બિગ બૉસમાં પોતાની સુંદરતાનો કહેર વરસાવનાર નિક્કી તંબોલીએ સાઈન કરી ફિલ્મ, શરુ કરી દીધુ છે શૂટિંગ

મીડિયા રિપોર્ટ મુજબ નિક્કી તંબોલીને બૉલિવુડનો એક મોટો પ્રોજેક્ટ મળી ગયો છે. જાણો વિગત.

મુંબઈઃ બિગ બૉસની ગઈ સિઝનમાં સેકન્ડ રનરઅપ રહેલી નિક્કી તંબોલી પોતાના ગ્લેમરસ લુકથી ખૂબ જ ચર્ચામાં રહે છે. બિગ બૉસ ઉપરાંત નિક્કી તંબોલી ખતરો કે ખિલાડી સિઝન 11માં પણ જોવા મળી હતી. આ દરમિયાન ટીવી ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી ચૂકેલી નિક્કી ખૂબ જલ્દી બૉલિવુડમાં પણ જોવા મળવાની છે. મીડિયા રિપોર્ટ મુજબ નિક્કી તંબોલીને બૉલિવુડનો એક મોટો પ્રોજેક્ટ મળી ગયો છે જેના દ્વારા તે બૉલિવુડમાં ડેબ્યુ કરવાની છે.

નિક્કીએ શરુ કરી દીધુ છે ફિલ્મનુ શૂટિંગ

નિક્કીએ શરુ કરી દીધુ છે ફિલ્મનુ શૂટિંગ

મીડિયા રિપોર્ટ અનુસાર નિક્કીએ હાલમાં જ એક બૉલિવુડ ફિલ્મ સાઈન કરી છે જેનુ શૂટિંગ પણ તે શરુ કરી ચૂકી છે. જો કે હજુ નિક્કી તરફથી આને લઈને કોઈ અધિકૃત માહિતી આપવામાં આવી નથી પરંતુ ફેન્સ ખુદ નિક્કી તરફથી આ સમાચારની પુષ્ટિ કરવા માંગે છે. વળી, નિક્કીના ફેન્સને તેને મોટા પડદે જોવાનુ કોઈ ટ્રીટથી કમ નહિ હોય.

નિક્કીએ બિગ બૉસ બાદ ઘણી વીડિયોઝમાં કર્યુ છે કામ

નિક્કીએ બિગ બૉસ બાદ ઘણી વીડિયોઝમાં કર્યુ છે કામ

તમને જણાવી દઈએ કે નિક્કી તંબોલી બિગ બૉસની સિઝન ખતમ થયા બાદ ઘણા વીડિયો સૉન્ગમાં જોવા મળી ચૂકી છે. વળી, કહેવામાં એ પણ આવી રહ્યુ છે કે નિક્કાીને માત્ર એક જ ફિલ્મ નહિ પરંતુ ઘણી વધુ ફિલ્મોની ઑફર પણ મળી છે.

કોણ છે નિક્કી તંબોલી?

કોણ છે નિક્કી તંબોલી?

તમને જણાવી દઈએ કે નિક્કી તંબોલી આમ તો સાઉથની સ્ટાર છે પરંતુ તેને અસલી ઓળખ બિગ બૉસમાંથી મળી. નિક્કી તંબોલી 1 તમિલ અને 2 તેલુગુ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. 2019માં નિક્કી તંબોલી કંચના 3થી ઘણી ફેમસ થઈ હતી. બિગ બૉસના ઘરમાં નિક્કી તંબોલીનુ પરફૉર્મન્સ ખૂબ શાનદાર રહ્યુ હતુ. પોતાના 100 ટકા આપ્યા બાદ પણ તે ટ્રૉફી જીતી શકી નહોતી. બિગ બૉસના ઘરમાં નિક્કી સિંગર જાન કુમાર સાનૂ સાથે સંબંધોને લઈને છવાયેલી રહી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X