હરણ શિકાર પ્રકરણ : સુપ્રીમ કોર્ટની સલમાનને રાહત
નવી દિલ્હી, 24 જાન્યુઆરી : એક મોટા અને રાહતના સમાચાર અભિનેતા સલમાન ખાન માટે આવી રહ્યાં છે. સુપ્રીમ કોર્ટે તેમને રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે વર્ષ 1998ના કાળિયાર હરણ શિકાર પ્રકરણથી રાજસ્થાનમાં રમખાણો વકરવાનો તેમની સામેનો આરોપ તથ્યહન છે. તેથી હવે આ આરોપ અંગે કોઈ સુનવણી નહીં થાય. જોકે સુપ્રીમ કોર્ટે એટલું જરૂર કહ્યું કે સલમાન ખાન સામે વન્ય જીવ સંરક્ષણ કાનુન હેઠળ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ પી. સદાશિવમના પ્રમુખપદ હેઠળની બેંચે ગુરુવારે રાજસ્થાન સરકાર તરફથી દાખલ અરજી ફગાવી દીધી. અરજીમાં કહેવામાં આવ્યુ હતું કે સલમાન ખાને કાળિયારનો શિકાર કર્યા બાદ રાજસ્થાનમાં રમખાણ જેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી.
નોંધનીય છે કે આ સમગ્ર પ્રકરણ 1998નું છે કે જ્યારે સલમાન ખાન, સૈફ અલી ખાન, તબ્બુ, સોનાલી બેન્દ્રે અને નીલમ રાજસ્થાનમાં સૂરજ બરજાત્યાની હમ સાથ સાથ હૈં ફિલ્મનું શુટિંગ કરી રહ્યા હતાં.
સલમાન સહિત ઉપરોક્ત પાંચે કલાકારો સામે સંરક્ષિત કાળિયારનો શિકાર કરવાનો આરોપ છે. રાજસ્થાન સરકાર તરફથી કહેવામાં આવ્યુ હતું કે શિકારના કારણે જ રાજ્યના લોકોનો ગુસ્સો ફાટી નિકળ્યો હતો અને લોકો બેકાબુ થઈ ગયા હતાં. સુપ્રીમ કોર્ટે આ આરોપને તથ્યહીન ગણાવ્યો છે. અહીં આપને જણાવી દઇએ કે સલમાન સામે જો રમખાણ વાળો આરોપ સાબિત થાત, તો તેમને સખતમાં સખત સજા થાત.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
