સતીશ કૌશિકના પાર્થિવ દેહ સામે બેસી ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા અનુપમ ખેર, Video વાયરલ
હાલમાં અનુપમ ખેરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે પોતાના દોસ્તની અર્થી સામે બેસીને ધ્રૂસકેને ધ્રૂસકે રડતા દેખાઈ રહ્યા છે.

Satish Kaushik and Anupam Kher: બૉલિવુડના દિગ્ગજ અભિનેતા અને નિર્માતા સતીશ કૌશિકના નિધનથી સામાન્ય લોકોથી માંડીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના તમામ લોકો શોકમગ્ન થઈ ગયા છે. હાર્ટ એટેકના કારણે 8 માર્ચે મોડી રાતે સતીશ કૌશિકનુ 66 વર્ષની વયે અચાનક નિધન થઈ ગયુ. નિધન પહેલા જ તેમણે હોળી પાર્ટી કરી હતી. સતીશ કોશિકના મોતની પુષ્ટિ અનુપમ ખેરે એક ટ્વિટ દ્વારા આપી હતી. હાલમાં અનુપમ ખેરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે પોતાના દોસ્તની અર્થી સામે બેસીને ધ્રૂસકેને ધ્રૂસકે રડતા દેખાઈ રહ્યા છે.

સતીશ કૌશિક અને અનુપમ ખેરનુ પાક્કુ હતુ બૉન્ડિંગ
અનુપમ ખેરનુ સતીશ કૌશિક સાથે ખૂબ જ સારુ બોન્ડિંગ છે. બંને લગભગ 45 વર્ષથી એકબીજાના મિત્રો હતા. બંને રોજ એકબીજાને મળતા હતા અથવા ફોન પર વાત કરતા હતા. બંને પોતાની પર્સનલ લાઈફથી લઈને પ્રોફેશનલ લાઈફ સુધી દરેક વસ્તુ એકબીજાને કહેતા હતા. પરંતુ હવે સતીશ કૌશિક આ દુનિયામાં નથી. સતીશ કૌશિકના અચાનક જતા રહેવાથી અનુપમ ખેર જ્યારે અર્થી સામે આવ્યા ત્યારે ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા.
સતીશ કૌશિક અને અનુપમની ગાઢ મૈત્રી
સતીશ કૌશિક અને અનુપમ ખેર એકવાર ધ કપિલ શર્મા શોમાં ગેસ્ટ તરીકે સાથે આવ્યા હતા. આ શોમાં જ અનુપમ ખેરે જણાવ્યુ હતુ કે સતીશ કૌશિક સાથે તેમની મિત્રતા કેટલી ગાઢ છે. બંને એકબીજા સાથે વાત કર્યા વિના એક દિવસ પણ રહી શકતા નથી. આખો દિવસ બંને એકબીજા સાથે ગોસિપ કરે છે. પરંતુ હવે અનુપમ ખેર સતીશ કૌશિકના નિર્જીવ દેહને જોઈને રડી પડ્યા હતા.
અનુપમ ખેર ખૂબ રડ્યા
અનુપમ ખેરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે તેના મિત્ર સતીશ કૌશિકના પાર્થિવ દેહ સામે બેસીને રડી રહ્યા છે. અનુપમ ખેર થોડીવાર મૌન રહીને હિંમત ભેગી કરતા પણ ફરી રડી પડતા. તેઓએ સાથે મળીને સુખ-દુઃખના દિવસો અને તમામ પ્રકારના ઉતાર-ચઢાવ જોયા હતા. સતીશ કૌશિકને અંતિમ વિદાય આપતી વખતે અનુપમ ખેર ખૂબ રડી પડ્યા હતા.

સતીશ કૌશિકના મૃતદેહને જોઈ રહેતા
અનુપમ ખેર એ જ એમ્બ્યુલન્સમાં વર્સોવાના સ્મશાનભૂમિ ગયા હતા જેમાં મિત્ર સતીશ કૌશિકનો મૃતદેહ હાજર હતો. ક્યારેક તે એકીટશે સતીશ કૌશિકના મૃતદેહને જોઈ રહેતા તો ક્યારેક તેમના શરીર પર પડેલા હારને ઠીક કરતા. અનુપમ ખેર વચ્ચે-વચ્ચે પોતાના આંસુ લૂછી લેતા પણ જોવા મળ્યા હતા.
અભિષેક બચ્ચનના ગળે મળીને રડી પડ્યા
જ્યારે સતીશ કૌશિકની અંતિમ યાત્રા શરૂ થઈ અને સેલેબ્સ તેમના અંતિમ દર્શન માટે આવવા લાગ્યા ત્યારે પણ અનુપમ ખેર જોર જોરથી રડી રહ્યા હતા. ત્યારબાદ અભિષેક બચ્ચને તેમને ગળે લગાવીને સંભાળ્યા. તમને જણાવી દઈએ કે અનુપમ ખેરે ખૂબ હિંમત દાખવી અને પોતાની સંભાળ લીધી અને સતીશ કૌશિકના મૃત્યુના સમાચાર સોશિયલ મીડિયા પર શેર કર્યા. તે તરત જ સતીશ કૌશિકના ઘરે પહોંચી ગયા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
