Marital Rape Dialogue પર ભૂમિએ માંગી માફી, કહી દીધી મોટી વાત, જુઓ Video

પતિ, પત્ની ઓર વો ફિલ્મમાં મેરિટર રેપની મજાક ઉડાવવા બદલ ભૂમિ પેડનેકરે માફી માંગી છે.

ફિલ્મી અભિનેત્રી ભૂમિ પેડનેકર હાલમાં આવનારી ફિલ્મ 'પતિ,પત્ની ઓર વો' માટે ઘણી ચર્ચિત છે. હાલમાં જ ફિલ્મનું ટ્રેલર ઘણુ છવાયેલુ રહ્યુ પરંતુ વિવાદોના કારણે. વાસ્તવમાં આ ફિલ્મના ટ્રેલરમાં એક જગ્યાએ ફિલ્મના એક્ટર કાર્તિક આર્યન પતિ-પત્નીના અંગત સંબંધોની ચર્ચા કરી રહ્યા છે. આ દરમિયાન તે મેરિટલ રેપનો મજાક ઉડાવી રહ્યા છે જેના કારણે તેમની ઘણી ટીકા થઈ હતી, એટલુ જ નહિ લોકોએ સોશિયલ મીડિયા પર આ વાત માટે આખી ફિલ્મ યુનિટની ઝાટકણી કાઢી હતી.

મેરિટલ રેપ સંવાદ પર અભિનેત્રી ભૂમિએ માંગી માફી

મેરિટલ રેપ સંવાદ પર અભિનેત્રી ભૂમિએ માંગી માફી

પરંતુ આ ગંભીર મુદ્દે સફાઈ આપી છે ફિલ્મ અભિનેત્રી ભૂમિ પેડનેકરે. હાલમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં ભૂમિએ કહ્યુ કે, ‘જો આનાથી કોઈની પણ ભાવનાઓને ઠેસ પહોંચી હોય તો અમે માફી માંગીએ છીએ કારણકે અમારો આ ઈરાદો બિલકુલ નહોતો, અમારી ફિલ્મના ડાયરેક્ટ મુદસ્સર મહિલાઓનુ સમ્માન કરે છે, હું પણ એક મહિલા છુ અને નારીનુ સમ્માન કરુ છુ.'

અમને નારી સમ્માનનો પૂરો ખ્યાલઃ ભૂમિ પેડનેકર

અમને નારી સમ્માનનો પૂરો ખ્યાલઃ ભૂમિ પેડનેકર

અમે સતત જેન્ડર ગેપ ઘટાડવા પર કામ કરી રહ્યા છે અને હું કોઈ એવી ફિલ્મનો હિસ્સો નહિ હોઉ જેનાથી આ વધે, મે ઘણી એવી ફિલ્મો ઠુકરાવી પણ છે, જ્યાં મહિલાઓના સમ્માનની વાત નહોતી, એ ફિલ્મો મને સારા એવા પૈસામાં ઓફર થઈ હતી, જે બાદમાં હિટ પણ થઈ છે પરંતુ મે આવી ફિલ્મો ન કરી કે જે નારી સમ્માનને ઠેસ પહોંચાડે એટલા માટે અમે કે અમારી આખી ટીમ મેરિટલ રેપ જેવા ગંભીર મુદ્દા પર કેવી રીતે મજાક કરી શકે છે.

6 ડિસેમ્બરના રોજ રિલીઝ થશે પતિ પત્ની ઓર વો

6 ડિસેમ્બરના રોજ રિલીઝ થશે પતિ પત્ની ઓર વો

જો કે તમને જણાવી દઈએ કે અભિનેતા કાર્તિક આર્યન, ભૂમિ પેડનેકર અને અનન્યા પાંડેની ફિલ્મ પતિ પત્ની ઓર વોનુ ટ્રેલર ઘણુ મઝાનુ છે અને ચિંટુ ત્યાગીના રોલમાં કાર્તિક આર્યન ઘણો ધમાકો કરતો જોવા મળી રહ્યો છે. મુદસ્સર અઝીઝના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ 6 ડિસેમ્બર 2019ના રોજ રિલીઝ થશે. તમને જણાવી દઈએ કે આ 1978માં સંજીવ કુમાર સ્ટારર આવેલી સુપરહિટ ફિલ્મ પતિ પત્ની ઓક વોની રિમેક ફિલ્મ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X