Bye Bye 2014 : પ્રિયંકા રહી ટોચે, તો આલિયા સામે દીપિકા ફુસ્સ...જુઓ Top 10 List
અમદાવાદ, 16 ડિસેમ્બર : વર્ષ 2014માં બેસ્ટ એક્ટરની પસંદગી કરવી હોય, તો કદાચ તે સરળ હશે, પરંતુ બેસ્ટ એક્ટ્રેસની પસંદગીનું કામ ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે આ વર્ષે બૉલીવુડની ટૉપ એક્ટ્રેસિસ ઉપરાંત કેટલીક એવી અભિનેત્રીઓએ પોતાના બહેતરીન અભિનય વડે દર્શકોને આશ્ચર્યમાં મૂક્યા છે. તેમના આવા પ્રદર્શન અંગે કદાચ કોઇએ વિચાર્યું જ નહીં હોય. આલિયા ભટ્ટ કે જેમણે ગત વર્ષે જ પોતાના એક્ટિંગ કૅરિયરની શરુઆત કરી, તેઓ આ વર્ષની બેસ્ટ એક્ટ્રેસની યાદીમાં ટૉપ 3ની પૉઝિશને પહોંચી ગયાં છે.
આલિયા ભટ્ટ કરતા થોડાક જ વોટ પાછળ છે કંગના રાણાવત કે જેમણે ક્વીન ફિલ્મ દ્વારા લોકોને જણાવી દીધું કે અભિનયને મર્યાદાઓમાં બાંધી ન શકાય. આ ઉપરાંત સૌથી વોટ્સ સાથે પ્રિયંકા ચોપરા હાલ આ યાદીમાં સૌથી આગળ છે.
તો આવો જોઇએ ટૉપ એક્ટ્રેસિસસની યાદીમાં કઈ-કઈ અભિનેત્રીઓને દર્શકોએ સૌથી વધુ વોટ આપ્યાં છે :

પ્રિયંકા ચોપરા
સૌથી વધુ વોટ્સ સાથે પ્રિયંકા ચોપરા હાલ બેસ્ટ એક્ટ્રેસની યાદીમાં ટોચે છે. મૅરી કોમ દ્વારા પ્રિયંકાએ પોતાના અભિનય પ્રતિભાનો એક શ્રેષ્ઠ દાખલો રજૂ કર્યો છે.

આલિયા ભટ્ટ
ઇમ્તિયાઝ અલીએ પોતાની ફિલ્મ હાઈવેથી બધાનું ધ્યાન ખેંચ્યું. આલિયાના બહેતરીન અને હૃદયસ્પર્શી અભિનયથી દર્શકો ખૂબ જ પ્રભાવિત થયાં. વર્ષોથી ઇંડસ્ટ્રીમાં કામ કરતી અભિનેત્રીઓને માત આપી આલિયા આ યાદીમાં બીજા સ્થાને છે.

કંગના રાણાવત
ક્વીન દ્વારા કંગના રાણાવતે બૉલીવુડની ટોચની અભિનેત્રીઓની યાદીમાં પોતાનો સમાવેશ કરાવ્યો. કંગના હંમેશાથી શ્રેષ્ઠ અભિનેત્રી રહ્યાં છે. જોકે ક્વીન દ્વારા બૉલીવુડના દરેક દિગ્ગજની નજરો કંગના પર આવી ટકી ગઈ.

દીપિકા પાદુકોણે
વર્ષ 2013ની બેસ્ટ અભિનેત્રી દીપિકા પાદુકોણે માટે 2014 ખાસ ન રહ્યું. જોકે તેઓ ફાઇંડિંગ ફૅની, ચેન્નઈ એક્સપ્રેસ જેવી બહેતરીન તેમજ હિટ ફિલ્મોનો ભાગ રહ્યાં, પરંતુ અભિનેત્રી દર્શકોને ઇમ્પ્રેસ કરવામાં પાછળ રહી ગયાં. છતાં ચોથુ સ્થાન તો બને જ છે.

તબ્બુ
બૉલીવુડની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાં સામેલ તબ્બુએ ઘણા સમય બાદ હૈદર દ્વારા કમબૅક કર્યું છે. તેમણે દર્શકોએ બહુ ઇમ્પ્રેસ કર્યાં.

રાણી મુખર્જી
મર્દાની દ્વારા કમબૅક કરનાર રાણી મુખર્જીની આ ફિલ્મ કમાણીમાં ભલે પાછળ રહી ગઈ, પણ લોકોએ આ અવતારમાં રાણીને ખૂબ પસંદ કરી.

કરીના કપૂર
છેલ્લા ઘણા વખતથી બૉક્સ ઑફિસે પાછા પડી રહેલા કરીના કપૂર 2014માં સિંઘમ રિટર્ન્સ જેવી હિટ ફિલ્મ આપ્યા છતાં બેસ્ટ એક્ટ્રેસની યાદીમાં બહુ નીચે રહી ગયાં.

પરિણીતી ચોપરા
વર્ષ 4014માં પરિણીતી ચોપરા દાવત એ ઇશ્ક, હસી તો ફસી અને કિલ દિલ જેવી ફિલ્મોમાં નજરે પડ્યાં, પરંતુ દર્શકોને ઇમ્પ્રેસ ન કરી શક્યાં.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
