Welcome 2015 : આ 9 Hot-n-Fresh ચહેરા કરશે બૉલીવુડ ડેબ્યુ
મુંબઈ, 28 ડિસેમ્બર : વીતવા જઈ રહેલા વર્ષ એટલે કે 2014માં આપણે ઘણા નવા કલાકારોને બૉલીવુડ ડેબ્યુ કરતા જોયા. અનેકને સફળતા મળી, તો ઘણા નિષ્ફળતા પણ પામ્યાં.
હવે આપણી નજર આવી રહેલા વર્ષ એટલે કે 2015 ઉપર છે. આ નવા ર્ષે પણ ઘણા નવા કલાકારો બૉલીવુડ ડેબ્યુ કરવની તૈયારી કરી રહ્યાં છે. તેમાં કમલ હસનની નાની દીકરી અક્ષરા હસનનો સમાવેશ થાય છે. અક્ષરા હસન લકી છે કે તેઓ આર બાલ્કીની ફિલ્મ શમિતાભ દ્વારા અમિતાભ બચ્ચન તથા ધનુષ જેવા કલાકારો સાથે ડેબ્યુ કરવા જઈ રહ્યાં છે.
તેવી જ રીતે વધુ એક મોસ્ટ અવેટેડ અપકમિંગ સ્ટાર છે હર્ષવર્ધન કપૂર. હર્ષવર્ધન કપૂર એટલે અનિલ કપૂરનો નાનો દીકરો અને સોનમ કપૂરનો નાનો ભાઈ. હર્ષવર્ધન કપૂર પણ 2015માં બૉલીવુડ ડેબ્યુ કરવા જઈ રહ્યાં છે. તેઓ રાકેશ ઓમ પ્રકાશ મહેરાની ફિલ્મ સાથે બૉલીવુડ ડેબ્યુ કરવાનાં છે.
ચાલો સ્લાઇડરમાં આપને બતાવીએ 2015માં ડેબ્યુ કરનાર નવોદિત કલાકારો :

પૂજા હેગડે
પૂજા હેગડે લકી કલાકાર છે કે જેઓ આશુતોષ ગોવારીકરની ફિલ્મ મોહન જોદડો ફિલ્મ દ્વારા હૃતિક રોશન સાથે રોમાંસ કરતા બૉલીવુડ ડેબ્યુ કરશે. તેઓ અનેક તામિળ અને તેલુગુ ફિલ્મોમાં કામ કરી ચુક્યાં છે.

હર્ષવર્ધન કપૂર
અનિલ કપૂરના પુત્ર હર્ષવર્ધન કપૂર રાકેશ ઓમ પ્રકાશ મહેરાની ફિલ્મ મિર્ઝા સાહિબાન દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરશે.

અક્ષરા હસન
કમલ હસનના બીજી દીકરી તથા શ્રુતિ હસનના નાના બહેન અક્ષરા હસન શમિતાભ દ્વારા અમિતાભ બચ્ચન અને ધનુષ સાથે બૉલીવુડમાં ધડાકાભેર પ્રવેશ કરવાના છે.

સૂરજ પંચોલી
જૅકી શ્રૉફની ફિલ્મ હીરોની રીમેકમાં સૂરજ પંચોલી લીડ રોલ કરી રહ્યાં છે. સૂરજ આદિત્ય પંચોલી તથા ઝરીના વહાબ જેવા ફિલ્મ કલાકારોના દીકરા છે. હીરોની રીમેક સલમાન ખાન બનાવી રહ્યાં છે.

સૈયમી ખેર
રાકેશ ઓમ પ્રકાશ મહેરાએ મિર્ઝા સાહિબાનમાં હર્ષવર્ધન કપૂર સાથે સૈયમી ખેરને હીરોઇન તરીકે લીધી છે. સૈયમી તેલુગુ ફિલ્મોની હીરોઇન છે.

કરણ સિંહ ગ્રોવર
ટેલીવિઝન કલાકાર કરણ સિંહ ગ્રોવર બિપાશા બાસુ સાથે ઍલોન ફિલ્મ દ્વારા હૉટ બૉલીવુડ ડેબ્યુ કરવા જઈ રહ્યાં છે.

અથિયા શેટ્ટી
સુનીલ શેટ્ટીની દીકરી અથિયા શેટ્ટી પણ 2015માં બૉલીવુડ ડેબ્યુ કરશે હીરોની રીમેક દ્વારા કે જેમાં લીડ રોલ સૂરજ પંચોલી કરી રહ્યાં છે. તાજેતરમાં યોજાયેલ અર્પિતા ખાનના લગ્ન સમારંભમાં અથિયા પહેલી વખત જાહેરમાં દેખાયા હતાં.

ગુરમીત ચૌધરી
ટેલીવિઝન એક્ટર ગુરમીત ચૌધરી પણ મહેશ ભટ્ટની ખામોશિયાં દ્વારા બૉલીવુડ ડેબ્યુ કરશે.

સ્વસ્તિકા મુખર્જી
બંગાળી અભિનેત્રી સ્વસ્તિકા મુખર્જી બ્યોમકેશ બક્શી દ્વારા સુશાંત સિંહ રાજપૂત સાથે બૉલીવુડ ડેબ્યુ કરી રહ્યાં છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
