Raj Babbar Birthday: સ્મિતા પાટિલ સાથે લિવ ઈનમાં રહેવા લાગ્યા હતા પરિણીત રાજ બબ્બર, આ રીતે કર્યા લગ્ન
Raj Babbar Birthday: રાજ બબ્બર એક સારા અભિનેતા જ નહિ પરંતુ તે એક સારા રાજકારણી પણ છે. રાજ બબ્બર તેમની ફિલ્મી કરિયરની સાથે સાથે અંગત જીવનને લઈને પણ લોકોમાં ચર્ચાનો વિષય રહ્યા છે. તેઓ હિન્દી સિનેમાની દિગ્ગજ અભિનેત્રી સ્મિતા પાટીલ સાથેના સંબંધોને કારણે પણ ઘણા ચર્ચામાં રહ્યા.
સ્મિતા પાટીલ અને રાજ બબ્બરની મુલાકાત વર્ષ 1982માં 'ભીગી પલકે'ના શૂટિંગ દરમિયાન થઈ હતી, જે બાદમાં પ્રેમમાં પરિણમી હતી. આજે રાજ બબ્બરનો જન્મદિવસ છે. તેમના જન્મદિવસના આ અવસર પર આવો જાણીએ સ્મિતા પાટીલ સાથેની તેમની લવ સ્ટોરી...

તમને જણાવી દઈએ કે જ્યારે રાજ બબ્બર સ્મિતા પાટીલને મળ્યા ત્યારે તે પહેલાથી જ પરિણીત હતા પરંતુ તેમ છતાં બંને એકબીજાને દિલ દઈ બેઠા હતા. થોડા સમય પછી બંનેએ સાથે રહેવાનું પણ નક્કી કર્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાજ બબ્બરે તેમની પત્ની નાદિરાને છોડી દીધી અને સ્મિતા સાથે રહેવા લાગ્યા. જ્યારે આ વાત મીડિયામાં ફેલાઈ તો લોકોએ આ કપલની ખૂબ ટીકા કરી.
આ પછી સમાચાર આવ્યા કે સ્મિતા પાટીલે રાજ બબ્બર સાથે લગ્ન કરી લીધા છે. તમને જણાવી દઈએ કે સ્મિતાના આ નિર્ણયથી તેના માતા-પિતા બિલકુલ ખુશ ન હતા. લેખિકા મૈથિલી રાવે પણ અભિનેત્રીની બાયોગ્રાફીમાં સ્મિતા પાટીલ અને રાજ બબ્બરની લવ સ્ટોરીનો ઉલ્લેખ કર્યો છે. પુસ્તક અનુસાર સ્મિતા પાટીલની માતા રાજ બબ્બર સાથેના સંબંધોની વિરુદ્ધ હતી. સ્મિતાની માતાએ કહ્યું કે મહિલાઓ માટે લડતી તેમની દીકરી બીજી મહિલાનું ઘર કેવી રીતે તોડી શકે.
લગ્નના થોડા સમય બાદ રાજ બબ્બર અને સ્મિતા પાટીલ વચ્ચે અણબનાવ શરૂ થયો હતો. બંને વચ્ચેના પ્રેમનો અંત આવી રહ્યો હતો. સ્મિતા પાટીલે લગ્નના થોડા સમય બાદ એક પુત્રને જન્મ આપ્યો, જેનું નામ પ્રતિક બબ્બર છે. તમને જણાવી દઈએ કે અભિનેત્રી સ્મિતા પાટીલનું નિધન વર્ષ 1986માં થયું હતું. મળતી માહિતી મુજબ પ્રતિકના જન્મના થોડા જ અઠવાડિયા બાદ સ્મિતા પાટીલને ઘણી શારીરિક સમસ્યાઓ થવા લાગી હતી. તેની તબિયત સતત બગડતી રહી અને પછી અચાનક તેનું અવસાન થયું. આવી સ્થિતિમાં પ્રતિકનો ઉછેર તેના દાદા-દાદીએ મુંબઈમાં કર્યો હતો.
એવું કહેવાય છે કે સ્મિતા પાટીલ હંમેશા તેમના મૃત્યુ પછી દુલ્હનની જેમ સજવા માંગતી હતી. સ્મિતાએ તેના મેક-અપ આર્ટિસ્ટ દીપક સાવંતને કહ્યું હતું કે જો હું મરી જઈશ તો મને સુહાગનની જેમ તૈયાર કરજે. અભિનેત્રીના નિધન બાદ પોતાનું દુઃખ વ્યક્ત કરતાં દીપકે કહ્યું કે મને ક્યાં ખબર હતી કે મારે એવું કંઈક કરવું પડશે જે વિશે કોઈ મેક-અપ આર્ટિસ્ટે ક્યારેય વિચાર્યું પણ ન હોય.
પ્રતિક બબ્બરે તેના પિતા રાજ બબ્બર સાથે ઘણા વર્ષો સુધી વાત કરી ન હતી. શરૂઆતમાં તેના પિતા રાજ બબ્બર સાથેના સંબંધો વણસેલા હતા. જોકે, ફિલ્મોમાં આવ્યા બાદ રાજ બબ્બરે પ્રતિક સાથે વાત કરવાનું શરૂ કર્યું હતું. અને રાજ બબ્બરે પાછળથી નાદિરા સાથે ફરીથી લગ્ન કર્યા. આર્ય બબ્બર અને જુહી બબ્બર પ્રતિકના સાવકા ભાઈ-બહેન છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
