હરમને એન્ટ્રી મારી ખાસ બનાવ્યો બિપાશાનો જન્મ દિવસ
મુંબઈ, 8 જાન્યુઆરી : બૉલીવુડના હૉટ એન્ડ સેક્સી બંગાળી બાળા બિપાશા બાસુનો ગઈકાલે જન્મ દિવસ હતો. પોતાનો જન્મ દિવસ આરામથી મિત્રો સાથે એન્જૉય કરવા માટે બિપાશા પોતાની બહેનો અને મિત્રો સાથે ગોવા જતા રહ્યાં, પરંતુ તેમના જન્મ દિવસને ખાસ બનાવ્યો હરમન બાવેજાએ પોતાની એન્ટ્રીથી.

મળતી માહિતી પ્રમાણે જન્મ દિવસની પૂર્વ સંધ્યા એટલે કે 6ઠી જાન્યુઆરીના રોજ બિપાશા બાસુ જ્યારે ઍરપોર્ટ પહોંચ્યાં, તો તેમની સાથે તેમના કેટલાંક નજીકના મિત્રો અને તેમની બહેનો તો હતી જ, પરંતુ તેમના નવા બૉય ફ્રેન્ડ હરમન બાવેજા પણ હાજર હતાં. હરમને બિપાશાના આ ખાસ દિવસને વધુ ખાસ બનાવવાની પુરતી તૈયારી કરી હતી.
નોંધનીય છે કે કેટલાંક સમય અગાઉ જૅકી ભાગનાનીની પાર્ટી દરમિયાન બિપાશા બાસુ હરમાનની કારમાં દેખાયા હતાં. પછી ગઈકાલે 7મી જાન્યુઆરીના રોજ બિપાશાના જન્મ દિવસ દરમિયાન ગોવાના એક રિસૉર્ટ ખાતેના સ્વિમિં પૂલમાં પણ બિપાશા-હરમન એક-બીજાની ખૂબ નજીક આવી ફોટો પડાવતાં દેખાયાં. બંનેએ સાથે મળી મિત્રો સાથે મન મુકીને ડાંસ કર્યો અને પાર્ટી કરી.
બિપાશાના નજીકના સૂત્રોના જણાવ્યા મુજબ બિપાશા પોતાના મિત્રોના ટોળા સાથે રવિવારની સવારે ગોવાની ફ્લાઇટમાં જવા રવાના થયાં. થોડાંક કલાકો બાદ હરમને પણ તેમને જૉઇન કર્યાં. બિપાશા અને હરમન રવિવારનો આખો દિવસ અને આખી રાત સાથે જ હતાં અને એક-બીજા સાથે ડાંસ કરતાં પણ દેખાયાં. હરમન અગાઉ બિપાશા બાસુ બૉલીવુડના હૅન્ડસમ બૉય જ્હૉન અબ્રાહમ સાથે લવ અફૅર ચલાવી ચુક્યાં છે. સાથે જ તેમનું નામ શાહિદ કપૂર તથા રાણા દુગ્ગાબતી સાથે પણ જોડાયું હતં, પરંતુ બિપાશાએ હાલ હરમન બાવેજાને પોતાનો લવર બૉય તરીકે પસંદ કર્યાં છે અને તેમની સાથે સંબંધો વધુ મજબૂત કરવામાં વ્યસ્ત છે. ખેર શક્ય છે કે આ સંબંધથી બિપાશાના જીવનની એકલતાં દૂર થઈ શકશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
