Pics : વિરાટને ‘દિલ ધડકને દો’ કહી અનુષ્કા બાર્સિલોના રવાના
મુંબઈ, 29 મે : હાલમાં ફિલ્મો કરતા ક્રિકેટ ખેલાડી વિરાટ કોહલી સાથેના પોતાના રોમાંસના કારણે વધુ ચર્ચામાં રહેનાર બૉલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા ઝોયા અખ્તરની આગામી ફિલ્મ દિલ ધડકને દોમાં કામ કરી રહ્યાં છે. અનુષ્કા શર્મા પોતાની આ ફિલ્મ દિલ ધડકને દોના શૂટિંગ માટે બાર્સિલોના રવાના થઈ ગયાં છે. જોકે બાર્સિલોના રવાના થતા પહેલા સુધી પણ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી વચ્ચે રોમાંસ પુરબહાર ચાલ્યુ હોવાના સમાચાર છે.
મળતી માહિતી મુજબ અનુષ્કા શર્મા બે માસ સુધી બાર્સિલોના રોકાશે. તેમણે તાજેતરમાં જ પોતાના હોમ પ્રોડક્શનની ફિલ્મ એનએચ 10નું શૂટિંગ પૂરૂ કર્યુ હતું અને જોધપુરથી મુંબઈ પહોંચ્યા હતાં. જોધપુરમાં એક માસ સુધી શૂટિંગ ચાલ્યુ હતું. જાણવા મળે છે અનુષ્કા શર્મા મુંબઈ પહોંચતા જ વિરાટ કોહલી અનુષ્કા પાસે પહોંચી ગયા હતાં અને ગઈકાલ સુધી તેઓ અનુષ્કાને સારી કમ્પની આપી રહ્યાહતાં.
વિરાટ કોહલીની ટીમ રૉયલ ચૅલેંજર્સ બેંગલુરૂ આઈપીએલ 7માંથી બહાર થઈ ચુકી છે. તેથી વિરાટ કોહલી પાસે ખાલી સમય હતો. એટલે જ વિરાટ કોહલીએ અનુષ્કા શર્માના બાર્સિલોના ઉપડતા પહેલાનો તમામ સમય તેમની સાથે પસાર કર્યો હતો. વિરાટ-અનુષ્કા પ્રોફેશનલ્સ કમિટમેંટના કારણે એક-બીજાને મળી નહોતા શકતાં. જ્યારે અનુષ્કા જોધપુરમાં હતાં, ત્યારે તેમના જન્મ દિને પણ વિરાટ કોહલી હાજર હતાં.
ચાલો તસવીરો સાથે જોઇએ વધુ વિગતો :

વિરાટ-અનુષ્કા રોમાંસ
બૉલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી વચ્ચેનો રોમાંસ છેલ્લા ઘણા માસથી બૉલીવુડમાં ચર્ચાનો મુખ્ય વિષય બની ગયો છે.

ફિલ્મો કરતા વધુ ફૅમસ
અનુષ્કા શર્મા આજકાલ પોતાની ફિલ્મો કરતા પોતાના રોમાંસ માટે વધુ ચર્ચામાં છે. તેમની છેલ્લી ફિલ્મ મટરૂ કી બિજલી કા મંડોલા ફ્લૉપ રહી હતી, પરંતુ તેઓ હાલ પોતાના રોમાંસ માટે ખૂબ જ ચર્ચામાં છે.

મુલાકાતોનો દોર
વિરાટ અને અનુષ્કા અવાર-નવાર મળતા રહે છે. અનુષ્કા થોડાક દિવસ અગાઉ જોધપુરમાં એનએચ 10નું શૂટિંગ કરતા હતાં, ત્યારે વિરાટ ત્યાં પહોંચી ગયા હતાં.

સેટ ઉપર જન્મ દિવસની ઉજવણી
એટલુ જ નહીં, જોધપુરમાં જ અનુષ્કાએ પોતાના જન્મ દિવસની ઉજવણી પણ વિરાટ સાથે કરી હતી.

ન્યુઝીલૅન્ડ લાંબા થયા અનુષ્કા
તે અગાઉ જ્યારે ભારતીય ક્રિકેટ ટીમ ન્યુઝીલૅન્ડ પ્રવાસે હતી, ત્યારે અનુષ્કા શર્મા વિરાટને મળવા ન્યુઝીલૅન્ડ સુધી લાંબા થયા હતાં.

દિલ ધડકને દો
હવે અનુષ્કા શર્મા ઝોયા અખ્તરની આગામી ફિલ્મ દિલ ધડકને દોના શૂટિંગ માટે બાર્સિલોના રવાના થઈ ગયાં છે. કદાચ તેઓ વિરાટને દિલ ધડકને દો કહીને જ બાર્સિલોના રવાના થયાં હશે.

બાર્સિલોના જશે વિરાટ?
જ્યારે અનુષ્કા શર્મા વિરાટને મળવા ન્યુઝીલૅન્ડ સુધી લાંબા થતાં હોય, ત્યારે પ્રશ્ન ઊભો થાય છે કે શું વિરાટ પણ અનુષ્કાને મળવા બાર્સિલોના જઈ શકે? એમ પણ વિરાટ હાલ ફ્રી છે. ભારતીય ટીમના બાંગ્લાદેશ પ્રવાસમાં તેમને આરામ અપાયો છે. શક્ય છે વિરાટ બાર્સિલોના જાય પણ ખરાં.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
