Aish-Abhi : જાણો પહેલી મુલાકાતથી મિલન સુધીની Full Story!
બચ્ચન બહુ ઐશ્વર્યા રાય આજે પોતાનો 41મો જન્મ દિવસ ઉજવી રહ્યા છે. તે બાબતમાં કોઈ શંકા નથી કે તેઓ આજે પણ મોસ્ટ બ્યુટીફુલ વુમેન છે. આરાધ્યા જેવી ક્યૂટ બાળકીને જન્મ આપ્યા બાદ પણ ઐશનો ચાર્મ ઘટ્યો નથી, બલ્કે વધ્યો જ છે.
ઐશ્વર્યા રાય ભલે બૉલીવુડ સ્ક્રીનથી દૂર છે, પરંતુ તેમના ફૅન્સ તેમના કમબૅકનો ઇંતેજાર કરી રહ્યા છે. ઐશે જઝ્બા ફિલ્મ સાઇન પણ કરી છે કે જેમાં તેમનો મજબૂત રોલ છે. જઝ્બા દ્વારા ઐશ્વર્યા રાય બૉલીવુડ કમબૅક કરવા જઈ રહ્યા છે.
ઐશ્વર્યા રાય એમ તો બૉલીવુડમાં ટોચના અભિનેત્રી ગણાતા હતાં, પરંતુ અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા બાદ અને સગર્ભા થયા બાદ તેઓ રૂપેરી પડદેથી ગાયબ થઈ ગયાં. આરાધ્યાના જન્મ બાદ ઐશના પુનરાગમનની અનેક અટકળો લગાવવામાં આવી, પરંતુ હવે ઐશ ફાઇનલી જઝ્બા ફિલ્મ સાથે કમબૅક કરવા જઈ રહ્યા છે.
ચાલો હાલ તો આપને બતાવીએ ઐશ-અભિની મુલાકાતથી લગ્ન સુધીની રસપ્રદ કહાણી :

પહેલી મુલાકાત
તેઓ એક-બીજાને પહેલી વખત 1997માં મળ્યા હતાં કે જ્યારે ઐશ્વર્યા રાય પોતાની પ્રથમ ફિલ્મ ઔર પ્યાર હો ગયા માટે શૂટિંગ કરતા હતાં. અભિષેકે જણાવ્યુ હતું, ‘હું ઐશ્વર્યાને પહેલી વખત ઑગસ્ટ, 1997માં મળ્યો હતો. હું મારા પિતાની ફિલ્મ મૃત્યુદાતાના શૂટિંગ દરમિયાન સ્વિટ્ઝરલૅન્ડ હતો અને તે પોતાની પ્રથમ ફિલ્મ ઔર પ્યાર હો ગયાનું શૂટિંગ કરતી હતી.'

પહેલી નજરમાં મિત્રો બન્યાં
અભિષેકે જણાવ્યુ હતું - મને યાદ છે કે એક સાંજે બૉબી દેઓલ (ઐશના કો-સ્ટાર)એ મને ડિનર માટે પોતાની હોટેલે બોલાવ્યો અને ઐશ પણ ત્યાં હતી. ઐશ સાથે હકીકતમાં આ મારી પહેલી મુલાકાત હતી.

ઐશના બૉયફ્રેન્ડ્સ
સલમાન ખાન સાથે ડેટિંગ કરનાર ઐશની રિલેશનશિપ પ્રેમમાં ન પરણમી શકી, પણ બંને વચ્ચે બ્રેક-અપ થઈ ગયું. સલમાન પહેલા ઐશ વિવેક ઓબેરૉય સાથે ડેટિંગ કરતા હતાં, પરંતુ તેમના બ્રેક-અપના કારણનો કોઈ ખુલાસો ન થયો.

ડેટિંગ
કહે છે કે ઉમરાવ જાનથી માંડી ગુરુ સુધીની ફિલ્મોની સિરીઝ દરમિયાન ઐશ અને અભિ નજીક આવ્યાં, પરંતુ હકીકતમાં બંનેએ ગુરુ ફિલ્મના શૂટિંગ દરમિયાન ડેટિંગ શરૂ કર્યું. અભિષેકના જણાવ્યા મુજબ, ‘અમે ગુરુ શરૂ કરી. કદાચ ડેટિંગ ત્યારથી જ શરૂ થયું.'

ડેટિંગ ગંભીરતામાં બદલાઈ
સને 2006માં અમિતાભ બચ્ચનના ભાઈ અજિતાભ બચ્ચને ઐશ-અભિના સંબંધોને લગ્નનો રૂપ આપવાની શરૂઆત કરી. કહે છે કે અજિતાભ ઐશ અને અભિની જન્મ કુંડળીઓ મેળવવા બેંગલુરૂ બેજ્ડ એસ્ટ્રોલૉજર ચંદ્રશેખર સ્વામી પાસે ગયા હતાં.

પ્રસ્તાવ
ટોરંટોમાં ગુરુ ફિલ્મના પ્રીમિયર બાદ અભિષેક બચ્ચને ઐશ્વર્યા રાય સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. ઐશે તરત જ આ પ્રસ્તાવ સ્વીકારી લીધો અને બંને 20મી એપ્રિલ, 2007ના રોજ પરણી ગયાં.

લગ્ન
અમિતાભ બચ્ચનના ઘરે ઐશ-અભિના લગ્નનું સમારંભ ત્રણ દિવસ ચાલ્યું. લગ્ન સમારંભમાં સંગીત અને મહેંદીની રસ્મોનો પણ સમાવેશ થતો હતો. આ લગ્નમાં મીડિયા કવરેજ પર બૅન હતો.

વિવાદો
ઐશ-અભિ છુટા પડવાની અનેક અફવાઓને અભિષેકે હાંસી કાઢી અને આજે બંને એક આદર્શ યુગલ છે બૉલીવુડમાં.

આરાધ્યા
લગ્નના ચાર વર્ષ બાદ ઐશ્વર્યા રાયે 16મી નવેમ્બર, 2011ના રોજ દીકરીને જન્મ આપ્યો. તેનું નામ આરાધ્યા રાખવામાં આવ્યું.

પરફેક્ટ કપલ
ઐશ્વર્યા વિશ્વના મોસ્ટ બ્યુટીફુલ વુમૅનમાં સામેલ છે, તો અભિષેક વિશ્વના મોસ્ટ પાવરફુલ પરિવારમાંથી આવે છે. પરફેક્ટ મૅચ, પરફેક્ટ કપલ છે ઐશ-અભિ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
