મલાઈકા સાથે સંબંધ પર પહેલી વાર ખુલીને બોલ્યા અર્જૂન કપૂર, હા સ્પેશિયલ છે એ
અભિનેત્રી મલાઈકા અરોરા અને અર્જૂન કપૂર વચ્ચે પ્રેમ સંબંધોની ચર્ચા દરમિયાન અર્જૂને પહેલી વાર ખુલીને વાત કરી છે.
અભિનેત્રી મલાઈકા અરોરા અને અર્જૂન કપૂર વચ્ચે પ્રેમ સંબંધોની ચર્ચા દરમિયાન અર્જૂને પહેલી વાર ખુલીને વાત કરી છે. તેમણે ડીએનએ સાથે એક ઈન્ટરવ્યુમાં કબુલ્યુ છે કે મલાઈકા તેમના માટે સ્પેશિયલ છે. તમને જણાવી દઈએ કે મલાઈકાએ હાલમાં જ અરબાઝ ખાન સાથે પોતાનું 19 વર્ષનું લગ્નજીવન તોડી દીધુ છે.

મલાઈકા વિશે છૂપાવવા જેવુ કંઈ નથી
ઈન્ટરવ્યુમાં મલાઈકા વિશે પૂછાતા અર્જૂને કહ્યુ કે - મારી પાસે આના પર વાત કરવા માટે કંઈ નથી. છૂપાવવા માટે પણ કંઈ નથી. દુનિયા જે જોઈ રહી છે તે જોઈ રહી છે. જો કે પોતાની પર્સનલ લાઈફ પર સફાઈ આપવાની મારી કોઈ ઈચ્છા નથી. જિંદગીમાં આસપાસ સારા લોકો હોવા ખૂબ જરૂરી છે અને હું પોતાને નસીબદાર માનુ છે કે મારી પાસે એવો લોકો છે.

મલાઈકા સાથે લગ્નની વાત પર શું બોલ્યા અર્જૂન
હાલમાં જ સમાચાર આવ્યા હતા કે મલાઈકા અને અર્જૂન જૂનમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. તેના વિશે અર્જૂને કહ્યુ કે આ જૂઠ છે. હું 33 વર્ષનો છુ અને મારી વાત માનો કે હું અત્યારે લગ્ન કરવા માટે બિલકુલ ઉતાવળમાં નથી. લગ્ન વિશે હું બિલકુલ વાત કરવા નથી ઈચ્છતો. સ્પષ્ટ કહી દઉ કે જો હું લગ્ન કરીશ તો લોકોને માલુમ પડી જશે. અત્યારે મારી પાસે છૂપાવવા જેવુ કંઈ નથી.

મલાઈકાએ તોડ્યા 19 વર્ષના લગ્ન
મલાઈકા અરોરાએ પોતાના પતિ અરબાઝ ખાન સાથે 19 વર્ષનું લગ્ન જીવન તોડીને છૂટાછેડા લઈ લીધા છે. બંનેને એક પુત્ર પણ છે. હાલમાં જ કરીના કપૂરના શોમાં પહોંચેલી મલાઈકાએ પોતાના છૂટાછેડા પર વાત કરી હતી. તેણે કહ્યુ હતુ કે - અમે વસ્તુઓ વિશે ઘણુ વિચાર્યુ, તેના ફાયદા અને નુકશાન વિશે વિચાર્યુ અને પછી નિર્ણય લીધો. અમે બંને એકબીજા સાથે નાખુશ હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
