આ વર્ષે Cannes Film Festival માં અનુષ્કા શર્મા ડેબ્યૂ કરશે
બોલિવૂડની પોપ્યુલર હસીનાઓમાંથી એક અનુષ્કા શર્મા હવે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર હુશ્મનો જાદુ ચલાવતી જોવા મળશે. હાલમાં જૂલન ગૌસ્વામીની બાયોપિકમાં વ્યસ્ત અનુષ્તાને કાન્સમાં જોવા માટે ફેન્સ આતુર છે.
રિપોર્ટ અનુસાર, અનુષ્કા શર્મા આ વર્ષે પ્રખ્યાત કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યૂ કરશે. કાન્સ દુનિયાનો સૌથી મોટો ફિલ્મ ફેસ્ટિવલ છે. અહીં દુનિયાભરની મહિલાઓને સન્માનિત કરવામાં આવે છે.

અહેવાલો અનુસાર, અનુષ્કા શર્મા સાથે ટાઇટેનિક ફેમ કેટ વિન્સલેટ પણ જોવા મળશે. આ માહિતી ફ્રાન્સના રાજદૂત ઈમેન્યુઅલ લિનૈને પોતાના ટ્વિટર હેન્ડલથી આપી છે. હાલમાં જ તેમણે એક ટ્વિટ કરીને જણાવ્યુ કે, વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને મળીને આનંદ થયો. હું વિરાટ અને ટીમ ઈન્ડિયાને તેમની આગામી ટુર્નામેન્ટ માટે અભિનંદન આપું છું અને અનુષ્કા સાથે આગામી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ વિશે વાત કરી.
હવે આ ટ્વિટ સામે આવ્યા બાદ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના ફેન્સમાં ઉત્સાહનો માહોલ છે. હવે તેના કાન્સ લુક વિશે પણ ચર્ચાઓ થઈ રહી છે. જોવાનું એ રહે છે કે અનુષ્કા રેડ કાર્પેટ માટે કેવા આઉટફિટ પસંદ કરે છે.
A pleasure meeting @imVkohli and @AnushkaSharma!
— Emmanuel Lenain (@E_Lenain) May 4, 2023
I wished Virat & #TeamIndia all the best for the upcoming tournaments, and discussed Anushka's trip to #CannesFilmFestival.🏏 🎞️ pic.twitter.com/ex5zfzo1oZ
અહીં તમને જણાવી દઈએ કે, આ વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 16 થી 27 મે દરમિયાન યોજાવા જઈ રહ્યો છે. આ ફેસ્ટિવલમાં દેશ અને દુનિયાની મોટી અભિનેત્રીઓ જોવા મળશે. અનુષ્કા પહેલા દીપિકા પાદુકોણ, ઐશ્વર્યા રાય બચ્ચન, સોનમ કપૂર અને પ્રિયંકા ચોપરા સહિતની ભારતીય અભિનેત્રીઓ જલવો દેખાડી ચુકી છે.
બીજી તરફ અનુષ્કાના કામની વાત કરીએ તો, તે આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ચકડા એક્સપ્રેસને લઈને ચર્ચામાં છે. ભારતીય મહિલા ખેલાડી ઝુલન ગોસ્વામીની આ બાયોપિકમાં અનુષ્કા પોતાની બોલિંગ અને બેટિંગથી ધમાલ કરતી જોવા મળવાની છે.












Click it and Unblock the Notifications
