Birthday: એક કલાકના લાઈવ કૉન્સર્ટ માટે 2 કરોડ રુપિયા લે છે અરિજીત સિંહ, કરોડોની સંપત્તિના માલિક આ રીતે જીવે છે
Arijit Singh Birthday: બૉલિવુડના લોકપ્રિય સિંગર અરિજીત સિંહને સાંભળવાનુ લોકોને ખૂબ ગમે છે. તે આજના સમયમાં રોમેન્ટીક ગીતોના બાદશાહ છે. આજે દરેક ફિલ્મમાં એક ગીત તો અરિજીત સિંહનુ સાંભળવા મળશે જ.
અરિજિત સિંહ દ્વારા ગવાયેલું લગભગ દરેક ગીત તેના ચાહકોનુ ફેમસ બની જાય છે. તેના ગીતો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થાય છે. આજે અરિજીત સિંહનો 36મો જન્મદિવસ છે. આવો આજે જાણીએ તેમની કુલ સંપત્તિ, કમાણી અને લાઈફ સ્ટાઈલ વિશે.

દેશના ટોચના ગાયકોમાંના એક હોવા છતાં અને કરોડોની સંપત્તિના માલિક હોવા છતાં, અરિજીત સિંહ ખૂબ જ સાદુ જીવન જીવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અરિજિત સિંહની કુલ સંપત્તિ લગભગ 70 મિલિયન ડૉલર છે, એટલે કે અરિજીત સિંહ 57 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે. તમને જણાવી દઈએ કે અરિજિત સિંહ બૉલિવુડના જ સૌથી વધુ કમાણી કરનાર સિંગર નથી પરંતુ સૌથી વધુ ટેક્સ ચૂકવનાર પણ છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ અરિજીત સિંહ ફિલ્મોમાં એક ગીત રેકોર્ડ કરવા માટે લગભગ 30 લાખ રૂપિયા ચાર્જ કરે છે. આ જ કારણ છે કે આજે અરિજીત સિંહની સંપત્તિ કરોડોમાં પહોંચી ગઈ છે. બૉલિવુડ ઈન્ડસ્ટ્રીમાં ઘણા વર્ષો સુધી સંઘર્ષ કર્યા બાદ આખરે અરિજિત સિંહે લોકોના દિલમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે.
જાણકારી અનુસાર અરિજીત સિંહ એક કલાકના લાઈવ કૉન્સર્ટ માટે લગભગ 2 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. અરિજિત સિંહના લાઈવ કૉન્સર્ટનું આયોજન દેશ-વિદેશમાં દરેક જગ્યાએ કરવામાં આવે છે. તે મહિનામાં ઓછામાં ઓછા બે લાઈવ શો કરે છે. આ સિવાય તે સોશિયલ મીડિયા પર પણ બતાવે છે અને તેમની પાસેથી લાખોની કમાણી કરે છે.
થોડા વર્ષો પહેલા સુધી અરિજીત સિંહ તેના પરિવાર સાથે કોલકાતામાં રહેતા હતા. હાલ તેઓ પરિવાર સાથે નવી મુંબઈમાં એક આલીશાન બંગલામાં શિફ્ટ થયા છે. આ આલીશાન ઘરની કિંમત લગભગ 8 કરોડ રૂપિયા છે. જોકે અરિજિત સિંહની જીવનશૈલી એકદમ સરળ છે અને તેમને વૈભવી રીતે જીવવું પસંદ નથી.
અરિજીત સિંહ પાસે ઘણા મોંઘા વાહનો પણ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અરિજીત સિંહ પાસે રેન્જ રોવર, હમર અને મર્સિડીઝ બેન્ઝ જેવા લક્ઝરી વાહનો છે. અરિજિત સિંહના તમામ વાહનોની કિંમત લગભગ 1થી 1.5 કરોડ રૂપિયા છે. આ સાથે અરિજીત સિંહ એક NGO પણ ચલાવે છે. અરિજિત સિંહ પોતાની NGOની ચેરિટી માટે ઘણીવાર કૉન્સર્ટ કરે છે.












Click it and Unblock the Notifications
