ઈદે રિલીઝ થયેલી સલમાનની તમામ ફિલ્મો બ્લૉકબસ્ટર, કિકની પરીક્ષા!
મુંબઈ, 14 જુલાઈ : સલમાન ખાન બૉલીવુડના એવા ચમકતા સિતારા છે કે જેમને જોવા યુવતીઓ જ નહીં, પણ યુવાનોમાં પણ સ્પર્ધા હોય છે. ફિલ્મમાં પોતાના હીરો સલમાનના ડ્રેસ-અપથી માંડી હૅરસ્ટાઇલ સુધી યુવાન હંમેશા કૉપી કરે છે. જો વાત કરીએ, તો તેરે નામ ફિલ્મમાં સલમાનના વાળની સ્ટાઇલ ઘણા યુવાનોએ અપનાવી હતી. સલમાનને જેટલો પ્રેમ તેમના ફૅન્સ કરે છે, એટલો જ પ્રેમ સલમાન પણ ફૅન્સને કરે છે. એટલે જ તો સલમાન ખાન પોતાના ફૅન્સ સામે ઈદ પ્રસંગે નવી મૂવી લઈને રજૂ થાય છે. સલમાનની વૉન્ટેડ, બૉડીગાર્ડ, એક થા ટાઇગર, દબંગ જેવી તમામ ફિલ્મો ઈદે જ રિલીઝ થઈ અને સુપરહિટ પણ રહી.
જોક કેટલાક વર્ષોમાં ઈદ પ્રસંગે સલમાનના સ્થાને શાહરુખ ખાન અને શાહિદ કપૂર આદિ અભિનેતાઓની ફિલ્મોએ બાજી મારી લીધી, પરંતુ સલમાન ફરી એક વાર ઈદની ઈદી તરીકે કિક લઈને આવી રહ્યાં છે કે જેમાં તેમના હીરોઇન જૅકલીન ફર્નાન્ડીઝ છે. એટલુ જ નહીં, સલમાને તો 2015ની ઈદ પણબુક કરાવી રાખી છે.
ચાલો તસવીરોમાં જોઇએ ઈદે રિલીઝ થયેલી ફિલ્મો કે જે સુપરહિટ રહી :

કિક (2014)
આ વર્ષે ઈદ ઉપર સલમાન પોતાના ફૅન્સને કિક રૂપે ઈદી આપવા જઈ રહ્યાં છે. ઉપરાંત તેઓ ઈદે પોતાના અવાજમાં રેકૉર્ડ કરેલ મ્યુઝિક આલબમ પણ લાવી રહ્યાં છે.

ચેન્નઈ એક્સપ્રેસ (2013)
શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણે અભિનીત ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મ ઈદે રિલીઝ થઈ હતી.

એક થા ટાઇગર (2012)
સલમાન-કૅટરીનાની રોમાંટિક જોડીને સિનેમાઘરોમાં જોવા માટે ઈદે ભારે ભીડ ઉમટી હતી.

બૉડીગાર્ડ (1011)
સલમાન ખાને બૉડીગાર્ડ ફિલ્મ પણ ઈદે રિલીઝ કરી હતી કે જેમાં કરીના કપૂર હતાં અને આ ફિલ્મ સુપરહિટ રહી હતી.

દબંગ (2010)
સોનાક્ષી સિન્હા સાથે સલમાનના પ્રેમની કેમેસ્ટ્રીની મિસ્ટ્રી સમજવાતી ફિલ્મ દબંગ ઈદે રિલીઝ થઈ અને સુપર-ડુપરહિટ રહી.

વૉન્ટેડ (2009)
સલમાનની વધુ એક એક્શન મૂવી વૉન્ટેડ પણ ઈદ પ્રસંગે ફૅન્સ માટે ઈદી બની રહી હતી.

ભૂલ ભુલૈયા (2007)
ખિલાડીઓના ખિલાડી અક્ષય કુમારની ફિલ્મ ભૂલ ભુલૈયા પણ ઈદે રિલીઝ થઈ હતી.

દિલ બોલે હડિપ્પા (2009)
ઈદે રિલીઝ થયેલ રાણી મુખર્જી અને શાહિદ કપૂરની ફિલ્મ દિલ બોલે હડિપ્પાએ સલમાનની ફિલ્મ વૉન્ટેડને સારી ટક્કર આપી હતી.

કિડનૅપ (2008)
સંજય દત્તની ઈદે રિલીઝ થયેલી ફિલ્મ કિડનૅપ લોકોને બહુ ખાસ ન ગમી.

દ્રોણ (2008)
અભિષેક બચ્ચન અને પ્રિયંકા ચોપરાની દ્રોણ પણ ઈદે રિલીઝ થઈ હતી, પણ સફળ ન રહી શકી.

લાગા ચુનરી મેં દાગ (2007)
રાણી મુખર્જી અને કોંકણા સેનની ફિલ્મ લાગા ચુનરી મેં દાગે ઈદમાં રિલીઝ થઈ દર્શકોને સમાજિક સંદેશો આપ્યો હતો.

બજરંગી ભાઈજાન (2015)
સલમાન ખાને આગામી વર્ષની ઈદનું બુકિંગ અત્યારથી કરાઈ લીધું છે. તેમની ફિલ્મ બજરંગી ભાઈજાન 2015માં ઈદે રિલીઝ થશે કે જેમાં તેમના હીરોઇન કરીના કપૂર હશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
