2 સુપરહિટ ફિલ્મો બાદ ફી જોડી બની- આયુષ્માન, ભૂમિની આગામી ફિલ્મ ફાઈનલ
2 સુપરહિટ ફિલ્મો બાદ ફી જોડી બની- આયુષ્માન, ભૂમિની આગામી ફિલ્મ ફાઈનલ
એક પછી એક 'દમ લગા કે હઈશા' અને 'શુભ મંગલ સાવધાન' જેવી સુપરહિટ ફિલ્મો આપ્યા બાદ આયુષ્માન ખુરાના અને ભૂમિ પેડનેકર પોતાની ત્રીજી ફિલ્મ લઈને આવી રહ્યા છે. આયુષ્માન અને ભૂમિ હવે અણર કૌશિકની આગામી ફિલ્મ બાલામાં જોવા મળશે. જણાવી દઈએ કે અમર કૌશિકે 2018માં 'સ્ત્રી' જેવી બ્લૉકબસ્ટર ફિલ્મ આપી હતી. આયુષ્માન ખુરાના અને ભૂમિ પેડનેકરની જોડી પહેલી ફિલ્મથી જ સુપરહિટ છે. દમ લગા કે હઈશા અને શુભ મંગલ સાવધાનમાં ન તેમને માત્ર સમીક્ષોના વખાણ મળ્યાં બલકે દર્શકોને પણ તે ખુબ પસંદ આવી ખાસ કરીને વિષય પ્રધાન ફિલ્મો માટે આ જોડીને પરફેક્ટ માનવામાં આવે છે. આ ફિલ્મોમાં તેમના તાલમેલ અને અદાકારીના દર્શકોએ ખુબ વખાણ કર્યાં અને તેઓ પડદાની એક એવી જોડી બની ગઈ જેના પર સૌની નજર રહે છે.

બંને સારા મિત્રો
આ જોડી હવે સ્ત્રી નિર્દેશક અમર કૌશિકની આગામી ફિલ્મ બાલામાં પરત આવી ગઈ છે અને સ્પષ્ટ છે કે આ બંને કલાકાર જે પડદા સિવાય પણ ઘણા સારા દોસ્ત છે, સાથે મળીને પોતાની આગામી સફરની શરૂઆત કરવા માટે તૈયાર છે.

ભૂમિ અને મારી વચ્ચે સારો તાલમેલ
આયુષ્માને કહ્યું કે અમારી સોચ મળવાના કારણે ભૂમિ અને મારી વચ્ચે સારો તાલમેલ છે અને મને ખુશી છે કે દર્શકોએ અમને અમારી પાછલી બે હિટમાં પણ બહુ પસંદ કર્યા છે. એક હિટ જોડી હોવા ખાતર સારી અદાકારી દેખાડવાનું દબાણ ખરેખર વધી જાય છે. ભૂમિની સાથે કામ કરવું હંમેશા મજેદાર હોય છે.

આવી ફિલ્મો બહુ સારી લાગે છે
જ્યારે ભૂમિ પણ ફિલ્મને લઈ ભારે ઉત્સાહિત છે. ભૂમિએ કહ્યું, આયુષ્માન અને મને આવી ફિલ્મો બહુ સારી લાગે છે જે અસલી જિંદગીનો ભાગ હોય છે અને હું ત્ર્જી વાર તેમની સાથે મળીને કામ કરવા માટે ઉત્સાહિત છું. અમારી પાછલી બે ફિલ્મોમાં અમને બહુ પસંદ કર્યા છે અને તેનાથી મને બહુ ભરોસો મળે છે કે બાલા સાથે મળીને અમે લોકોને વધુ એક મજેદાર ફિલ્મ આપશું. બાલાની શૂટિંગનું શિડ્યૂઅલ મે મહિનાના પહેલા અઠવાડિયાથી શરૂ થનાર છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
