‘અમિતાભ-જયા’ ઉજવે છે લગ્નની 40મી વર્ષગાંઠ
મુંબઈ, 3 જૂન : બૉલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને તેમના પત્ની અભિનેત્રી જયા બચ્ચને સોમવારે પોતાના લગ્નની 40મી વર્ષગાંઠ ઉજવી. બંનેએ આ પ્રસંગે સાથ પસાર કરેલી પળો યાદ કરી. અમિતાભે જણાવ્યું કે ઈશ્વરની તેમની ઉપર મોટી કૃપા છે કે તેમને આટલો સારો પરિવાર મળ્યો.

અમિતાભે બ્લૉગ ઉપર લખ્યું - આજે 3જી જૂન, 2013ના રોજ લગ્નના 40 વરસ પૂર્ણ થઈ ગયાં. છેલ્લા 40 વર્ષો જયા અને મેં સાથ વિતાવ્યાં. આ આખી ઝિંદગી છે.
અમિતાભ બચ્ચન અને જયા બચ્ચને અભિમાન, ચુપકે ચુપકે, શોલે અને ઝંજીર જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. બિગ બીએ બ્લૉગ ઉપર લખ્યું - 40 વરસ અગાઉ ખૂબ જ સાદગીસભર સમારંભમમાં અમારા લગ્ન સમ્પન્ન થયા હતાં. દક્ષિણ મુંબઈના માલાબાર હિલ્સ ખાતે એક મિત્રના ઘરે સાદાઈથી અમારા લગ્ન થયા હતાં. કોઈ પણ ધૂમ-ધડાકા કે આડંબર વગર બધું પૂર્ણ થયુ હતું.
અમિતાભે લખ્યું - અમે એક-બીજાને વાયદો કર્યો હતો કે જો ઝંજીર સફળ થઈ, તો અમે લગ્ન કરી લઇશું. આજે અમે એક પુત્ર-પુત્રી અને ત્રણ બાળકોના દાદા-દાદી અને નાના-નાની છીએ. ઈશ્વરની મોટી કૃપા રહી છે આજે અમને વહુ-દીકરા, દીકરી-જમાઈ તથા આટલા સારા વેવાઈ મળ્યાં છે.
અમિતાભ બચ્ચનને સવારથી જ ઇંટરનેટ ઉપર લગ્નની વર્ષગાંઠે શુભેચ્છાઓ મળી રહી છે. તેમણે ટ્વિટરના માધ્યમથી શુભેચ્છાઓ આપનારનો આભાર વ્યક્ત કર્યોં. અમિતાભે લખ્યું - સૌનો તેમની શુભેચ્છાઓ બદલ આભાર. ઈશ્વર આપને આશીર્વાદ આપે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
