Box Office: બાહુબલી 2 નો રેકોર્ડ, આમીર અને સલ્લુ પાણીમાં!
શુક્રવારે રીલિઝ થયા પછી બાહુબલી 2 એક પછી એક ખાલી રેકોર્ડ જ તોડ્યા છે. એટલું જ નહીં સલમાન અને આમીરને પણ પછાડ્યા છે.
બાહુબલી 2 રીલિઝ થવાની સાથે જ આ ફિલ્મે લાવી છે 100 કરોડની સુનામી. ઓપનિંગના ધમાકા સાથે 100 કરોડની ક્લબમાં એવી રીતે આવી ગઇ જાણે વર્ષોથી આ જગ્યા તેની રાહ જોતી હતી. બાહુબલી 2 તેની એન્ટ્રી સાથે જ સલમાન ખાનની એક ફિલ્મ અને આમીરની 3 ફિલ્મોને પાછળ ખસેડીની પોતાની જગ્યા ટોપ 5માં લઇ લીધી છે. અને રેકોર્ડ તો એક પછી એક તેવી રીતે તોડ્યા છે જાણ કે કોઇ પાપડ તોડતું હોય!
ઇન શોર્ટ બાહુબલી 2 ભારતીય સિનેમાની સૌથી મોટી ઓપનર ફિલ્મ બની ચૂકી છે. એસએસ રાજામૌલીની ફિલ્મ સવારે 4 વાગ્યાથી બોક્સ ઓફિસ પર જે નોટાની ટંકશાળ પાડવાનું શરૂ કર્યું તેમાં 95 ટકા દર્શકોથી ભરેલા થિયેટર સાથે ઓપનિંગ કર્યું છે. અને આવનારા 5-6 દિવસ આ ફિલ્મના શો 80 ટકાથી વધુ હાઉસફુલ જશે તે વાતમાં ફિલ્મના જાણકારોને કોઇ પણ શંકા નથી. ત્યારે જાણો બાહુબલી 2 બોક્સ ઓફિસ પર કેવી કેવી સુનામી લાવી છે...

100 કરોડ ક્લબમાં એન્ટ્રી
ટ્રેન્ડ પંડિતાનું માનીએ તો આ ફિલ્મે પહેલા જ દિવસે 115 થી 120 કરોડની કમાણી કરી લીધી છે. ખાલી હિન્દી ઓપનિંગની વાત કરીએ તો તે પણ 40 કરોડથી ઉપર માનવામાં આવી રહી છે. આમ જોવા જતા બાહુબલી હિન્દી સિનેમાની ટોપ 5ની શ્રેષ્ઠ ઓપનિંગ ફિલ્મોમાં પોતાની જગ્યા બનાવી લીધી છે.

બાહુબલીથી 350 % આગળ
એટલું જ નહીં બાહુબલીને તેની પહેલી ફિલ્મ બાહુબલીનો પણ રેકોર્ડ તોડ્યો છે. બુક માય શોના એક રિપોર્ટ મુજબ શુક્રવાર સુધીમાં આ ફિલ્મની 3.3 મિલિયન ટિકિટ ખરીદવામાં આવી હતી. જે બાહુબલીની પહેલી ફિલ્મ કરતા લગભગ 350 ટકા ઉપર છે. એટલું જ નહીં દર્શકોની સાથે જ સમીક્ષકો પણ આ ફિલ્મ પર આફરીન પોકારી રહ્યા છે.

1000 કરોડનો બાહુબલી
એટલું જ નહીં સોશ્યલ મીડિયા પર બાહુબલીના ફેન્સ બોલીવૂડના ત્રણેય ખાનની મજાક પણ ઉડાવી રહ્યા છે. સોશ્યલ મીડિયામાં ચર્ચાઓ ચાલી રહી છે કે ત્રણ ખાન એક બાજુ અને 1000 કરોડનો બાહુબલી એક બાજુ. માનવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ 1000 કરોડનો આંકડા જલ્દી જ પાર કરી લેશે. અને માટે જ પ્રભાસના ફેન્સ કહી રહ્યા છે કે બોલીવૂડને ત્રણ ખાન નહીં પ્રભાસની જ જરૂર છે.

સાઉથની ફિલ્મો છે બોલીવૂડનો નવો ટ્રેન્ડ
રજનીકાંતની હિન્દી રિમેકે પણ ઓપનિંગ ડેમાં 53 કરોડની કમાણી કરી હતી. અને બાહુબલીએ ઓપનિંગ ડે પર 49.48 કરોડની ઓપનિંગ હિન્દીમાં કરી છે તેમ મનાય છે. નોંધનીય છે કે પ્રેમ રતન ધન પાયોએ 55 કરોડમાં ઓપનિંગ કરી હતી. અને બાહુબલી તેનાથી થોડી જ પાછળ છે. પણ જે રીતે આવનારા દિવસોમાં બાહુબલીના હાઉસ ફુલ શો જવાના છે તે જોતા એક પછી એક બાહુબલી 2 બોલીવૂડના અનેક રેકોર્ડ તોડશે તેમાં કોઇ બેમત નથી.

વધુ વાંચો :
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
