સલમાન, આમિરથી લઈને શાહરુખ ખાનની ઈદ પાર્ટી, જુઓ બૉલિવુડ સ્ટાર્સના ઈદ સેલિબ્રેશન Pics
આવો, તમને જૂના દિવસોની યાદ તાજી કરાવીએ જ્યારે બૉલિવુડમાં ધામધૂમથી ઈદ પાર્ટી મનાવવામાં આવતી હતી.
મુંબઈઃ બૉલિવુડમાં દરેક તહેવારની ધૂમ રહે છે. દિવાળી હોય કે ઈદ, દરેક તહેવાર ધામધૂમથી મનાવવામાં આવે છે પરંતુ જ્યારથી કોરોના લોકોની જિંદગીમાં આવ્યો છે ત્યારથી દરેક તહેવારનો રંગ ફીકો પડી ગયો નહિતર ભારતમાં દરેક તહેવારની ચમક જ અલગ હોય છે. ઈદ પર પણ માહોલ ઘણા સુંદર હોય, લોકો એકબીજાને ગળે મળે, શુભકામનાઓ આપે અને તહેવાર મનાવે છે. પરંતુ આ વર્ષે પણ કોરોનાના કારણે ઈદની ઉજવણી ફીકી રહેવાની છે. આવો, તમને જૂના દિવસોની યાદ તાજી કરાવીએ જ્યારે બૉલિવુડમાં ધામધૂમથી ઈદ પાર્ટી મનાવવામાં આવતી હતી. સલમાન ખાન, શાહરુખ ખાનથી લઈને આમિર ખાનના ઘરે ઈદ પાર્ટીનુ સેલિબ્રેશન થતુ અને આખુ બૉલિવુડ આ પાર્ટીમાં ઉમટી પડતુ. આ વખતે આશા છે કે ઈદ 13મેના રોજ થશે.

13મેના રોજ સલમાન ખાનની ફિલ્મ રાધે થશે રિલીઝ
આ ઈદ પર સલમાન ખાન ફેન્સને ભેટ આપવા જઈ રહ્યા છે. ગયા વર્ષની ઈદ સુની રહી ગઈ હતી કારણકે સલમાન ખાનની ફિલ્મ કોરોનાના કારણે રિલીઝ થઈ શકી નહોતી. પરંતુ સલમાન ખાને આ ઈદ પર રાધે ફિલ્મને રિલીઝ કરવાનો નિર્ણય લીધો. 13મેના રોજ સલમાન ખાનની ફિલ્મ રાધે થિયેટરો અને ઓટીટી પર રિલીઝ થવા જઈ રહી છે. આવો, તમને બૉલિવુડની ઈદ પાર્ટીના યાદગાર ફોટા બતાવીએ.

સલમાન ખાનનો ઈદ ફોટો
સલમાન ખાન ઘણી વાર ઈદથી યાદગાર ફોટા સામે આવ્યા છે. આ ફોટા ઈદના છે જ્યારે ભાઈ સોહેલ ખાન અને કો-સ્ટાર ડેઈઝી શાહ સાથે ભાઈજાન પોઝ આપતા દેખાયા હતા.

શબાના આઝમીની ઈદ પાર્ટી
આ સુંદર ફોટો શબાના આઝમીની ઈદ પાર્ટીથી સામે આવ્યો હતો. જ્યારે બધા સ્ટાર્સના ચહેરા પર સ્માઈલ છે અને પાર્ટી મનાવી રહ્યા હતા.

આમિર ખાનની ઈદ પાર્ટી
આમિર ખાનનો આ ફોટો ખૂબ સ્પેશિયલ છે જેમાં આમિર ખાનની ત્રણ દીકરીઓ જોવા મળી રહી છે. આઈરા ખાન કે જે વાસ્તવિક જિંદગીમાં આમિર ખાની દીકરી છે જ્યારે ફાતિમા સના શેખ અને સનાયા મલ્હોત્રી દંગલ ફિલ્મમાં આમિર ખાનની દીકરીઓ હતી.

શાહરુખ ખાનનો સૌથી પ્યારો ઈદ ફોટો
શાહરુખ ખાન દરેક ઈદ પર પોતાના બંગલાની સામે આવે છે. એક વાર તે દીકરા અબરામને લઈને કંઈક આ અંદાજમાં જોવા મળ્યા હતા. પરંતુ ગયા વર્ષે તે કોરોનાના કારણે જોવા મળ્યા નહોતા અને ફેન્સને પણ અપીલ કરી હતી કે ભીડ ભેગી ના કરો, તબિયતનુ ધ્યાન રાખો.

ઈદ પાર્ટીમાં અમિતાભ બચ્ચનનો પરિવાર
શાહરુખ ખાનના ઘરે આયોજિત ઈદ પાર્ટીમાં અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન સાથે ફોટોગ્રાફર ડબ્બુ રતનાની આ રીતે પોઝ આપતા દેખાયા હતા.

સલમાન ખાનનુ ઈદ સેલિબ્રેશન
સલમાન ખાનની ઈદ પાર્ટીમાં કેટરીના કૈફ, ડેઈઝી શાહ, તારા સુતારિયા, યુલિયા વંતૂરથી લઈને જેકલીન ફર્નાંડિસ સહિત ઘણી હસીનાઓ પહોંચી હતી.

શિલ્પા શેટ્ટી અને અનિલ કપૂર સાથે ઈદ મનાવતા
શિલ્પા શેટ્ટી અને અનિલ કપૂર સાથે ઈદ મનાવતા દેખાઈ રહ્યા છે. બંનેના ચહેરા પર સ્માઈલ આ તહેવારની ખુશીને ચાર ગણી વધારી દે છે.

સલમાન ખાન ઈદ ફર ફેન્સને મળી રહ્યા છે
ઈદના તહેવાર પર સલમાન ખાનની એક ઝલક માટે ફેન્સ લાંબી લાઈનમાં ઉભા રહે છે. કંઈક આ રીતે સલમાન ખાન પોતાના ફેન્સને મળે છે અને ઈદની શુભકામનાઓ આપે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા








Click it and Unblock the Notifications
