#Superb: આ પોસ્ટર બાહુબલી 3નું તો નથી ને?
ફિલ્મ બાહુબલી 2ને અમૂલ બટરે ખૂબ જ સ્વાદિષ્ટ ટ્રિબ્યૂટ આપ્યું છે.
બાહુબલી 2 એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. આ ફિલ્મ એક પછી એક રેકોર્ડ તોડતી જાય છે. ભારતીય સિનેમાની સૌથી મોટી ઐતિહાસિક ફિલ્મોમાં સ્થાન મેળવી ચૂકેલ બાહુબલી સાથે રોજ નવો વિવાદ કે રેકોર્ડ જોડાતો જાય છે. એવામાં બાહુબલીનું એક શાનદાર અને મજેદાર પોસ્ટર સામે આવ્યું છે. આ પોસ્ટર જોઇને ડાયરેક્ટર અસ.અસ.રાજામૌલીને પણ થશે કે, આ જ ફિલ્મનું મેઇન પોસ્ટર હોવું જોઇએ!

બાહુબલી 2: ધ કનક્લૂઝન
અમૂલ બટર પોતાના અનોખા અંદાજમાં દરેક સુપરહિટ ફિલ્મને ટ્રિબ્યૂટ આપે છે. તેમના આ પોસ્ટર હંમેશા મજેદાર અને મોંમાં પાણી લાવનારા હોય છે. આ પહેલાં પણ અમૂલે અનેક ફિલ્મોને ટ્રિબ્યૂટ આપ્યું છે, એ લિસ્ટમાં હવે ફિલ્મ બાહુબલી 2 પણ ઉમેરાઇ ગઇ છે.

બાહુબલીઃ ધ બિગિનિંગ
બાહુબલીના પહેલા પાર્ટને પણ અમૂલ બટર તરફથી ટ્રિબ્યૂ આપવામાં આવ્યું હતું. આ પોસ્ટરમાં પ્રભાસ, રાણા અને તમન્ના જોવા મળે છે.

બજરંગી ભાઇજાન
અમૂલે બજરંગી ભાઇજાનને બટરંગી ભાઇજાન બનાવી દીધા હતા! ફિલ્મનું આ પોસ્ટર બોર્ડર પાર પણ સુપરહિટ રહ્યું.

રા-વન
અમૂલના રાજમાં કિંગ ખાનની ફિલ્મ રા-વન બની ગઇ હતી ખા-વન! એટલે કે ખાવામાં નં.1.

વીકિ ડોનર
એક અલગ ટોપિક પર બનેલ આયુષ્માનની ફિલ્મ વીકિ ડોનરનું ખૂબ જ ક્યૂટ પોસ્ટર અમૂલે બનાવ્યું હતું. આ ફિલ્મ સ્પર્મ ડોનેશનના ટોપિક પર આધારિત હતી.

કાઇટ્સ
આ સુપર રોમેન્ટિક ફિલ્મ કાઇટ્સનું અમૂલે બનાવેલું પોસ્ટર રોમેન્ટિક પણ હતું અને ડિલિશિયસ પણ! બાઇટ્સ!

રૉબોટ
રજનીકાંત પોતાની એક આંગળીથી 1000 બ્રેડ કાપી શકે છે... શું તમને આ વાત ખબર હતી? રજનીકાંત-ઐશ્વર્યા સ્ટારર ફિલ્મ રૉબોટનું મજેદાર પોસ્ટર.

વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઇ
અજય દેવગણ અને ઇમરાન હાશ્મીને ચમકાવતી આ ફિલ્મ ખાસા ગંભીર ટોપિક પર બનેલી હતી, પરંતુ તેનું આ ક્યૂટ પોસ્ટર જોઇને કોઇના પણ મોઢા પર સ્માઇલ આવી જાય!

રબ ને બના દી જોડી
અનુષ્કા શર્મા અને શાહરૂખની ફિલ્મ 'રબ ને બના દી જોડી'ના સુપરહિટ સોંગ 'હોલે હોલે'ની જગ્યાએ પોસ્ટરમાં 'ખા લે ખા લે' લખેલું જોવા મળે છે અને ફિલ્મનું નામ છે 'બન ને બના દી જોડી'!

ભૂત
રામ ગોપાલ વર્માની ફિલ્મ 'ભૂત'ને પણ અમૂલ બટરે આ ડરામણું ટ્રિબ્યૂટ આપ્યું હતું.

સિંઘ ઇઝ કિંગ
અક્ષય કુમારની સુપરહિટ ફિલ્મ 'સિંઘ ઇઝ કિંગ' ટ્રિબ્યૂ આપતાં અમૂલે લખ્યું હતું, હેવ સમ અક્કી કી રોટી.

રેસ
સૈફ અલી ખાનની સુપરહિટ ફિલ્મને પણ આ સુપરકૂલ ટ્રિબ્યૂટ મળ્યું હતું.

તારે ઝમીન પર
આમિર ખાનની સુંદર ફિલ્મ 'તારે ઝમીન પર'માં એક મેસેજ હતો, Every Child is Special! ફિલ્મની આ ટેગલાઇનને અમૂલે બદલતાં લખ્યું હતું, Every Bite is Special!

આજા નચ લે
બોલિવૂડમાં માધુરીની કમબેક ફિલ્મને અમૂલે કંઇક આ રીતે વધાવી હતી. આજા મંચ લે!

ચીની કમ
અમિતાભ અને તબ્બુ સ્ટારર ફિલ્મ 'ચીની કમ'ને અમૂલે આ સ્વીટ ટ્રિબ્યૂટ આપતાં લખ્યું હતું, ચીની કમ, બટર જ્યાદા.

ચક દે ઇન્ડિયા!
શાહરૂખ ખાનની સુપરહિટ ફિલ્મ 'ચક દે ઇન્ડિયા'ને અમૂલે કરી નાંખી હતી, ચખ લે ઇન્ડિયા!

રંગ દે બસંતી
ક્યારેય કોઇ એવોર્ડ ના સ્વીકારનાર આમિરે પોતાની ફિલ્મ રંગ દે બસંતી માટેનું આ અમૂલ ટ્રિબ્યૂટ ખૂબ હોંશભેર સ્વીકાર્યું હશે.

લગે રહો મુન્નાભાઇ
સંજય દત્તની ફિલ્મ 'લગે રહો મુન્નાભાઇ'ને ટ્રિબ્યૂટ આપતાં અમૂલે લખ્યું હતું, લગાતે રહો, મસ્કાભાઇ! ફિલ્મના ફેમસ ડાયલોગ 'ભાઇ બોલે તો'નું થઇ ગયું 'અમૂલ ખોલે તો..'

કભી ખુશી કભી ગમ
કરણ જોહરની સુપરહિટ ફિલ્મ 'કભી ખુશી કભી ગમ'ને પણ અમૂલે ખૂબ સુંદર ટ્રિબ્યૂટ આપ્યું હતું. કભી બ્રેડ કભી બન. આ ફિલ્મની ટેગ લાઇન હતી, It's about loving your parents. અમૂલ પોસ્ટરની ટેગ લાઇન હતી, It's about loving your butter.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
