાન્સ તૈયાર કરીશ. તેનાથી કદાચ એક નવું ચલણ શરૂ થઈ જાય. હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મમાં અભિષેક બચ્ચન અને દીપિકા પાદુકોણે તથા બોમન ઈરાની અને સોનૂ સૂદ, વિવાન શાહ પણ છે.
ચાલો, બૉલીવુડ રાઉંડઅપની સફરે કે જ્યાં મનોરંજન જગતની બીજા અનેક માહિતીઓ ઉપલબ્ધ છે :

શાહરુખ કરશે લંગડા ડાન્સ?
જી, બૉલીવુડમાં હવે કદાચ લંગડા ડાન્સ નામના નવા ડાન્સનો પણ ઉદય થઈ શકે છે, કારણ કે ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક ફરાહ ખાન શાહરુખ ખાન માટે કોઇક એવો ડાન્સ તૈયાર કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે કે જે તેઓ એક પગથી કરી શકે.

માન્યતાને મળી રજા
સંજય દત્તના પત્ની માન્યતા દત્તને હૉસ્પિટલમાંથી રજા મળી ગઈ છે. તેમના પેટમાંના ટ્યૂમરનું ઑપરેશન કરી દેવાયું છે. સંજય દત્ત પત્નીની સારસંભાળ માટે જેલમાંથી પેરોલ ઉપર બહાર આવેલાં છે.

બિગ બૉસ 8ની ઑફર નથી
રામલીલા ફિલ્મ દ્વારા બૉક્સ ઑફિસે ધૂમ મચાવનાર રણવીર સિંહને અત્યાર સુધી બિગ બૉસ 8 હોસ્ટ કરવાની ઑફર નથી મળી. સલમાન ખાન હવે આ શો હોસ્ટ નથી કરવાની જાહેરાત કરી ચુક્યાં છે.

સોનાક્ષીના તેવર
સોનાક્ષી સિન્હા બોની કપૂરની આગામી ફિલ્મ તેવરમાં કંઇક આવા લુકમાં દેખાશે. ફિલ્મમાં તેમના હીરો બોનીના પુત્ર અર્જુન કપૂર છે.

યંગિસ્તાનનું પોસ્ટર રિલીઝ
ફાલતૂ અને અજબ ગઝબ લવ જેવી ફિલ્મોમાં અભિનય કરી ચુકેલા જૅકી ભાગનાનીની આગામી ફિલ્મ યંગિસ્તાનનું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મમાં નેહા શર્મા અને તુષાર કપૂર પણ છે.

અનુરાગની ફિલ્મ કરવા માંગતા અમિત
અભિષેક કપૂરની કાઇ પો છે ફિલ્મ દ્વારા બૉલીવુડમાં પ્રવેશ કરનાર અભિનેતા અમિત સાધ કહે છે કે તેઓ જાણીતા ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ સાથે કામ કરવાની તક મળવાની રાહ જુએ છે.

કો-સ્ટાર્સને મિસ કરતા હુમા
બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં ડેઢ ઇશ્કિયાના સ્પેશિયલ સ્ક્રીનિંગ દરમિયાન હુમાને કો-સ્ટાર્સ માધુરી દીક્ષિત, નસીરુદ્દીન શાહ અને અરશદ વારસીની ઉણપ સાલી રહી હતી.

હવે કેક પર આવ્યું દિલ...
બૉડી મેંટેન કરવા માટે ચૉકલેટથી તોબા કરનાર મંદિરાનું દિલ હવે કેક પર આવ્યું છે. મંદિરાએ ટ્વીટ કર્યું - પહેલા ચૉકલેટ ઉપર મન લલચાતો હતો કે જે મેં કમને છોડી દીધી. હવે મન મખમલી કેક ઉપર આવી ગયું છે કે જે મને લગભગ હરાવી દેશે.

ભાઈની છત્રછાયા
ફિલ્મ દિગ્દર્શક અભિનવ કશ્યપ કહે છે કે તેઓ હંમેશા પોતાના મોટા ભાઈ અનુરાગ કશ્યપની છત્રછાયા હેઠળ રહ્યાં, પરંતુ દબંગની સફળતાએ તેમને પોતાના પગે ઊભા રહેવામાં મદદ કરી.

રણબીર વિશલિંગ વુડ્સ સ્કૂલે
રણબીર કપૂરે ડીવાય પાટિલ વિશલિંગ વુડ્સ ઇંટરનેશનલ સ્કૂલની મુલાકાત લીધી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
