બિપાશા થયાં 34ના, સલમાન છે ફિટનેસ આઇકૉન
મુંબઈ, 7 જાન્યુઆરી : બૉલીવુડના બંગાળી બાળા બિપાશા બાસુનો આજે 34મો જન્મ દિવસ છે. તાજેતરમાં જ બિપાશાએ પોતાની બીજી ફિટનેસ ડીવીડી લૉન્ચ કરી કે જેનું શીર્ષક છે બૅક ફ્રી. બિપાશાએ આ ડીવીડી માટે બૉલીવુડના હિટ એન્ડ ફિટ એક્ટરોમાંના એક સલમાન ખાનની ફિટનેસ આઇકૉન તરીકે પસંદગી કરી છે. સલમાનની સાથે-સાથે બિપાશા સામે હૃતિક રોશન અને અક્ષય કુમારના વિકલ્પો પણ હતાં, પરંતુ બિપાશાએ લાંબા વિચારના અંતે સલમાનને જ પોતાની ડીવીડી માટે ફિટનેસ આઇકૉન તરીકે પસંદ કર્યાં.

નવી દિલ્હી ખાતે 7મી જાન્યુઆરી, 1979ના રોજ જન્મેલ બિપાશાએ જણાવ્યું - મને લાગે છે કે સલમાન ખાન જ આપણી ઇન્ડસ્ટ્રીમાં ફિટનેસનો ફંડા લઈ આવ્યાં છે. તેઓ હંમેશા લોકો માટે ફિટનેસ આઇકૉન રહેશે. બિપાશાએ હૃતિક રોશન અંગે જણાવ્યું - હૃતિક એક ખૂબ જ હૅન્ડસમ તથા સ્માર્ટ હીરો છે. સાથે જ તેમની બૉડી શ્રેષ્ઠ છે. તેમની સાથે પણ અનેક મુશ્કેલીઓ છે, પરંતુ મુશ્કેલીઓ સામે લડતાં હૃતિકે ખૂબ મહેનત કરી. તેથી જ તેઓ આજે આવાં દેખાય છે. હૃતિકની આ ગ્રેટ બૉડી પાછળ પણ એક લાંબી કહાણી છે.
બિપાશા બાસુએ અક્ષય કુમારના પણ વખાણ કર્યાં. બિપાશાના જન્મ દિવસના પ્લાન કંઈક એવાં છે કે તેઓ ગોવા ખાતે પોતાના બહેન અને મિત્રો સાથે પોતાનો જન્મ દિવસ ઉજવશે. તેમણે રવિવારે ટ્વિટ કર્યું - હું ગોવા જઈ રહી છું પોતાના મિત્રો અને પોતાની બહેનો સાથે પોતાનો જન્મ દિવસ ઉજવવા. વનઇન્ડિયા પરિવાર તરફથી પણ બિપાશાને જન્મ દિવસની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ.












Click it and Unblock the Notifications
