'લાઈમલાઈટમાં આવવા માટે મે રેસ 3 અને હાઉસફૂલ 4 ફિલ્મો કરી હતી, હું નોટિસમાં રહેવા માંગતો હતો'
એક લાંબા બ્રેક બાદ બૉબી દેઓલે રેસ 3 ફિલ્મોમાં કમબેક કર્યુ છે જેની ક્રેડિટ તે સલમાન ખાનને આપે છે. વાંચો વિગત..
એક લાંબા બ્રેક બાદ બૉબી દેઓલે રેસ 3 ફિલ્મોમાં કમબેક કર્યુ છે જેની ક્રેડિટ તે સલમાન ખાનને આપે છે. રેસ 3 બાદ બૉબી દેઓલ હાઉસફૂલ 4, ક્લાસ ઑફ 83 જેવી ફિલ્મો અને વેબ સીરિઝ 'આશ્રમ'માં જોવા મળી ચૂક્યા છે. વળી, હાલમાં તેની પાસે ઘણા આગામી પ્રોજેક્ટ્સ પણ છે જે 2021-21માં રીલિઝ થવાના છે. હાલમાં જ પોતાના કમબેક પર વાત કરતા બૉબી દેઓલે કહ્યુ, 'મને એ વાતની પરવા નહોતી કે સલમાન ખાનની 'રેસ 3' અને અક્ષય કુમારની 'હાઉસફૂલ 4' સારી ચાલવાની છે કે નહિ, હું માત્ર નોટિસ થવા માંગતો હતો.'

ખુદને નોટિસ કરાવવા માંગતો હતો
બૉબી દેઓલે કહ્યુ, 'ઘણા વર્ષો સુધી મારી પાસે કંઈ ખાસ કામ નહોતુ અને યંગ જનરેશન મને નોટિસ નહોતી કરતી. મને ખબર હતી કે સલમાન ખાનના કારણે રેસ 3 માસ સુધી પહોંચશે. મને એ વાતની પરવા નોહતી કે આ ફિલ્મ સારી ચાલશે કે નહિ. બસ ખુદને નોટિસ કરાવવા માંગતો હતો. શુકર છે કે તે થઈ ગયુ. હું આભારી છુ.'

હાઉસફૂલ 4 બાદ ફેમિલીએ મેસેજ કર્યો
'હાઉસફૂલ 4 બાદ મારા દોસ્ત, દીકરા અને દીકરીએ મારુ કામ જોયુ અને મને મેસેજ કર્યો. એક વાર ફરીથી મને નોટિસ થયાનો આભાસ થયો. હું હજુ પણ સારા કામની શોધમાં છુ અને ડિજિટલ પ્રોજેક્ટ કરી રહ્યો છુ. મને ખુશી છે કે લોકો એ સમજી રહ્યા છે કે હું અલગ પ્રકારની ભૂમિકા નિભાવી શકુ છુ.'

રિસ્પૉન્સથી બહુ જ ખુશ છુ
કરિયરમાં નવો વળાંક આવવા પર બૉબી દેઓલે કહ્યુ, 'મે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 25 વર્ષ વીતાવ્યા છે. આજ સુધી આટલો સારો રિસ્પૉન્સ મને ક્યારેય નથી મળ્યો જે આ વખતે મળ્યો છે. આ શાનદાર અનુભવ છે. એવુ લાગી રહ્યુ છે કે મારા કરિયરની શરૂઆત અત્યારે થઈ છે.'

ઓટીટીએ આપ્યો મોકો
બૉબી દેઓલ આગળ કહે છે કે ઓટીટી પ્લેટફૉર્મે જે મને આજે ખુદને અજમાવવાનો મોકો આપ્યો છે તે રસપ્રદ રહ્યો. હું હંમેશાથી સપનુ જોતો હતો કે રોજ સવારે ઉઠીશ અને કામ માટે જઈશ અને આજે આવુ થઈ રહ્યુ છે. ઓટીટી પ્લેટફૉર્મના કારણે મે ખુદને એક્સપ્લોર કર્યો છે. બૉબી દેઓલે જણાવ્યુ કે ભાઈ સની દેઓલ, પિતા ધર્મેન્દ્ર અને મા પ્રકાશ કૌરે પણ તેની પ્રશંસા કરી છે. આશ્રમમાં બૉબી દેઓલના કામની પ્રશંસા સાંભળીને તેની માતા રોઈ પડી હતી.

25 વર્ષ પૂરા થયા
25 વર્ષ પૂરા થવા પર બૉબીએ કહ્યુ, 'ફિલ્મોમાં મને 25 વર્ષ પૂરા થઈ ગયા છે. એક ભાવનાત્મક સફર જે ઓક્ટોબર 1995માં શરૂ થયુ હતુ. હું ગર્વથી કહુ છુ કે મે ચડાવ-ઉતાર જોયા છે. આ 25 વર્ષોએ મને ક્યારેય હાર ન માનવા અને આગળ વધતા રહેવાનુ શીખવ્યુ છે.' બૉબી દેઓલની આવનારી ફિલ્મો અને વેબ સીરિઝ છે - પેન્ટ હાઉસ, એનિમલ, અપને 2 અને લવ હૉસ્ટેલ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
