છત્રીસના બિઝનેસમૅનને પરણી ગયાં એકસઠના ઝીનત
મુંબઈ, 6 ફેબ્રુઆરી : વીતેલા જમાનાના સેક્સ સિમ્બૉલ અભિનેત્રી ઝીનત અમાન છત્રીસ વર્ષના બિઝનેસમૅનને પરણી ગયાં છે. અનેક સિદ્ધાંતો અને મર્યાદાઓ તોડી બૉલીવુડમાં એક જુદી ઓળખ સ્થાપિત કરનાર ઝીનત હાલ 61 વર્ષના છે, પરંતુ સાઇઠની વયે તેમણે બીજી વાર દુલ્હન બનવાનું સાહસિક પગલું ભર્યું છે.

એવું કહેવાય છે કે ઝીનત અમાને પોતાનાથી લગભગ 24 વર્ષ નાના મુંબઈના જાણીતા બિઝનેસમૅન સાથે લગ્ન કરી લીધાં છે, તો કેટલાંક લોકોનું કહેવું છે કે ઝીનતે શિવસેનાના કોઇક નેતા જોડે લગ્ન કર્યાં છે કે જે તેમના કરતાં ઉંમરમાં અડધો છે. ખેર, ઝીનતે પણ માન્યું છે કે તેમણે બીજી વાર લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે, પરંતુ હજી લગ્ન કર્યાં નથી, પરંતુ તેનાથી વધુ ખુલાસો કરવાનો તેમણે ઇનકાર કર્યો છે.
ભારતના પ્રથમ મિસ એશિયા રહી ચુકેલા ઝીનતને પ્રથમ લગ્નથી બે પુત્રો અઝાન અને ઝહાન છે કે જેમની ઉંમર ક્રમશઃ 26 અને 23 વર્ષ છે. ઝીનતે જણાવ્યું કે પતિ મઝહરના મોત બાદ હું સ્વપ્નમાંય બીજા લગ્નનું વિચારી શકતી નહોતી, પરંતુ મારા બંને પુત્રોએ મને બીજા લગ્ન માટે પ્રોત્સાહિત કરી અને તેથી હું લગ્નનો નિર્ણય કરી શકી. હવે મને સારૂં લાગી રહ્યું છે કે બીજી વાર દુલ્હન બની મને એવું અનુભવાય છે કે જાણે હું ફરી યુવાન થઈ ગઈ હોઉં.
આપને જણાવી દઇએ કે હરે રામા હરે કૃષ્ણા ફિલ્મ દ્વારા બૉલીવુડમાં પ્રવેશ કરનાર ઝીનત અમાનને લોકો એક બોલ્ડ અભિનેત્રી તરીકે જ ઓળખે છે. અભિનેતા દેવાનંદ સાથે તેમને ખાસ સંબંધો હતાં. તે વાત દેવાનંદે પણ સ્વીકારી હતી, પરંતુ તેઓ હંમેશા કહેતાં કે હું ઝીનતને પ્રેમ કરતો હતો, પરંતુ ઝીનતે ક્યારેય મારી સાથે પ્રેમ નથી કર્યો. આ એકપક્ષી પ્રેમ હતો. પછી અભિનેતા સંજય ખાન સાથે ઝીનત અમાન લાંબા વખત સુધી રિલેશનશિપમાં રહ્યાં, પરંતુ બંનેએ લગ્ન ન કર્યાં અને રિલેશનશિપ તૂટી ગઈ. પછી અચાનક ઝીનતના જીવનમાં અભિનેતા મઝહર ખાન આવ્યાં. ઝીનતે 1985માં તેમની સાથે લગ્ન કરી લીધાં, પરંતુ મઝહર સાથે તેમના સંબંધો મધુર નહોતાં.
મીડિયામાંથી સમાચારો આવતાં રહેતાં કે મઝહરને ડ્રગ્સ લેવાની કુટેવ છે. તેઓ ઝીનત ઉપર અત્યાચાર કરે છે, મારઝૂડ કરે છે. આ લગ્ન દ્વારા જ ઝીનતાના બે પુત્રો છે. 1998માં મઝહરને કૅંસર થયું અને તેમનું મૃત્યુ થઈ ગયું. જોકે ઝીનત પતિના મોત સુધી તેમના પ્રત્યે સમર્પિત રહ્યાં.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
